આટલી વસ્તુઓથી હંમેશા રહેવું દુર, જે ત્વચાને પહોચાડે છે નુકશાન, ખાસ ધ્યાનમાં રાખો આ બાબતો..

સ્વાસ્થ્ય

મહિલાઓ સુંદરતા માટે પ્રાચીન નુસ્ખાઓ અપનાવતી આવી છે. ભારતીય મહિલાઓ ચમકદાર અને સુંદર ત્વચા પામવા માટે સદીઓ જૂનાં પ્રાકૃતિક અને સલામત ઉપાયો અપનાવે છે. આ જગતના આપણી આસપાસના અને આપણને સ્પર્શતા બધા જ પરિબળો આપણી ચામડી પર કોઈને કોઈ અસર કરે છે.

યૂવી કિરણો અને પ્રદૂષણનાં કારણે ત્વચા પર મૃત કોશિકાઓ બની જાય છે કે જેથી ત્વચા ડૅમેજ થઈ જાય છે. એ માટે ઘરગથ્થુ નુસ્ખાઓમાં સૌથી વધુ લોકપ્રિય છે. એ રીતે જોતાં મુખ્યત્વે કયાં કયાં પરિબળો આપણી ચામડીને સૌથી વધારે લાભ કે હાનિ કરે છે એ જોઈએ.

વધારે પડતું ગરમ અથવા ઠંડું પાણીનું સેવન :- વધારે પડતું ગરમ કે ઠંડું પાણી પીવાથી પણ ત્વચા ને નુકસાન થાય છે. વધારે ગરમ પાણીના પ્રયોગથી ત્વચાની સંવેદના નાશ પામી જાય છે. જ્યારે વધારે પડતું ઠંડું પાણી ત્વચાને મળે છે તાય્રે રક્ત અને ઓક્સિજનના પ્રવાહમાં અવરોધ ઉત્પન્ન કરે છે, જેના કારણે ત્વચા સુષ્ક બનવા લાગે છે.

ચિંતા અને તનાવ :-  અનાવશ્યક રૂપે પ્રત્યેક નાની નાની વાતોની ચિંતા કે તનાવ લેવાથી પણ ત્વચાને નુકશાન પહોંચે છે. વધારે ચિંતા કરવાથી ત્વચાની કાંતિ અને વર્ણમાં પરિવર્તન થતાં જોવા મળે છે. માટે વ્યર્થની ચિંતાઓથી બચવું જોઈએ. મનની શાંતિ ત્વચા માટે ખૂબ જ જરૂરી છે.

પ્રદૂષણ :- હાલના સમયમાં સર્વત્ર વિકરાળ સ્વરૂપ ધારણ કરનાર વાતાવરણનું પ્રદૂષણ પણ આપણી ત્વચાને ખુબ જ અસર કરે છે. પ્રદૂષિત તત્ત્વો ચહેરા પર પરસેવા સાથે મળીને જામી જાય છે અને ત્વચાના કોષોને નુકસાન પહોંચાડે છે. આ રજકણોના જામવાથી ત્વચા પર અનેક રોગ ઉત્પન્ન થઈ શકે છે તેમજ ત્વચાનું કેન્સર થવાની શંકા પણ વધી જાય છે.

ખોરાક :- આપણો ખોરાક ત્વચાને સૌથી વધારે અસર કરે છે. એ ત્વચાને નુકશાન અથવા લાભ પહોંચાડી શકે છે. જો ખોરાકમાં પોષકતત્ત્વોની માત્રા અસંતુલિત હોય તો ત્વચા કઠોર અને ખરાબ થઈ શકે છે તેમજ ત્વચાનું આ રૂપ એક સમય પછી સુધારી શકાતું નથી. સંતુલિત અને પોષક તત્ત્વોયુક્ત ભોજનથી ત્વચાની સુંદરતા જળવાઈ રહે છે.

મેકઅપ :- વધારે પડતો મેકઅપ કરવાથી પણ ત્વચા માટે ખુબ જ નુકશાનકારક સાબિત થઇ શકે છે. વધારે મેકઅપ કરવાથી અને તેને બરાબર સાફ ન કરવાથીપણ  ત્વચાનાં રોમછિદ્રો બંધ થઈ જાય છે. અને ત્વચા પર જેના કારણે ખીલ, ફોડલીઓ વગેરે નીકળી શકે છે.

રાત્રે સૂતા પહેલાં મેકઅપને સરખી રીતે એકદમ સાફ જરૂર કરી લેવો જોઈએ. ચહેરા પર વારંવાર બ્લીચ કરાવવાથી પણ ત્વચાને નુકસાન થાય છે. આ સિવાય આપણાં વસ્ત્રો, દિવસના કાર્યો વગેરે પણ ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. ઘણી વખત સિન્થેટિક વસ્ત્રો ત્વચા પર એલર્જી ઉત્પન્ન કરે છે, જેને કારણે ત્વચામાં નાની નાની ફોલ્લીઓ ઉત્પન્ન થઈ ખંજવાળ આવવા લાગે છે.