આ દુનિયામાં એવું કોઈ નહિ હોય જેને કોઈ બીમારીઓ નહિ હોય. આજકાલ દરેક લોકોને કોઈ ને કોઈ દુખાવો થતો જ હોય છે જેના માટે તેઓ દુખાવાની દવા લઇ લે છે. પરંતુ શું તમે જાણો છો કે વધારે પડતી દુખાવાની દવાનું સેવન કરવાથી શરીર માં ઘણા નુકશાન થાય છે.
આ વધી રહેલા પ્રદુષણ ના કારને પણ વ્યક્તિઓના શરીરમાં નાની મોટી બીમારીઓ દરરોજ ઉભી હોય છે. કેટલાક લોકો આવી સમસ્યાઓમાં પણ પેનકિલરનું સેવન કરતાં હોય છે. ઘણા લોકો વારંવાર માથાના દુખાવાની દવાનું સેવન કરતા હોય છે. જે ખુબ જ નુકશાનકારક હોય છે.
મોટાભાગે લોકોના શરીરમાં માથાના દુખાવો, સાંધાનો દુખાવો, પેટમાં દુખાવા જેવી સ્વાસ્થ્ય ને લગતી સમસ્યાઓ ખૂબ જ સામાન્ય રીતે જોવા મળે છે. સામાન્ય રીતે લોકોમાં આવો દુખાવો સહન કરવાની શક્તિ પણ ઓછી થઇ રહી છે, જેના કારણે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો હંમેશા પેનકિલરની ગોળીઓ લેતા હોય છે.
આ પેનકિલર થોડા જ સમયમાં લોકોના દુખાવાને તો દુર કરે છે પરંતુ આ દવાના વધારે પડતા સેવેનથી આડ અસરો પણ થઇ શકે છે. એટલા માટે જેમ બને તેમ આવી દવાઓ થી દુર રહેવું જ સારું માનવામાં આવે છે. આજે અમે તમને જણાવી દઈએ કે વધારે પડતા સેવેનથી શરીરમાં કઈ કઈ પ્રકારની આડ અસરો જોવા મળે છે.
બ્લડપ્રેશરની સમસ્યા :- વધારે પડતી પેનકિલરની દવાના સેવનથી બ્લડપ્રેશર જેવી સમસ્યાઓ થઇ શકે છે. આ ઉપરાંત હાડકાને પણ નુકસાન થઇ શકે છે, તમારા હાડકાં નબળાં પડી જાય છે. આવી દવાઓ થી આપણા શરીર નો દુખાવો તો તરત દુર થઇ જાય છે, જેથી આપણને ખુબજ રાહત મળે છે પરંતુ સામે ની બાજુ એ આપણને ડબલ નુકશાન કરે છે.
કિડનીની સમસ્યા :- કેટલાક લોકો નાની બીમારીઓમાં પણ પેનકિલરનું સેવન કરતાં હોય છે, પરંતુ આ કરવાથી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાન થઇ શકે છે. જો તમે વધારે પ્રમાણમાં આ પેનકિલર દવાઓનું સેવન કરતા હોય તો એનાથી તમારી કિડની પર ખૂબ ખરાબ અસર પડે છે અને સાથે સાથે વધારે પ્રમાણમાં આ દવાઓના સેવનથી કિડની ફેલ થવાનું પણ જોખમ વધી શકે છે.
પેટના દુખાવાની સમસ્યા :- ઘણી વાર પેનકિલર લેવાથી દુખાવો તો ઓછો થઇ જ જાય છે, પણ એનાથી એસિડીટી, ઉલ્ટી, ડાયરિયા અને પેટના દુખાવા જેવી ઘણી સમસ્યાઓ થઇ જાય છે.
એટલા માટે જ્યાં સુધી બની શકે ત્યાં સુધી ક્યારેય પણ આવી દવા ડોક્ટરની સલાહ વગર લેવી ન જોઈએ. જો કઈ પણ સમસ્યા કે તકલીફ હોય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. પરંતુ ઘરે બેઠા જાતે મેડીકલમાંથી કોઈ દવા લાવી એના સેવન થી બચવું જોઈએ.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment