વાસ્તુદોષની સૌથી વધારે અસર દાંપત્યજીવન પર પડે છે. જેના કારણે ઝગડા પણ થાય છે. પરંતુ ઘણીવાર ઝઘડા ભયંકર રૂપ પણ લઈ લે છે. ક્યારેક-ક્યારેક આવા મોટો ઝઘડો થાય તો સંબંધ પર તેનો વધારે ગંભીર પ્રભાવ પડતો નથી, પરંતુ જ્યારે આ બધું રોજનું દૃશ્ય બની જાય તો સમજી લો કે, સંબંધનો અંત નજીક છે.
ઘણી વાર આ બધા પાછળ જવાબદાર ઘર ના વાસ્તુ દોષ હોઈ શકે છે, કારણ કે વાસ્તુ દોષ પણ કપલ ના લગ્નજીવન ને પ્રભાવિત કરે છે. તમે ઈચ્છો છો કે તમારો સબંધ હંમેશા મજબુત અને એમાં હંમેશા પ્રેમ નું વાતાવરણ બની રહે તો આજે અમે તમને વાસ્તુ ટીપ્સ જણાવીશું, જેને દરેક કપલે ફોલોવ કરવી જોઈએ.
બેડરૂમમાં લવબર્ડ રાખવા :- એવું માનવામાં આવે છે કે બેડરૂમ માં લવબર્ડ, મૈન્ડરેન ડક જેવા પક્ષી ની નાની મૂર્તિઓ ની જોડી રાખવાથી પણ પતિ પત્ની વચ્ચે નો તનાવ ઓછો થાય છે અને ઘરમાં સકારાત્મકતા નું વાતાવરણ બની રહે છે.
બેડરૂમ ની યોગ્ય દિશા :- યોગ્ય દિશામાં બેડરૂમ ન હોય ત્યારે. પતિ-પત્નીનો બેડરૂમ ઉત્તર-પશ્ચિમ દિશામાં ન હોવો જોઈએ. વાસ્તુ અનુસાર બેડરૂમ નું લોકેશન દક્ષિણ પશ્ચિમ અથવા ઉત્તર પશ્ચિમ દિશામાં હોવું જોઈએ અને એ ખૂણામાં બેડ પણ રાખવો જોઈએ. એનાથી પતિ પત્ની ની વચ્ચે પ્રેમ અને ભરોસો વધશે. પૂર્વોત્તર અને દક્ષિણ-પૂર્વ ખૂણામાં બેડરૂમ ન હોવો જોઈએ. કારણકે એનાથી તનાવ વધે છે.
બેડરૂમ માં રોશની :- બેડરૂમ માં પ્રકાશની વ્યવસ્થા એવી હોવી જોઈએ, જેનાથી પલંગ પર સીધી સુરજની રોશની ન પડે, કારણ કે આ પતિ પત્ની ની વચ્ચે તનાવ વધારવાનું કામ કરે છે. બેડરૂમ માં રોશની હંમેશા પાછળ અથવા ડાબી તરફથી આવવી જોઈએ. બેડ બેડરૂમ ના દરવાજા ની પાસે ન રાખવો જોઈએ, જો ત્યાં રાખવામાં આવે તો અશાંતિ નું વાતાવરણ બની રહેશે.
રાધાકૃષ્ણની તસ્વીર :- જો તમારા બંને વચ્ચે વાત વાત પર લડાઈ ઝગડો અથવા સબંધ માં તનાવ બની રહેતો હોય તો તમારા બેડરૂમ માં રાધાકૃષ્ણ ની પેન્ટિંગ અથવા મૂર્તિ રાખવી, કારણ કે આ પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. જે પ્રકારે રાધાકૃષ્ણ માં પ્રેમ હતો, તમારો પ્રેમ પણ એના પ્રેમની જેમ વધતો જાય છે.
ડ્રેસિંગ ટેબલની દિશા :- બેડરૂમ માં ડ્રેસિંગ ટેબલ ક્યારેય પણ બારી ની સામે ન રાખવું, કારણ કે બારી માંથી આવનારી લાઈટ પરાવર્તિત થવાથી તમને પરેશાની થશે. ધ્યાન રાખવું કે અરીસો પણ બેડ ની એકદમ સામે ન હોવો જોઈએ, કારણ કે પલંગ ની સામે અરીસો હશે તો તમે હંમેશા તનાવ માં રહેશો અને સબંધ માં કડવાશ બની રહેશે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment