ઝોમેટોના ડિલીવરી બોયે આપ્યું નિવેદન.. જાણો શું મહિલાએ જાતે જ પોતાને પહોચાડી ઈજા?

મનોરંજન

હાલમાં બેંગ્લોરની ઝોમેટોના ડીલીવરી બોયની ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં બેંગ્લોરની એક મહિલા ઝોમેટોના ડિલીવરી બોય પર હુમલાનો આરોપ મુક્યો હતો. એ પછી હમણાં જ ડિલીવરી બોયે એક ચોકાવનારું નિવેદન આપ્યું છે. ચાલો પેલા જાણી લઈએ એની પૂરી ઘટના વિશે.

શું છે સમગ્ર ઘટના :- આ ઝોમેટાની ઘટના હિતેશા ચંદ્રાણી સાથે થઇ છે, તે કહે છે કે તેણે મંગળવારે બપોરે ૩.૨૦ કલાકે ઝોમેટો એપ પર ઓર્ડર આપ્યો હતો, ઓર્ડર આપ્યાના એક કલાક પછી પણ ફૂડ ન આવતા તેણે કસ્ટરમ કેરમાં ફોન કર્યો. ઓર્ડર રદ્દ કરી રિફંડ લઇ રહી હતી. ત્યારે ડિલિવરી બોય આવી ગયો અને તેણે ડિલિવરી બોયને થોડી વાર રાહ જોવા માટે કહ્યું ત્યારે ડિલિવરી બોયે થોડા અપશબ્દો કહ્યા.

હિતેશા ચંદ્રાણી જણાવે છે કે ડિલીવરી બોય મારા પર બૂમ પાડવા લાગ્યો અને કહ્યું કે હું કઈ તમારો ગુલામ છું? કે તમે મને અહીં રાહ જોવાનું કહી રહ્યા છો. પછી મેં મારો દરવાજો બંધ કરવાની કોશિશ કરી પરંતુ તે દરવાજાને ધક્કો મારીને મારા ઘરમાં ઘુસી ગયો અને ટેબલ પરથી મારો ઓર્ડર લઇ ને મને ચહેરા પર માર માર્યો અને પછી ભાગી ગયો.’

હિતેશાએ જણાવ્યું કે તેના નાકના હાડકામાં ફ્રેક્ચર થઇ ગયું છે. વીડિયો શેર કરતી વખતે હિતેશાએ કહ્યું કે મને હાઈ-પાવર એન્ટીબાયોટીક્સ અને પેઇન કિલર્સ આપવામાં આવી છે, જેથી હું વાત કરી શકું છું, જયારે મેં વાત શરૂ કરી ત્યાં જ મારી આંખોમાં પાણી ભરાવા લાગ્યા અને મારા નાક માંથી લોહી પણ નીકળવા લાગ્યું.’

પોલીસે આ બાબત પર કહ્યું કે ડિલિવરી બોય આ ઘટનામાં બીજી વાત કહી રહ્યો છે. પોલીસ જણાવ્યું કે, ‘જ્યારે ડિલિવરી બોયે ઓર્ડર આપ્યો ત્યારે હિતેશાએ રિફંડ માંગ્યું, ત્યારે તેણે રિફંડ આપવાની ના પાડી દીધી. હિતેશા અપશબ્દો બોલી અને તેને ચપ્પલ મારવાનો પ્રયત્ન કર્યો એટલે ત્યારે મેં આત્મરક્ષા માટે ધક્કો માર્યો, જેનાથી તેને ઈજા પહોંચી.’

ઝોમેટોના ડિલિવરી બોયે કહ્યું કે મહિલાએ આકસ્મિક રીતે તેની રિંગથી જ તેના ચહેરા પર ઈજા પહોંચાડી હતી. બેંગ્લોરના ઇલેક્ટ્રોનિક પોલીસ સ્ટેશનમાં ડિલિવરી બોયે જણાવ્યું કે ‘મેં તેમના ઘરે પહોંચતાં જ તેમને કહ્યું હતું કે હું ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો, મેં સમસ્યા થઇ તે બદલ માફી પણ માંગી.

છતાં મહિલાએ કહ્યું કે તે કોઈ બહાનું સાંભળવા માંગતી નથી, કારણ કે મેં સમયસર એની ડિલીવરી પહોંચાડી નથી. ત્યારબાદ તેણે મારી પાસેથી ફૂડ લઇ લીધું અને ફૂડ મોડું આવ્યું તે માટે પૈસા આપવાની ના કહી દીધી હતી.’ ડિલિવરી બોયે મહિલાએ ૧૯૮ રૂપિયા ચૂકવવાનું કહ્યું. કામરાજે કહ્યું, “મેં મહિલાને જણાવ્યું કે હું તેનો ગુલામ નથી અને તેણે મારી સાથે સન્માનપૂર્વક વર્તવું જોઈએ. એ પછી મહિલાએ મારા પર બૂમ પાડી અને કહ્યું કે તમે શું કરી લેશો?”

કામરાજે નિવેદન આપ્યું હતું કે જ્યારે તે ફૂડ પહોંચાડવા ગયો હતો, ત્યારે તે મહિલા ઝોમેટો કસ્ટમર કેર પર કોલ કરીને વાત કરી હતી અને તેણે ઓર્ડર કેન્સલ કર્યો હતો. ઓર્ડર કેન્સલ કર્યો હોવાથી મને ફૂડ પાછું લઇ જવાનું કહેવામાં આવ્યું. જ્યારે મેં ફૂડ પાછું માંગ્યું ત્યારે તેણે ના પાડી. એ પછી મેં ઘણો આગ્રહ કર્યો અને ફૂડ પાછું ખેંચી લીધું. એટલે તેણે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું અને તેની ચપ્પલ મારી તરફ ફેંકી.’

કામરાજે એવું કહ્યું કે મહિલાએ તેના પર હુમલો કર્યો. “તે મને મારી રહી હતી અને હું મારા હાથથી પોતાને બચાવવા પ્રયત્ન કરતો હતો, ત્યારે તેણે મારો હાથ દુર કરવાની કોશિશ કરી, અને તે સમયે તેની આંગળી પરની એક વીંટી તેના નાક પર વાગી ગઈ. મેં પોલીસને જણાવ્યું કે જો તમે મહિલાના નાક પરનો કટ જોશો તો તમને ખબર પડશે કે તે પંચના કારણે નથી થયું. તમે તેની આંગળી પરની રિંગ જોઈ શકો છો. કામરાજે એમ પણ કહ્યું કે હા એ મારી ભૂલ છે કે મને મોડુ થઈ ગયું હતું.

અત્યારે ઇલેક્ટ્રોનિક સિટી પોલીસે કામરાજ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૨૫ (ગંભીર ઇજા) અને ૫૦૪ (શાંતિનો ભંગ કરવાનું અપમાન) હેઠળ ગુનો નોંધ્યો છે. બુધવારે કામરાજની ધરપકડ કરવામાં આવી હતી અને તે જ દિવસે જામીન પર છૂટી ગયો હતો. તપાસની વાત કરતા અધિકારીઓએ જણાવ્યું કે બંને તરફથી નિવેદનો એકત્રિત કરવામાં આવશે અને બંનેના નિવેદનો પરથી સજા મળશે.