ઘણીવાર ઘરમાં વાસ્તુ દોષને કારણે મન અશાંત રહે છે. આ કારણ છે કે ઘરની વસ્તુઓની જાળવણીમાં પણ ક્યાંક વાસ્તુ સાથે સંકળાયેલી હોય છે.ત્યારે કેટલાક લોકો ને પૈસાની ચિંતા હોય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ જે ઘરના વાસ્તુ દોષને કારણે હોય શકે છે.
જો તમે ઘરની વાસ્તુ ખામી થી છૂટકારો મેળવવા અને પૈસા સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવવા માંગો છો તો વાસ્તુ મુજબ આ વસ્તુઓ ઘરમાં રાખવી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જાણો આ વસ્તુઓ જે ઘરના વાસ્તુ દોષોને કરે છે દૂર અને તેનાથી ઘર હંમેશા પૈસાથી ભરેલું રહે છે. કુબેર અને લક્ષ્મીજી ની પ્રતિમા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર લગાવવું જોઈએ
વાસ્તુ શાસ્ત્ર મુજબ જો તમારા ઘરમાં વાસ્તુ ખામી હોય તો તેને દૂર કરવા માટે ઘરના મુખ્ય દ્વાર પર જો લક્ષ્મીજી અને કુબેરની મૂર્તિ મૂકો છો. તો બંને ની તસવીર મુકવાથી ઘરમાં ક્યારેય પૈસાની તંગી રહેતી નથી. ઈશાન કોણ વાસ્તુ પુરૂષનુ મસ્તિષ્ક હોય છે. તેથી આ ખૂણાના દોષનુ નિવારણ કરવાથી ઘરના વાસ્તુદોષ નુ નિવારણ થઈ જાય છે.
ઈશાન ખૂણો :- જો ઈશાન ખૂણો કપાયેલો છે તો ઈશાન ખૂણા ની દિવાલ પર બૃહસ્પતિદેવ પોતાના ગુરૂ કે બ્રહ્મનુ ચિત્ર જરૂર લગાવવુ જોઈએ. સાથે જ સાધુ પુરૂષોને ચણા ના લોટ થી બનેલી બરફી કે લાડુનો પ્રસાદ ચીની માટીના પાત્રમાં જળમાં ફુલની પાંખડીઓ નાખીને મુકી શકાય છે. તેનાથી પણ ઈશાન ખૂણાનો વાસ્તુદોષ દુર થઈ જાય છે.
ઘરમાં વાસ્તુદેવતાની મૂર્તિ રાખો :- વાસ્તુ શાસ્ત્ર મુજબ, જો કોઈના ઘરમાં વાસ્તુ દોષ હોય તો તેઓએ વાસ્તુદેવતાની મૂર્તિ તેમના ઘરમાં રાખવી જોઇએ. આમ કરવાથી ઘરની આર્કિટેક્ચરલ ખામી દૂર થશે અને ઘરમાં પૈસાની કમી ક્યારેય આવતી નથી.
ધાતુનો કાચબો : વાસ્તુ મુજબ ઘરમાં ધાતુના કાચબા અથવા માછલી રાખવી તે ખુબ જ શુભ માનવામાં આવે છે. આ રાખવાથી ઘરની બધી સમસ્યાઓનો અંત આવે છે.
ક્રિસ્ટલ પિરામિડ : વાસ્તુ શાસ્ત્ર મુજબ ક્રિસ્ટલ પિરામિડ ઘરમાં રાખવાથી ઘર માં પૈસાની બરકત કરે છે. આ પિરામિડ ઘરના તે ભાગમાં રાખો જ્યાં પરિવારના મહત્તમ સભ્યો એક સાથે બેસતા હોય.
જો પૂર્વ દિશા કપાયેલી છે તો પૂર્વ દિશા ની દિવાલ પર એક મોટો કાચ લગાવો. ઘરની પૂર્વ દિશામાં સાત ઘોડા પર સવાર સૂર્ય દેવનુ ચિત્ર લગાવવાથી પણ આ દોષ સમાપ્ત થઈ જાય છે.
સૂર્યોદયના સમયે ગાયત્રીમંત્ર સાત વાર બોલીને સૂર્ય ભગવાનને જળ અર્પિત કરવાથી પણ વસ્તુ દોષ સમાપ્ત થાય જોઈએ. સ્વસ્તિક અને શુભ-લાભ ગણેશજીને અત્યંત પ્રિય હોય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ સ્વસ્તિક નું ચિહ્ન ઘરના મુખ્ય દ્વાર ની ડાબી તરફ શુભ-લાભના પ્રતિક લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. ધન-સંપત્તિ વધે છે.