દરેક લોકોના શોખ અને આદતો ખુબજ જુદા જુદા હોય છે. ઘણા લોકો ણે ભાત ભાત ના પશુ પક્ષીઓ રાખવાનો શોખ હોય છે તો ઘણા લોકો ણે ફૂલ છોડ રાખવાનો. આજે અમે કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું જે વાસ્તુ અનુસાર ઘરમાં રાખવી યોગ્ય છે કે નહિ તે જાણીએ. આપણે સૌ જાણીએ છીએ કે, હિન્દૂ ધર્મમાં વાસ્તુશાસ્ત્રને અધિક મહત્વ આપવામાં આવ્યું છે.
માન્યતા છે કે ઘરમાં બધી વસ્તુ વાસ્તુશાસ્ત્ર મુજબ ના હોય યો ઘરમાં અશાંતિ, દરિદ્રતા અને દુઃખ જેવી વસ્તુનો સામનો કરવો પડે છે. વાસ્તુના નિયમ પાડવા પર સુખ, શાંતિ અને ધન લાભ થાય છે. આજે અમે તમને એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમારે ભૂલથી પણ ઘરમાં ના રાખવી જોઈએ.
૧. મધમાખી આમ પણ ખુવ્જ ખતરનાક જીવ છે. તેથી ઘરમાં ક્યારે પણ મધપૂડો પણ રાખવો જોઈએ નહીં. જો હોય તો તેને હટાવી દેવો જોઈએ. વાસ્તુ અનુસાર જે ઘરમાં હોય છે ત્યાં દુર્ઘટના વધવાના ચાન્સ વધી જાય છે.
૨. વાસ્તુ શાસ્ત્ર મુજબ તૂટેલા કાચને તુરંત જ ઘરમાંથી કાઢી નાખવો જોઈએ. જેનાથી ઘરમાં નેગેટિવિટી આવે છે. જેના કારણે તમે કોઈ કામ કરો છો તે પૂર્ણ થાય છે.
૩. ભગવાનને વસી ફૂલ થી નફરત છે તેથી પૂજા ઘરમાં કયારે પણ વાસી ફૂલ વધુ સમય સુધી રાખવા ના જોઈએ. ત્યાં ફક્ત તાજા ફૂલ જ રાખો. વાસી ફુલોને ક્યાંક બીજી જગ્યા પર રાખો અથવા ઘરથી બહાર રાખો. આ ના કરવાથી ભગવાન નારાજ થઇ જાય છે.
૪. વાસ્તુ અનુસાર ઘરમાં ચામાચિડિયાનું આગમન પણ વાસ્તુ વિજ્ઞાનમાં અશુભ માનવામાં આવે છે. ઘરમાં ચામાચીડિયું આવવાથી પરિવાર તૂટવા લાગ છે. બધા લોકો તમને છોડીને જતા રહે છે. ઘણી ખરાબ વસ્તુ થાય છે. તેથી કોશિશ કરો કે ચામાચીડિયાને ઘરમાં ઘુસવા ના દો.
૫. ઘરને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. કરોળિયાનું જાળું પણ એવી વસ્તુ છે જેને ઘરમાં બનવા દેવી ના જોઈએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ કરોળિયાના જાળુંથી પરિવારમાં પરેશાનીઓ વધવા લાગે છે. જેનાથી કયારે પણ ધન લાભ નથી થતો.
૬. રાત્રીના વાસણ સાફ કરીને સુવું. રાતે રસોડામાં એઠા વાસણના રાખવા જોઈએ. જેનાથી ઘરમાં બરકત ઓછી થવા લાગે છે.
૭. બંધ પડી ગયેલ બલ્બ દુર કરવા. જો તમારા ઘરમાં કોઈ વીજળીની ખરાબ વસ્તુ પડી હોય તો તુરંત જ હટાવી એવી જોઈએ. આ વસ્તુઓ ઘરમાં ખુશીને રોકી રાખે છે.
૮. ઘરમાં નિયમિત કચરા પોતા કરવા. ઘરમાં ધૂળ અને ગંદકીને એકઠું ના થવા દો, તેનાથી ઘરમાં લક્ષ્મી પ્રવેશ નથી કરતી.
૯. ઘણા લોકોને આદત હોય છે કે કબાટની છત પર વધારાનો સમાન રાખી દે છે. વાસ્તુ અનુસાર આ અશુભ હોય છે. જેનાથી નકારાત્મક ઉર્જા નીકળે છે જેનાથી ઘર માટે હાનીકારક હોય છે.
૧૦. કબુતર ખુબજ શાંત પક્ષી છે. પરંતુ ઘરમાં ક્યારે પણ કબૂતરનો માળો ના રાખવો જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં તેને અશુભ માનવામાં આવે છે. જેનાથી ઘરમાં કબૂતરનો માળો હોય છે તેના ઘરમાં મોટી મુસીબત આવી શકે છે.