વાળને ઘાટા અને લાંબા કરવા માટે વેસેલીન છે બેસ્ટ ઉપાય, આ રીતે કરો એનો ઉપાયો, વાળ બનશે ચમકદાર..

સ્વાસ્થ્ય

દરેક લોકોને લાંબા અને ચમકદાર વાળ પસંદ હોય છે. મહિલાઓ એના વાળની ખુબ્બ જ કાળજી લે છે. આજકાલ તણાવ અને પ્રદુષણ વધવાના કારણે વાળ ખરવાની સમસ્યા ખૂબ જ સામાન્ય થઇ ગઈ છે. સુંદર અને ભરાવદાર વાળ ફક્ત યુવતીઓ જ નહી યુવકોને પણ ગમે છે. દરેક લોકો તેમના ખરતા વાળથી પરેશાન છે.

આમ તો ઘણા બધા બજારની પ્રોડુકટ્સ વાપરીને સુંદર બનાવાની કોશિશ કરતા હોય છે. તેનાથી કોઇ પણ જાતનો ફરક પડતો નથી. વાળ ખરવાની સાથે સાથે પાછા નવા વાળ આવે છે. આ દરેક લોકોની સમસ્યા હોય છે. જે લોકોને વાળ ખરે છે તેને પછા નવા વાળ વધતા નથી, તે નુકશાન કારક ગણવામા આવે છે. વાળ ખરવાના અનેક કારણો છે. આહારમાં પોષક તત્વોનો ઘટાડો અને હોર્મોનના અસંતુલન હોવાને કારણે વાળ પાતળા થઇ જવા સૌથી મોટુ કારણ છે.

વાળને મુલાયમ અને ચમકદાર બનાવવા માટેના ઘણી વસ્તુઓ બજારમા મળે છે. તેની કિંમત ખુબ જ વધારે હોય છે એટલા માટે દરેક વ્યક્તિ તેને ખરીદી શકતા નથી. આજે અમે વેસેલિનનો ઉપયોગ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારા વાળ પણ મુલાયમ અને મજબુત બનશે. આ ઉપાયનો ઉપયોગ તમે ઘરે જ કરી શકો છો.

વેસેલીનનો ઉપયોગ કરવા માટેની સામગ્રી :- વેસેલિન, વિટામિન ઇ કેપ્સુલ, કુંવારપાઠુ.વેસેલિન અને કુંવારપાઠુ સુકા અને બરછડ વાળ માટે ખુબ જ લાભદાયક બને છે. તે વાળને નેચરલી રીતે ટ્રીટ કરે છે. તેનાથી વાળમા ભેજનુ પ્રમાણ વધે છે. તેથી વાળ કુદરતી રીતે મુલાયમ બને છે. તે વાળને મજબુત બનાવીને તેની ચમકમા વધારો કરે છે. વિટામિન ઇ મા વાળને જરૂરિ વિટામિન અને પોષણ હોય છે તેથી વાળને ઘટતા પોષણો મળી રહે છે.

વાળ માટેનો ઉપાય બનાવાની રીત :- એક બાઉલમાં વેસેલિન લેવુ. પછી તેને ગેસ પર મુકવી પરંતુ એક વાતનુ ખાસ ધ્યાન રાખવુ કે તે તપેલી સીધી ગેસ પર ન મુકવી. પહેલા એક મોટી તપેલીમા પાણી ભરીને મુકવું અને પછી તેમા આ તપેલીને પકડીને હલાવતા રહેવુ. આવી રીતે તેને ઓગાળી લેવુ. ઓગળ્યા પછી તેમા કુંવારપાઠુ અને વિટાલિન ઇ ની એક કેપ્સુલ નાખવી. તેને સારી રીતે મિક્સ કરી લેવુ જોઇએ. આમ મિક્સ કરવાથી વેસેલિન પાછુ જામી જશે. એટલા માટે તમે તેને તેવી રીતે અથવા ઓગાળીને ઉપયોગ કરી શકો છો.

આ રીતે કરવો ઉપયોગ :- આ મિશ્રણને રાત્રે ઊંઘતા પહેલા વાળમા અંદર સુધી સરખું લગાવવુ. એ પછ તેને હળવા હાથેથી દસ મિનિટ સુધી માલીસ કરવી જોઇએ. ત્યાર પછી વાળને બાંધીને સુઇ જાવુ. સવારે જાગીને વાળને શેમ્પુ થી સ્વચ્છ પાણી થી સાફ કરી લેવુ. આ રીતે આનો ઉપયોગ તમારે એક અઠવાડીયામાં એક વખત કરવો. આ રીતે થોડા સમય કરવાથી તમારા વાળ સારા બની જાશે.

વેસેલિન તમારા વાળની ત્વચા માટે તો ખુબ જ ફાયદાકારક છે. પરંતુ આપણા વાળ માટે એટલુ જ ફાયદાકારક છે. તમે આનો નિયમિત ઉપયોગ કરશો તો તમારા વાળની બધી જ સમસ્યાઓ દુર થઇ જશે તેમજ તમારા વાળ કુદરતી કાળા અને મુલાયમ બની જશે. તમારા વાળ વેસેલીનથી લાંબા, સિલ્કી અને મજબુત બનશે. તમારા વાળ ખુબ જ સુંદર બની જશે.