વરિયાળીના ફાયદા તો આપણે જાણીએ જ છીએ. વરીયાળી ની તાસીર ખુબ જ ઠંડી હોય છે. મોટા ભાગના લોકો શરીરને ગરમીથી બચાવવા માટે વરીયાળીનું સેવન કરતા હોય છે. વરીયાળી આપણે ઘણી રીતે ઉપયોગ માં લઈએ છીએ. ખાવામાં મસાલા તરીકે વરિયાળીનો ખુબ ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગે લોકો વરિયાળીને માઉથ ફ્રેશનર તરીકે વાપરે છે.
વરિયાળી ચાવવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે પણ તેના બીજા ઘણા ફાયદા છે. વરિયાળી ઔષધિ ગુણથી ભરપૂર છે. તેને જમ્યા પછી ખાવાથી ભોજન પચવામાં આસાની રહે છે. પરંતુ શું તમે જાણો છો કે વરિયાળીનું પાણી પીવાથી વરિયાળી ચાવવા કરતા પણ વધારે ફાયદા મળે છે. જે તમને બીજા ઘણા ફાયદા કરાવી શકે છે.
વરિયાળીના પાણીમાં પોષકતત્વો ભરપૂર માત્રામાં હોય છે. તેના સેવનથી કબજિયાત, એસીડીટી, ગેસની સમસ્યા, ગભરામણ થવી, ઉલટી જેવી સમસ્યામાંથી રાહત મળે છે. આજે અમે તમને વરિયાળીના પાણી પીવાથી થતા ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણી લઈએ વરીયાળીનું પાણી પીવાથી ક્યાં ક્યાં લાભ મળે છે.
ચરબીમાં થાય છે ઘટાડો :- સવારે ખાલી પેટે વરિયાળીના પાણીનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તે મેટાબોલિઝમ વધારે છે, જે ચરબી ઘટાડવામાં મદદ કરે છે. તેના માટે આખી રાત વરિયાળી પાણીમાં પલાળી રાખવી અને સવારે તેના પાણીનું સેવન કરવું. નિયમિત આવું કરવાથી ખુબ જ જલ્દી ફરક જોવા મળશે..
માસિકસ્ત્રાવની સમસ્યા માટે ફાયદાકારક :- દર મહિને છોકરીઓને માસિકસ્ત્રાવની સમસ્યામાંથી પસાર થવું પડે છે પણ તેના માટે દર વખતે દવાઓનું સેવન યોગ્ય નથી. વરિયાળીનું પાણી પીવાથી પેઢામાં થતા દુઃખાવા અને ઉલ્ટીની સમસ્યામાં રાહત મળે છે. આ સમસ્યા માંથી રાહત મેળવવા માટે વરિયાળીનું પાણી લાભદાયી હોય છે.
બ્લડશુગરને રાખે છે નિયંત્રણ :- વરિયાળીના પાણીમાં આયરનનું પ્રમાણ ભરપૂર હોય છે. એમાં પોટેશિયમની માત્રા પણ ભરપૂર હોય છે, જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. બાંગ્લાદેશમાં થયેલા અભ્યાસ પ્રમાણે વરિયાળીના પાણીનું નિશ્ચિત સેવન દવાઓની સરખામણીમાં પણ બ્લડ સુગર નિયંત્રણ કરવામાં મદદ કરે છે.
શરીરની ગંદકી કરે છે સાફ :- પેટ સંબંધિત સમસ્યાઓમાં વરિયાળીનું પાણી ખૂબ જ ફાયદો અપાવે છે. વરિયાળીનું પાણી મૂત્રવર્ધક હોય છે. તેમાં ફાઈબર પણ સારી માત્રામાં જોવા મળે છે. તેનાથી શરીરના વિષાક્ત પદાર્થ બહાર નીકળી જાય છે અને શરીરની ગંદકી અને લોહી સાફ થાય છે.