ચહેરા પર ચમક લાવવા માટે લીંબુના રસમાં મિક્સ કરો ફક્ત આ વસ્તુ..

સ્વાસ્થ્ય

આજકાલની ભાગદોડ વાળી જીવનશેલીના કારણે દરેક લોકો પાસે સમયનો અભાવ હોય છે, જેના કારણે એમના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી. જેના કારણે ત્વચા ખરાબ પણ થઇ જાય છે. ધૂળ-માટી અને પ્રદુષણ ભરેલા માહોલને લઇને ચહેરા પર ખીલ થઇ જાય છે. જેને હટાવવા અને ગોરી ત્વચા માટે બ્યુટી પ્રોડક્ટ્સ નો સહારો લે છે.

આ પરિસ્થિતમાં કેટલાક એવા ફેસપેક તેમજ ઘરેલું ઉપાયની જરૂરિયાત પડે છે. જેનાથી ત્વચા પર જલદી ચમક આવી જાય છે. કેટલાક એવા ઘરેલું નુસખા અને બ્યુટી ટિપ્સ અંગે જાણી લઈએ. જેનાથી તમે થોડીક જ મિનિટમાં ત્વચામાં ચમક લાવી શકો છો. આજે અમે તમને લીંબુ સાથે જોડાયેલ થોડા ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી ચહેરા પર ક્યાં ક્યાં ફાયદા થાય છે.

લીંબુમાં સિટ્રિક એસીડ હોય છે જે શરીર ને સ્વસ્થ રાખવાની સાથે સાથે ત્વચા ની કાળાશ ને પણ દુર કરવામાં મદદ કરે છે. લીંબુ ને દરરોજ કાળી પડેલી જગ્યા પર લગાવવામાં આવે તો કાળાશ જલ્દી જ દુર થવા લાગે છે અને ત્વચા ચમકવા લાગે છે. લીંબુથી ત્વચા પર આવતા બ્લેક હેડ્સ પણ દુર થઇ જાય છે. તો ચાલો જાણી લઈએ લીંબુ સાથે કઈ વસ્તુ મિક્સ કરીને લગવવાથી ખીલ માં રાહત મળે છે અને ચહેરા પર ચમક આવે છે.

ત્વચા પર ચમક લાવે છે લીંબુ :- લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. વિટામિન સી ત્વચા માટે સૌથી સારો ગુણ છે. જેનાથી ચહેરા પરના ખીલ અને દાગ-ધબ્બા દૂર થવાની સાથે ચમક પણ આવે છે. લીંબુના રસને તમે ફેસપેકમાં મિક્સ કરીને પણ લગાવી શકો છે. તે સિવાય લીંબુના રસમાં કાકડીનો રસ અને થોડીક હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ફાયદો મળે છે.

લીંબુ અને મધ નું માસ્ક ખીલ ને દુર કરવામાં ખુબ જ અસરદાર છે. આ પેક ને ચહેરા પર લગાવવાથી ન ફક્ત ત્વચા સાફ થાય છે, પરંતુ ત્વચા પર ચમક પણ આવે છે. દાગ ધબ્બા, ઓઈલી ત્વચા અને ખીલ માંથી છુટકારો મેળવવા માટે લીંબુ અને સિંધવ મીઠું નો પણ ઉપયોગ કરી શકાય છે, એનાથી પણ ખીલ માંથી રાહત મળી રહેશે.

નારિયેળ પાણી અને લીંબુ ને ચહેરા પર લગાવવાથી ચહેરા પણ ચમક આવે છે. બેકિંગ સોડા માં લીંબુ મિક્સ કરીને દાંત પર લગવવાથી દાંત મજબુત બને છે. લીંબુ ને રાત્રે હોઠ પર લગાવીને સુઈ જવું અને સવારે ધોઈ લેવું, જેનાથી હોઠ પણ એકદમ મુલાયમ બને છે.