આ મોર્ડન સમયમાં ભારતીય સમાજના અમુક હાઈપ્રોફાઈલ ક્લાસના લોકો પત્નીઓની અદલા-બદલીના કલ્ચરને સ્વીકારે છે. ઘણા મોટા કોર્પોરેટ્સ, બીપીઓ અને ગવર્મેન્ટ સેક્ટર્સમાં આવા કેસ નોંધવામાં આવતા હોય છે. વાઈફ સ્વેપિંગની ગંદી રમત સાથે જોડાયેલા અમુક કેસ સામે આવતા રહે છે. આજે જ વાઈફ સ્વેપિંગનો શોખ ધરાવતો પતિ પોતાની પત્નીને આમાં સામેલ થઈ અન્ય પુરૂષ સાથે સુવા માટે દબાણ કરતો એવો કેસ સામે આવ્યો છે.
આ સરખેજ વિસ્તારમાં રહેતા પ્રેમ અને ફોરમ નો બનાવ છે. આ ઉપરાંત, પશ્ચિમ મહિલા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં પોતાના સાસુ-સસરા પણ છૂટાછેડા નહીં આપે તો બાળક પાછું નહીં મળે તેવી ધમકી આપતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. સાથે જ લગ્નેતર સંબંધોના પરિણામે પત્નીની મારઝૂડ કરતો હોવાની ફરિયાદ તેની જ પત્નીએ નોંધાવી છે.
સરખેજ – મકરબા વિસ્તારમાં રહેતા પ્રેમ સાથે ફોરમના લગ્ન વર્ષ ૨૦૦૪ માં થયા હતા. જે બાદ વર્ષ ૨૦૧૭માં તેના પતિને હિનલ (દરેકના નામ બદલ્યા છે) સાથે સંબંધ હોવાનો ભાંડો ફૂટતા જ બંને વચ્ચે ઝઘડા શરૂ થયો હતા. એટલું જ નહીં, પ્રેમ ફોરમને અન્ય એક વ્યક્તિ સાથે સ્વોપિંગ માટે દબાણ કરતો હતો.ફોરમ ના પાડતી તો તેની સાથે મારઝૂડ કરતો હતો અને ચારિત્ર્યહીન કહેતો હતો.
આ પૂરી ઘટના ફોરમે તેના ભાઈને જાણ કરતા પતિએ ફરીથી આવી હેરાનગતિ નહીં કરે તેવી ખાતરી આપી હતી. આમ છતાં પ્રેમ સુધર્યો ન હતો અને અન્ય યુવતી સાથે સંબંધ રાખીને ઝઘડો કરતો હતો. તેમના સાત વર્ષના પુત્રને સ્કુલેથી બારોબાર કાકા સસરાને ત્યાં લઈ ગયો હતો. જયારે ફોરમ તેના પુત્રને લેવા ગઇ તો ધમકી આપી કે, તું છૂટાછેડા આપે તો જ તારો દીકરો તને મળશે.
આ બધી વાત વિશે ફોરમે તેના પિયરમાં જાણ કરી દીધી હતી. જે બાદ પ્રેમ પરત તેના પુત્રને ફોરમને સોંપ્યો હતો અને પતિ અને સાસરિયાએ ભવિષ્યમાં કોઈપણ પ્રકારનો ઝઘડો ફોરમ સાથે કરશે નહી તેવુ લખાણ લખી આપીને સમાધાન કર્યુ હતુ. છતાં પણ પ્રેમે હિનલ સાથે સંબંધ ચાલુ રાખ્યા હતો.
એટલું જ નહીં, તેના સાસુ-સસરા પણ મહિલાને છૂટાછેડા આપીને દીકરો લઈ પિયર જતા રહેવા માટે દબાણ કરતા હતા. ફોરમ રસોઇ બનાવે તો તેના સાસુ કહેતા કે, અમે લાવેલી વસ્તુઓ ખાવા-પીવા નહીં મળે. જો કે, બાદમાં પતિ સહિત સાસરીયા ઘરની બહાર કાઢી મૂકતા હોવાથી કંટાળીને ફોરમે પ્રિૃમ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
શહેરમાં વાઈફ સ્વોપિંગનું વધતું કલ્ચર :- સેક્સ્યુઅલ પ્લેઝરમાં પ્રયોગોના નામે એક રાત્રિ માટે પોતપોતાની પત્નીઓની અરસ-પરસ બદલી કરવા સ્વૈચ્છિક રીતે તૈયાર થનારા યુગલનું પ્રમાણ અને આવું કલ્ચર અમદાવાદ શહેરમાં લાંબા સમયથી હાઈ-પ્રોફાઈલ વર્ગ પુરતું સીમિત હતું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેનો વ્યાપ વધ્યો છે.
ફાઈવ સ્ટાર હોટેલ્સમાં આવા યુગલો આવી ખાસ પાર્ટી યોજતા હોય છે. એક બાઉલમાં પુરૂષો પોતાની કારની ચાવી એકઠી કરે. પત્નીઓ તે ચાવી એક પછી એક ઉપાડે. જેની ચાવી આવી હોય તે પુરૂષ સાથે નક્કી કરેલા રૂમમાં બંને રાત્રિ વિતાવી સવારે મૂળ પતિ-પત્ની સાથે ઘરે જાય તેવી આખી વ્યવસ્થા ગોઠવાઈ હોય છે.