શું તમે જાણો છો ઉતરાયણ શા માટે ઉજવવામાં આવે છે? જરૂર જાણો શું છે એનું ખાસ મહત્વ..

ધાર્મિક

ભારતમાં ઉત્તરાયણની શરૂઆત મકર સંક્રાતિ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા આ તહેવારને રાષ્ટ્રીય તહેવાર ઘોષિત કરવામાં આવેલો છે. ઉતરાયણ એટલે કે મકર સંક્રાંતિ વિશે આપણા શાસ્ત્રો અને પુરાણોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉતરાયણ ના સમયે સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણ ની દિશામાં પરિવર્તન કરી થોડો-થોડો ઉત્તર દિશા તરફ ખસતો જાય છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસવાનુ ચાલુ કરે તે દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે.

ભારતના બિહાર, ઝારખંડ તેમજ પશ્ચિમ બંગાળ રાજ્યમાં ઉતરાયણ ના દિવસે દહીં-ચૂડા તેમજ તલથી બનેલ વાનગીઓ ખાવાનુ તેમજ ખવડાવવા ની રીત સદીઓથી ચાલી રહી છે. આ પવિત્ર દિવસે ગંગા તટે દાન-દક્ષિણા કરવાનુ પણ એક ખાસ મહત્વ છે અને સાથે સાથે ગાય ને ચારો નાખવાનો પણ રીવાજ વર્ષો જુનો ચાલી આવ્યો છે.

ઉત્તરાયણનુ સાંસ્કૃતિક મહત્વ :- ભારતના જુદા જુદા રાજ્યોમાં મકર સંક્રાંતિના આ તહેવારને ઉજવવામાં આવે છે. દરેક રાજ્યોમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં આ તહેવારને પોંગલના રૂપમાં ઉજવાય છે. ઉત્તર ભારતમાં તેને લોહડી, ખિચડી પર્વ, પતંગોત્સવ કરીને ઉજવે છે. મધ્યભારતમાં તેને સંક્રાંતિ કહેવાય છે. મકર સંક્રાતિને ઉત્તરાયણ, માઘી, ખિચડી વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે.

પતંગ મહોત્સવનો તહેવાર :- આ તહેવારને પતંગ મહોત્સવના નામથી પણ ઓળખાય છે. પતંગ ઉડાવવા પાછળનુ મુખ્ય કારણ છે થોડા કલાક સૂર્યના પ્રકાશમાં પસાર કરવા. આ સમય ઠંડીનો હોય છે અને આ ઋતુમાં સવારનો સૂર્ય-પ્રકાશ શરીર માટે ખુબ જ સારો માનવામાં આવે છે અને ત્વચા તેમજ હાડકા માટે પણ ખુબ જ ફાયદાકારક હોય છે, ઉત્સવ સાથે જ આરોગ્યનો પણ લાભ મળે છે. એટલા માટે આ ઉત્સવ ઉજવવાની પરંપરા છે.

ભારતીય પૌરાણિક કથાઓ મુજબ :- આ દિવસે ભગવાન વિષ્ણુ દ્વારા અસુરો તેમજ દેવો વચ્ચે જે સંગ્રામ થયો હતો એનો અંત આવ્યો હતો. આ સાથે ત્યારે ભગવાન દ્વારા તમામ અસુરો ના માથા ને મંદાર પહાડમા દાટી દેવા મા આવ્યા હતા. આ પ્રમાણે આ દિવસ ને નરશી તેમજ નકારાત્મકતા નો અંત માનવામાં આવે છે.

આ દિવસે માતા યશોદાએ કૃષ્ણ ને પુત્ર સ્વરૂપે પામવા માટે ઉપવાસ પણ કર્યો હતો, ત્યારે ભગવાન સૂર્યનારાયણ ઉત્તરાયણ પર જઈ રહ્યા હતા એટલે ત્યારથી આ દિવસેને મકરસક્રાંતિના નામથી ઓળખવામાં આવે છે. ઘણા લોકો ત્યાર થી આ મકરસક્રાતિનો ઉપવાસ કરી રહ્યા છે.

ઐતિહાસિક રહસ્ય :- હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર ઉતરાયણ ના દિવસથી દેવતાઓનો દિવસ શરૂ થાય છે. જે અષાઢ મહિના સુધી શુભ રહે છે. મહાભારત કાળમાં ભીષ્મ પિતામહે પોતાનો દેહ ત્યાગ કરવા માટે મકર સંક્રાંતિના દિવસની જ પસંદગી કરી હતી. ગંગાજી મકર સંક્રાંતિના દિવસે જ ભગીરથીની પાછળ પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમ માંથી પસાર થઈને સાગરમાથી મળ્યા હતા. મહારાજ ભગીરથે પણ પોતાના પૂર્વજો માટે આ દિવસે તર્પણ કર્યુ હતુ, એટલા માટે મકર સંક્રાતિના દિવસે ગંગાસાગરમાં મેળો ભરાય છે અને આ રીતે ઉતરાયણ ઉજવવામાં આવે છે.