વારેવારે લિપ બામ લગાવવાથી હોઠને પહોંચે છે નુકસાન લિપ બામ ની જગ્યાએ ઉપયોગ કરો આ વસ્તુઓનો

સ્વાસ્થ્ય

હોટ અને મુલાયમ અને સુંદર બનાવવા માટે લોકો લિપ બામ નો ઉપયોગ કરતા હોય છે પરંતુ વારેવારે લિપ બામ હોઠ પર લગાવવાથી સ્વાસ્થ્યને હોઠ ને નુકસાન પહોંચે છે કારણકે લિપ બામ ને બનાવવામાં ઘણા કેમિકલ્સનો ઉપયોગ થતો હોય છે જે હોઠ અને સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે,

આટલું જ નહીં ઘણા લિપ બામ માં એવા ખતરનાક તત્વ પણ મેળવવામાં આવે છે જે કેન્સરનું કારણ બને છે એટલા માટે તમારા હોઠને મુલાયમ અને સુંદર બનાવવા માટે લિપ બામ નો ઉપયોગ કરવાને બદલે આ ઘરેલું ઉપાયો કરી શકો છો… આવી રીતે કરો હોઠોની સાર સંભાળ…

પાણી વધારે પીવો :- જે લોકો ઓછું પાણી પીવે છે તેમના હોઠ પર તેમની ખરાબ અસર પડે છે અને હોઠ ફાટવા લાગે છે એટલા માટે તમે ઓછું પાણી ન આપ્યો અને દિવસમાં ઓછામાં ઓછા આઠ ગ્લાસ પાણી પીવો પાણી પીવાથી હોઠ ફાટતા નથી અને મુલાયમ બની રહે છે..માછલી ખાઓ માછલી ખાવાથી શરીરમાં ઓમેગા-૩ ફેટી એસિડની ઊણપ નથી થતી.

સામાન્ય રીતે ઓમેગા-૩ ફેટી એસિડ ત્વચાને હાઈડ્રેટ રાખે છે એટલા માટે તમે માછલી જરૂરથી ખાઓ જે લોકો માછલી ખાવાનુ પસંદ નથી કરતા તે માછલીના તેલ ની કેપ્સુલ નું સેવન કરી શકે છે. ઘી લગાવો જે લોકોને મુલાયમ અને ગુલાબી હોઠ જોઈએ તે લોકો ઘીનો ઉપયોગ કરી શકે છે અને રોજ રાત્રે સૂતી સમયે પોતાના હોઠ પર ઘીથી માલિશ કરી શકે છે.

ઘી લગાવવાથી એકદમ મુલાયમ થઈ જશે અને બિલકુલ નહીં ખાટે દેશી કે ની જગ્યાએ તમે ઈચ્છો તો બદામ અથવા જોજોબા ઓઈલ નો ઉપયોગ કરી શકો છો. નાભિ પર લગાવો તેલ હોઠ ને મુલાયમ અને સુંદર રાખવા માટે તમે તમારી નાતી પર રોજ રાત્રે સૂતી વખતે સરસવનું તેલ લગાવો.

સરસવનું તેલ લગાવવાથી હોઠ ફાટતા નથી અને મુલાયમ બની રહે છે. કરો હોઠ નું સ્ક્રબ હોઠને અઠવાડિયામાં એક દિવસ સ્ક્રબ જરૂર કરવું જોઈએ. સ્ક્રબ કરવાથી હોઠ મુલાયમ બની જાય છે અને હોઠ પર જામેલી ડેડ સ્કીન સાફ થઈ જાય છે. હોઠને સ્ક્રબ કરવા માટે ખાંડ ને હળવી પીસી લો. ત્યારબાદ તેમાં થોડુંક નાળિયેર તેલ ભેળવી દો.

આ સ્ક્રબ ને હોઠ પર હળવા હાથે થી મસાજ કરો. થોડીવાર તેને હોઠ પર લગાવ્યા પછી હોઠ ને પાણીની મદદથી સાફ કરી દો. આવું કરવાથી હોઠ એકદમ ગુલાબી લાગવા લાગશે અને મુલાયમ બની જશે.

આટલી વાતોનુ રાખો ધ્યાન :- વધારે સમય સુધી લિપસ્ટિક ન લગાવો. મહિલાઓનો શૃંગાર લિપસ્ટિક વિના અધુરો રહે છે. અને લગભગ દરેક મહિલાઓ પોતાના હોઠ પર લિપસ્ટિક લગાવે છે. પરંતુ વધારે સમય સુધી લિપસ્ટિક લગાવી રાખવાથી હોઠની ત્વચાને નુકસાન પહોંચે છે. એટલા માટે વધારે સમય સુધી લિપસ્ટિક ન લગાવી રાખો અને માત્ર સારી કંપનીની લિપસ્ટિક નો ઉપયોગ કરવો જોઇએ.

હોઠને ચાવો નહીં :- ઘણા લોકોને હોઠ ચાવવાની આદત હોય છે, જે બરાબર નથી. હોઠ ચાવવાથી ત્વચા પર ખરાબ અસર પડે છે. અને ઘણીવાર હોઠ માંથી લોહી પણ આવવા લાગે છે. એટલા માટે ક્યારેય પણ તમારે તમારા હોઠની ત્વચા ને ચાવવી જોઈએ નહીં.