જાણો ક્યારે છે વસંત પંચમી, પૂજા નું શુભ મુહૂર્ત, વિધિ અને મહત્વ

ધાર્મિક

હિંદુ કેલેન્ડરની મુજબ મહા માસમાં શુક્લ પક્ષના પાંચમા દિવસે વસંત પંચમી મનાવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ દિવસને ખૂબ શુભ માનવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૧ માં મનાવવામાં આવશે.

માન્યતા એવી છે કે આ દિવસે મા સરસ્વતીની પૂજા કરવાથી વિદ્યા અને બુદ્ધિનું વરદાન પ્રાપ્ત થાય છે. એવું પણ કહેવામાં આવે છે કે આ દિવસ થી વસંત ઋતુની શરૂઆત પણ થાય છે. વસંત પંચમીના દિવસે નવા કાર્ય કરવાની શરૂઆત ખૂબ શુભ માનવામાં આવે છે

વસંત પાંચમી 2011 ના શુભ મુહૂર્તો :- ૧૬ ફેબ્રુઆરીના સવારે ૩ વાગ્યાથી ૩૬મિનિટ સુધી,… ૧૬ ફેબ્રુઆરી ના સવારે પાંચ વાગ્યાથી ૪૬ મિનિટ સુધી વસંતપંચમીનો દિવસ

દેવી સરસ્વતીની પૂજા વિધિ :- આ દિવસે સવારે સ્નાન કર્યા પછી સફેદ અને પીળા વસ્ત્રો ધારણ કરી વિધિપૂર્વક  કળશ ની સ્થાપના કરવી. સફેદ ફૂલ માળા ની સાથે માતાને સિંદૂર અને અન્ય શૃંગાર ની વસ્તુઓ પણ અર્પણ કરો. વસંત પંચમીના દિવસે માતાના ચરણોમાં ગુલાબ પણ અર્પિત કરવાનું વિધાન છે.

પ્રસાદમાં માને પીળા રંગની મિઠાઈ અથવા ખીર નો થાળ અર્પણ કરવો પૂજા દરમિયાન ‘ॐ ऐं सरसवत्यै नमः’ મંત્રનો જાપ કરો. મા સરસ્વતી નું બીજ મંત્ર ‘ऐं’ છે. જેના ઉચ્ચારણ માત્રથી જ બુદ્ધિ વિકસિત થાય છે.

માં સરસ્વતી ને વસંત પંચમીના દિવસે આ વસ્તુઓ અર્પણ કરો :- વસંત પંચમીના દિવસે પીળા રંગ ને સૌથી વધારે મહત્ત્વ આપવામાં આવે છે. આ રંગ મા સરસ્વતીને ખૂબ પ્રિય છે. એટલા માટે આ દિવસે વિદ્યાની દેવી ને પીળા રંગનાં વસ્ત્ર અર્પણ કરવા જોઇએ.

મા સરસ્વતીને કેસર અને પીળા ચંદનનું તિલક કરવું જોઈએ  વસંત પંચમી ના શુભ દિવસે પીળા રંગના પુષ્પ મા સરસ્વતી ને ચડાવવા જોઈએ. જ્ઞાનની દેવી મા સરસ્વતી ને પીળા રંગની મિઠાઈ ભોગ લગાવવો.

વસંત પંચમી નું મહત્વ :- વસંત પંચમીને દરેક શુભ કાર્ય માટે ખૂબ જ શુભ મુહૂર્ત  માનવામાં આવે છે. મુખ્ય રૂપે વિદ્યા નો આરંભ, નવી વિદ્યા પ્રાપ્તિ તથા ગૃહ પ્રવેશ માટે વસંત પંચમી ને પુરાણોમાં ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. વસંત પંચમી એ દેવી સરસ્વતીનો દિવસ હોય છે. જેથી વસંત પંચમીના દિવસે નાના બાળકોને અક્ષરજ્ઞાન કરાવવામાં આવે છે.

શાળા તથા વિદ્યાલયમાં મા સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે. તથા જ્ઞાન વૃદ્ધિ ની મનોકામના પણ કરવામાં આવે છે. તેમજ ગુરુદ્વારામાં આ દિવસે રાગ વસંત માં ગુરુ વાણી ના કીર્તન દ્વારા શ્રધ્ધાળુઓમાં ભાવના જાગૃત કરવામાં આવે છે.