યુરિન ઇન્ફેક્શન એક એવું ઇન્ફેક્શન છે જે અત્યારના સમયમાં ખૂબ જ સામાન્ય બાબત ગણાય છે. આજકાલની ભાગદોડ ભરી જીંદગીમાં આ પ્રકારની બિમારીમાંથી દરેક લોકો પસાર થતા હોય છે. યુરિન ઇન્ફેક્શન કોઈને પણ થઈ શકે છે, ભલે તે બાળક હોય, વૃદ્ધ હોય કે મહિલા હોય.
સામાન્ય રીતે આ બીમારી પાણીની ઉણપના કારણે થાય છે. મહિલાઓમાં યુરિન ઇન્ફેક્શન ની સમસ્યા ખૂબ જ વધારે સામે આવતી હોય છે. તમને જણાવી દઈએ કે યુરિન ઇન્ફેક્શન યુરીનરી કોર્ટમાં થતા સંક્રમણને કારણે થાય છે, જેને યૂરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન પણ કહેવામાં આવે છે.
એક રિસર્ચમાં આ તથ્ય બહાર આવ્યું છે કે યુરીન ઇન્ફેકશન તે લોકોમાં વધારે જોવા મળે છે જે પોતાના શરીરની સાથે સ્વચ્છતા ની કાળજી રાખતા હોતા નથી. તમને જણાવી દઇએ કે સામાન્ય રીતે આ ગંદા ટોયલેટ ના ઉપયોગ ના કારણે વધે છે.
અમે આજે યુરીન ઇન્ફેકશન થી બચવાના ઘરેલુ ઉપાયો તમને જણાવવા જઇ રહ્યા છીએ. યુરિન ઇન્ફેક્શન નું જો કોઈ સૌથી મોટું કારણ હોય તો તે આપણી આસપાસની ગંદકી છે, ઘણીવાર યુરીનરી ની આજુબાજુ બેક્ટેરિયા જમા થઈ જતા હોય છે અને તેના કારણે સંક્રમણ ફેલાવવાનું શરૂ થઈ જાય છે.એટલા માટે પોતાને સાફ અને સ્વચ્છ રાખવું ખૂબ જ જરૂરી છે.
ક્યારેય પણ ગંદા ટોયલેટમાં ફ્રેશ થવા કે ટોયલેટ જવા માટે ના જવું જોઈએ, લોકોને વધારે સંક્રમણ પબ્લિક ટોયલેટ માં જવાથી થાય છે. આનો સૌથી મહત્વનો ઉપાય છે વધારેમાં વધારે પાણી પીવું, પાણી તમારા શરીરમાં રહેલા સંક્રમણ અને બેક્ટેરિયાને સાફ કરવામાં મદદ કરે છે.
આપણા શરીરમાં રહેલી ગંદકીને બહાર કાઢવામાં પાણી મહત્વનું યોગદાન આપે છે. તમે જેટલી વધારે માત્રામાં પાણી પીશો તેટલી જ તમારા શરીરમાંથી ગંદકી બહાર નીકળશે. ધ્યાન આપવાની બાબત એ છે કે જો તમારા યુરીનમાંથી ગંધ બળતરા અથવા દુખાવા જેવી સમસ્યા થાય તો તમારે પાણી પીવાની માત્રા ખૂબ જ વધારી દેવી જોઈએ.
સુતરાવ અંડર ગારમેન્ટ ખૂબ જ ફાયદાકારક હોય છે, યુરિન ઇન્ફેક્શન જેવા સંક્રમણથી રક્ષણ મેળવવા માટે સુતરાઉ કાપડ ખૂબ ઉપયોગી થાય છે, આ બેક્ટેરિયા અને વાયરસ ને ઘણી હદ સુધી રોકી રાખે છે. અહીં સાથે જ જે લોકોને યુરીન ઇન્ફેકશન અથવા તો યુઉટીઆઇ ની સમસ્યા હોય તે લોકોને ગરમ પાણીનો શેક લેવો જોઈએ, આનાથી સફાઈની સાથે ઘણો આરામ પણ મળે છે.
યુરીન ઇન્ફેકશન માં આ પ્રયોગ પણ કરી શકો છો :- એક શોધ મુજબ ક્રેનબેરી જ્યુસ યુટીઆઇ ના ખતરા માંથી કાફી હદ સુધી રાહત અપાવી શકે છે, આને રોજિંદા જીવનમાં તમે પોતાની ડાયટ નો હિસ્સો બનાવી શકો છો આની સાથે જ તમે દરેક ઘરમાં મળી આવતા લસણનું પણ સેવન કરી શકો છો, આ તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે અને સાથે જ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણોથી ભરપૂર હોવાના કારણે ઘણા પ્રકારના સંક્રમણથી બચાવે છે.
લવિંગનું તેલ પણ આ સંક્રમણ માં ખૂબ લાભદાયી નીવડે છે. એસેન્સિયલ ઓઇલ ના પ્રયોગથી પણ તમારા યુરિન ઇન્ફેક્શન ને ખુબ જ આસાનીથી દૂર કરી શકાય છે. અને આ લક્ષણ જેવા કે બળતરા, દુખાવો અને સોજાને પણ ઓછો કરી દે છે. તેની સાથે જ અજમાનું તેલ પણ યુરીન ઇન્ફેકશન ને દૂર કરવામાં ફાયદાકારક હોય છે.