રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની આવેલ કટલેરી બજારમાં બ્લાસ્ટ થતાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. મળતી માહિતી મુજબ ઉપલેટા કટલેરી બજારમાં ભંગારની દુકાનમાં કામ કરતા બે વ્યક્તિઓના બ્લાસ્ટ થતાં મોત થયા છે.
જો કે આ ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ અને 108નો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ બ્લાસ્ટનો અવાજ સાંભળતા જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં તાત્કાલિક એકઠા થઈ ગયા હતાં.
જો કે, હજુ સુધી આ બ્લાસ્ટ થવા પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી . હાલમાં પોલીસ દ્વારા આ ઘટનાને લઇ તપાસ કરાઇ રહી છે તેમજ કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.
જે બે વ્યક્તિઓના મોત નિપજ્યાં છે તેમાં રહીશ રજાક કાણા ( ઉ.વ. ૨૭ ) અને રજાક અજિત કાણા ( ઉ.વ. ૬૦ ) નો સમાવેશ થાય છે.આ બન્ને વ્યક્તિ ઉપલેટા ની કટલરી બજારમાં કામ કરી રહ્યા હતા જે દરમિયાન આ ઘટના બની હતિ.
આજુબાજુ ના લોકો ને પૂછતાં તેમને પણ આ બાબતે કશું જાણ નથી એવું સાંભળવા મળ્યું હતું. આ ઉપરાત તેઓ એ જ્યારે બ્લાસ્ટ નો અવાજ સંભળાયો ત્યારે તેઓ ત્યાં દોડી આવ્યા ને પોલીસ અને એમ્બ્યુલન્સ ને જાણ કરી હતી.