તમે જે વેફર્સ ખાવો છો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. વેફર્સ ને લઇને એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. વેફર્સ એ ધીમુ ઝેર બનીને તમારા શરીરને નુકસાન પહોંચાડે છે. વેફર્સ ની જાણીતી બ્રાન્ડ ચટપટી વેફર્સ દ્વારા તમને ઝેર પીરસી રહી છે.
કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રીસર્ચ દ્વારા વેફર્સ માં મીઠાનું પ્રમાણ જાણવા માટેનું પરીક્ષણ કરાયું હતું. જેમાં ચોંકાવનારો રિપોર્ટ આવ્યો છે.
CERC દ્વારા હાથ ધરાયેલા પરીક્ષણમાં વેફર્સ ની નવ જાણીતી બ્રાન્ડ નું પરીક્ષણ કરાયું હતું. જે મીઠાનું પ્રમાણ જાણવા માટે કરાયું હતું. WHO ના વૈશ્વિક બેન્ચમાર્ક પ્રમાણે ચટપટા નાસ્તા માં 100 ગ્રામ ની સામે 500 મિલીગ્રામ સોડિયમ હોવું જોઈએ. જ્યારે આઠ બ્રાન્ડમાં આ પ્રમાણ વધુ જોવા મળ્યું હતું.
માત્ર એક જ બ્રાન્ડમાં સોડિયમનું પ્રમાણ વૈશ્વિક બેન્ચમાર્ક કરતા ઓછું મળી આવ્યું હતું. પારલે વેફરમાં વૈશ્વિક બેન્ચમાર્ક કરતા ઓછું સોડિયમ મળી આવ્યું હતું ( 465 મિલિગ્રામ/100ગ્રામ )
અંકલ ચિપ્સ માં સૌથી વધુ સોડિયમનું પ્રમાણ ( 990 મિલિગ્રામ / 100 ગ્રામ ) મળી આવ્યું હતું, સમ્રાટની વેફરમાં ( 902મિલિગ્રામ / 100ગ્રામ ), હલકે ફુલકે માં ( 756 મિલિગ્રામ / 100 ગ્રામ ) , જ્યારે બાલાજીના પેકેજીંગ સોડિયમની માત્રનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.
સોડિયમ નો આ આંકડો વેફર ખાતી દરેક વ્યક્તિ માટે ચેતવણીરૂપ છે. માટે જ ખોરાકમાં જો વધુ પડતા મીઠાનું સેવન કરવામાં આવે તો કઈ સમસ્યાઓ થઈ શકે છે.
એ પણ જાણી લઈએ. ખોરાકમાં વધુ પડતું સોડિયમનું પ્રમાણ લેવામાં આવે તો કિડની સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. ઉપરાંત હ્રદય રોગ પણ થઈ શકે છે. એ નર્વસ સિસ્ટમ પર અસર કરે છે.
વધુ પડતું મીઠા સેવનથી બ્લડ પ્રેસર, પેટનું કૅન્સર , ઓબેસિટી, ભજન વધુ અને દમ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. FSSAI ની ગાઈડલાઈન્સ પ્રમાણે કોઈપણ પ્રોડક્ટમાં 1.5 ગ્રામ / 100ગ્રામ થી વધુ મીઠું ( 600 મિલિગ્રામ સોડિયમ / 100 ગ્રામ ) તો એ મીઠા નું સૌથી ઊંચું પ્રમાણ ધરાવતી પ્રોડક્ટ કહેવાય છે. જ્યારે WHO બેન્ચમાર્ક માં આ પ્રમાણ મહત્તમ 500 મિલિગ્રામ / 100 ગ્રામ હોવું જોઈએ.