વાયરલ તાવથી બચવા માટે તરત જ કરો આ એક ઉપાય, જાણો વાયરલ તાવના લક્ષણો

સ્વાસ્થ્ય

ઋતુ બદલાતા ઘણાં લોકોને શરદી-ખાંસી, વાયરલ ફીવર થઈ જતું હોય છે. વાયરલ તાવ, વાયરલ ઇન્ફેક્શનના લીધે પણ હોઇ શકે છે. વધારે તાવ આવવો એ આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વાયરસ સાથે લડી રહી હોય તેનો સંકેત બતાવે છે. વાયરલ તાવને મલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુથી જુદા પાડવા માટે લોહીની તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે.

આ વાયરલ તાવ કે કોઈ બીમારી માટે દવાઓ લેવા દોડવાની જગ્યાએ ઘરે જ સારો ઉપચાર કરવા જોઈએ. જેનાથી તરત ફાયદો થશે અને તાવ પર જલ્દી ઉતરી જશે. તેના લક્ષણો પણ સામાન્ય તાવ જેવા હોય છે. આજે અમે તમને એના લક્ષણો વિશે જણાવીશું તો ચાલો જણાઈ લઈએ વાયરલ તાવના લક્ષણો વિશે.. તેને ઠીક થવામાં 5-6 દિવસ લાગી જાય છે.

સામાન્ય તાવ કરતાં વાયરલ તાવમાં ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. જો વાયરલ તાવની યોગ્ય સારવાર કરવામાં ન આવે તો ગંભીર પરિણામો ભોગવવાનો વારો આવી શકે છે. ડોક્ટર પાસે જઇને યોગ્ય સારવાર કરાવવી જરૂરી છે. પરંતુ પહેલા આ ઘરેલું ઉપાય અપનાવી શકાય છે.

વાયરલ ફીવરના લક્ષણો :- થાક, મસલ્સમાં અથવા શરીરમાં દુખાવો, હાઈ ફીવર, ખાંસી, સાંધાઓમાં દર્દ, દસ્ત, ત્વચા પર લાલ રેશિઝ, શરદી, ગળામાં દર્દ, માથામાં દર્દ, આંખો લાલ થવી અથવા માથામાં તેજ દુખાવો થવો, ઠંડી લાગવી. ભૂખ ન લાગવી, માથુ ભારે રહેવું અને દુ:ખવું, કમજોરી, ચક્કર વગેરે જેવા લક્ષણો હોઈ શકે છે. વાયરલ તાવ ઘણા બધા અથવા થોડા લક્ષણો લઇને આવે છે.

ઘરેલૂ ઉપાય :- આદુ પણ શરીર માટે ખૂબ લાભકારી હોય છે. તાવમાં આદુનો કાઢો બનાવીને સેવન કરવામાં આવે છે. તાવ આવે ત્યારે સૌથી પહેલાં 2 કપ પાણીમાં એક આદુનો ટુકડો, થોડી હળદર, 4-5 મરીનો પાઉડર અને નાનો ટુકડો ગોળ નાખીને ઉકાળીને એનો ઉકાળો બનાવી લેવો. દિવસમાં 3-4 વાર આ ઉકાળો પીવાથી તાવમાં તરત જ આરામ મળે છે.

આ ઉપરાંત તુલસીનો છોડ પણ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. તુલસીથી ઘરનુ વાતાવરણ સ્વચ્છ  અને શુદ્ધ થાય છે. તુલસીના પાનનો પ્રયોગ કરી તમે તમારા તાવમાં પણ છુટકારો મેળવી શકાય છે.

વાયરલ તાવ હોય તો પાણી વધારે પીવું. વાયરલ તાવ ચેપી હોઇ શકે છે. જે વ્યક્તિ બીમાર હોય, જ્યારે તે છીંકે અથવા થૂંકે તો તેમની છીંક અથવા થૂંકમાં રહેલા વાયરસના સંક્રમણો બીજી વ્યક્તિને ચેપ લગાડે છે, જેથી એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.