આ વર્ષે 2021માં હિન્દુ પંચાંગની અનુસાર વસંત નો તહેવાર 16 ફેબ્રુઆરી ના દિવસે ઉજવવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ દિવસે મા માસ ની શુક્લ પક્ષની પંચમી તિથિ પણ છે. મા માસની શુકલની પંચમી તિથિ ને દિવસે જ વસંત પંચમી નો તહેવાર ઉજવવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસ થી ગરમીની શરૂઆત થઈ જાય છે.
દેવી સરસ્વતીને જ્ઞાનની દેવી માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જ્ઞાનને એવી રોશની બતાવવામાં આવી છે જે દરેક પ્રકારના અંધારાને દૂર કરવામા કારગર સાબિત થાય છે. તમને જણાવી દઈએ કે વસંત પંચમીના દિવસે શુભ કાર્ય કરવામાં આવે છે. આ દિવસને વિદ્યા આરંભ માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે.
વસંત પંચમીના દિવસે આ વાતોનું ખૂબ ધ્યાન રાખો :- હિન્દુ ધર્મમાં વસંત પાંચમી અથવા શ્રી પંચમીના દિવસે મા સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે. શાસ્ત્રો માં જણાવ્યા મુજબ માન્યતા છે કે આ દિવસે દેવી સરસ્વતી પ્રગટ થયા હતા. એટલા માટે હિંદુ આ તહેવારને બીજા અન્ય તહેવાર ની જેમજ વિશેષ મહત્વ આપે છે.
આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવા નું ખૂબ સારું અને લાભદાયક જણાવવામાં આવ્યું છે. તેની સાથે જ કેટલીક એવી વસ્તુઓ પણ છે જેને લઇને આપણે ખૂબ જ સાવધાની વરતવી જોઈએ. આજે અમે તમને તેવી બાબતો વિશે જણાવીશું કે વસંત પંચમીના દિવસે શું ના કરવું જોઈએ.
ભૂલથી પણ ન કરવું જોઈએ આ કામ નહિંતર દેવી માં સરસ્વતી થઈ જાય છે નારાજ :- શાસ્ત્રો મુજબ આ દિવસે તમે ભૂલથી અથવા અજાણ્યા પણ કાળા રંગના કપડા ન પહેરવા જોઈએ. આ દિવસે દેવીની પૂજા નું ખુબ મહત્વ હોય છે. તેની સાથે જ પોતાના ગુરુ અને પોતાની શિક્ષા નું કોઈપણ પ્રકારે તેનો અનાદર ન કરવું જોઈએ. નહીંતર તેના ગંભીર પરિણામો આવી શકે છે.
વસંત પંચમીના પર્વને હરિયાળી નો પર્વ પણ કહેવામાં આવે છે. એટલા માટે આ દિવસે ધ્યાન રાખો કે તમારા થી કે તમારા કોઈ નજીક ના લોકોથી ઝાડ અથવા પાનને કોઇ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે. તેની સાથે ધ્યાન રાખો કે આ દિવસે તમે તમારા પરિવાર ના કોઈપણ સદસ્યો સાથે લડાઈ માં ન પડો. તેનાથી પણ સરસ્વતી માં નારાજ થઈ જાય છે.
વસંત પંચમીના દિવસે મા સરસ્વતીની પૂજા અર્ચના કરવા નું ખૂબ શુભ માનવામાં આવે છે. જો તમે આ દિવસે પૂજા નથી કરતા અથવા નથી કરી શકતા, તો ભૂલથી પણ આ દિવસે તામસિક ભોજન ના કરો. સાથે જ માસ મદિરા થી પણ દૂર રહો. આ બધાની સાથે વસંત પંચમીના દિવસે બ્રહ્મચર્યનું પણ પાલન કરો.
વસંત પંચમીના દિવસે પીળા રંગનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. આ દિવસે લોકો પીળા રંગના કપડાં પહેરે છે. પીળા રંગને ઉત્સાહ અને ઉલ્લાસ નો રંગ માનવામાં આવે છે. વસંત ઋતુ ને દરેક ઋતુ ઓમાં સૌથી વિશેષ માનવામાં આવી છે. તમને જણાવી દઈએ કે વસંત ઋતુ માં ધરતી ની ઉર્વરા શક્તિ માં પણ વૃદ્ધિ થાય છે. આ દરમ્યાન સરસવ ની ફસલ થી ખેતરો પણ લહેરાવા લાગે છે. તેના પીળા ફૂલો દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે.