વજનમાં ઘટાડો કરવા માટે કરો ફક્ત આ કામ, અઠવાડિયામાં ૨-૩ કિલો વજન થઇ જશે ઓછું

સ્વાસ્થ્ય

આજકાલ બદલાતી જીવનશૈલી ના કારણે દરેક લોકોના જીવનમાં ઘણા ફેરફાર થતા જોવા મળે છે. ઘણા લોકોને વજન વધવાની સમસ્યા રહતી હોય છે. મોટાપા ને કારણે શરીરમાં પણ ઘણી બીમારીઓ થાય છે. વજન ઘટાડવા માટે ઘણા લોકો અનેક પ્રકારની પ્રોડક્ટ નો ઉપયોગ કરે છે. મોટાપાથી પરેશાન લોકો પાતળા થવા અને ચરબી ઉતારવા માટે અનેક વસ્તુઓ કરતા હોય છે. મોટાપો ઘટાડવાની સાથે અનેક રીતે કારગર સાબિત થાય તેવું છે.

હેલ્થ એક્સપર્ટ મુજબ, ઠંડીમાં અમુક વસ્તુઓ ફક્ત વજન જ નહી પરંતુ પેટની ચરબી ને ઘટાડવામાં પણ બહુજ કારગર છે. તમારું વજન પણ વધારે હોય તો તેની નજર અંદાજ ના કરો અને તમારા વજનને કોઈપણ સંજોગોમાં ઓછું કરવું. વજન ઓછું કરવું મુશ્કેલ તો નથી જો તમે ડાયટ પર ધ્યાન આપો તો એક મહિનાની અંદર તમારું વજન ઓછું કરી શકાય છે.

આ ચીજોનું ના કરવું સેવન :- જો તમે એક મહિનાની અંદર તમારું વજન ઓછું કરવા માંગો છો તો નીચે જણાવેલી ચીજનું સેવન કરવું નહીં. તળેલા ખોરાકથી દૂર રહેવું, બટાકા નું સેવન બંધ કરી દેવુ, મીઠું ના ખાવું, બહારનો ખોરાક ઓછો કરી દેવો, ડ્રિંક કરવું નહીં, ચોખાનો ઉપયોગ ના કરવો કારણ કે ચોખા ખાવાથી પેટ વધી જાય છે અને ભૂખ વધારે લાગે છે.

વજન ઓછું કરવાના સરળ ઉપાય :- વજન ઓછું કરવાના સરળ ઉપાયો જણાવીશું જેની મદદથી તમે મહિનાના ત્રણ થી ચાર કિલો સુધી વજન ઓછું કરી શકો છો. આ ઉપાયથી તમારે રાતનુ ભોજન બંધ કરી દેવુ. રાત્રે ભોજન ના કરવાથી તમારું વજન સરળતાથી ઓછું થઈ જશે વજન ઓછું કરવાના હેતુથી તમે માત્ર નાસ્તો અને બપોરે ભોજન કરવું.

મેથીના દાણા :- શિયાળાની ઋતુમાં વજન ઘટાડવા માટે મેથીના દાણા કોઈ અસરકારક દવા કરતાં ઓછા નથી. મેથીના દાણા લોહીમાં સુગર લેવલને અંકુશમાં રાખે છે અને ઇન્સ્યુલિનના સ્ત્રાવને વધારે છે. આ ફક્ત તમારી મેટાબોલિઝમ સિસ્ટમને સારી સ્થિતિમાં રાખે છે, પરંતુ તેમાં જોવા મળતો ગ્લાકટોમનન ભૂખને કાબૂમાં રાખવામાં મદદગાર છે.

નાસ્તામાં કરવું આ વસ્તુનું સેવન :- તમે સવારે ઊઠીને સૌથી પહેલા નવશેકુ પાણી અને તેની અંદર મધ નાખીને તે પાણીને પીવું અને તેના અડધા કલાક પછી એક ઈંડુ અને દૂધ કે ફળ ખાઈ લેવું ત્યારબાદ કોઈપણ ચીજ વસ્તુઓનું સેવન ના કરવુ.

બપોરનું ભોજન :- બપોરે તમે ભોજનમાં ૩ રોટલી, સબ્જી અને એક કટોરી દાળ ખાવી. દાળની અંદર તમે ઘી પણ નાખી શકો છો. તે ઉપરાંત તમે દહીં રોટલી પણ ખાઈ શકો છો. બપોરના ખોરાક લીધા પછી ત્રણ કલાક પછી તમે કોઈ ફળ અથવા જ્યુસ પી લેવો અને રાત્રે કોઈપણ ચીજ વસ્તુઓનું સેવન કરવું નહીં.

સાંજનું ભોજન :- જો તમને રાત્રે ભૂખ લાગે તો તમે મલાઈ વગરનું દૂધ પણ પી શકો છો. દૂધમાં ખાંડની જગ્યાએ મધનો ઉપયોગ કરવો કારણ કે ખાંડથી સ્થૂળતા વધી જાય છે. દૂધ ઉપરાંત તમે રાત્રે મગદાળનું પાણી પણ પી શકો છો. મગદાળનાં પાણીમાં તાકાત હોય છે અને તેને પીવાથી શરીરમાં કમજોરી મહેસૂસ નથી થતી.

આ ચીજોનું ધ્યાન રાખવું :- વજન ઓછું કરવા માટે દરરોજ યોગા કરવા યોગા કરવાથી પણ વજન ઓછો થઈ જાય છે, ગ્રીન ટીને વજન ઓછું કરવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે તેથી દરરોજ એક કપ ગ્રીન ટી પી શકો છો, દિવસમાં ઓછામાં ઓછું 20 મિનિટ સુધી વોકિંગ કરવું, લિફ્ટની જગ્યાએ સીડી ચડવી અને ઉતરવી, માત્ર ફાઇબર યુક્ત આહાર લેવો કેમકે ફાઈબરયુક્ત આહાર લેવાથી ભૂખ વધારે નથી લાગતી, પાણીની હંમેશા ગરમ કરીને પીવું એવું કરવાથી ચરબી ઓછી થઈ જાય છે.