રક્ષાબંધનનાં અનમોલ તહેવાર પર આપણે વાત કરીએ ટીવી સીરીયલ નાં એ ભાઇ બહેનો વિષે જેઓ લોહીના સબંધ થી સગા ભાઇ બહેન નથી પરંતુ તેમનાં વચ્ચે પ્રેમ સગા ભાઇ બહેનથી પણ ઓછો નથી.
કોમેડી ક્વિન ભારતી સિંહ અને અલી ગોની :- કોમેડી ક્વિન ભારતી સિંહ અને ટીવી શો ‘યે હૈ મોહબ્બતે’ નો અલી ગોની ભાઇ બહેનનાં સંબંધ ધરાવે છે. અલી કાશ્મીરનો રહેવાસી છે જ્યારે ભારતી પંજાબની છે પણ તેઓ એકબીજાને લાંબા સમય થી ઓળખે છે ભારતી અલી ઉપરાંત તેનાં ૧૪ કઝિન ભાઇઓને પણ રાખડી બાંધે છે.
રક્ષાબંધનનાં અનમોલ તહેવાર પર આપણે વાત કરીએ ટીવીનાં તે ભાઇ બહેનોની જેઓ લોહી ના ગુણ થી સગા ભાઇ બહેન નથી પરંતુ તેમનાં વચ્ચે પ્રેમ તો સગા ભાઇ બહેન હોય તેનાથી પણ ઓછો નથી. તો ચાલો ટીવી સીરીયલ નાં આ ભાઇ બહેનની જોડી ઉપર એક નજર કરીએ
અશનૂર કૌર અને રોહન મેહરાએ :- અશનૂર કૌર અને રોહન મેહરાએ સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ તેમાં નક્ષ અને નાયરા નો રોલ અદા કરયો હતો. શો દરમિયાન અશનૂર અને રોહન ભાઇ બહેનનો રોલ ભજવતા હતાં અને આ સંબંધ હજુ પણ કાયમ રહ્યો છે. તેઓ રિઅલ લાઇફ માં પણ ભાઇ બહેન ની જેમ એક-બીજાનું ધ્યાન રાખે છે અને દર વર્ષે રક્ષાબંધન નો તહેવાર પણ ઉજવે છે.
રશ્મિ દેસાઇ અને મૃણાલ જૈન :- રશ્મિ દેસાઇ અને મૃણાલ જૈન તે પણ સગા ભાઈ બહેન નાથી પરંતુ રશ્મિ દેસાઇ અને મૃણાલ જૈન ‘ઉતરણ’ સિરિયલ નાં સેટ પર એક વાર મળ્યા હતાં અને વર્ષ ૨૦૧૨ માં મૃણાલ આ સીરિયલ નો ભાગ બન્યો હતો ત્યારે તેમનાં વચ્ચે સારુ એવું બોન્ડિંગ હતું. ગત આઠ વર્ષથી રશ્મિ મૃણાલ ને રાખડી પણ બાંધે છે.
કપિલ શર્મા- ગુંજન વાલિયા વચ્ચે પણ ભાઇ બહેનનો સંબંધ છે. ઘણાં ઓછા લોકો જાણે છે કે, કપિલ શર્મા અને એક્ટર વિકાસ માનકટલાની પત્ની ગુંજન વાલિયા ભાઇ બહેન નો સબંધ રાખે છે. ગુંજન દર વર્ષે કપિલને રાખડી બાંધે છે. ગુંજન પણ પંજાબનાં ફગવાડાની રહેવાસી છે અને તેનાં અને કપિલ વચ્ચે સ્પેશલ બોન્ડિંગ છે.
શ્રેનૂ પારિખ અને પંકજ ભાટિયા :- શ્રેનૂ પારિખ અને પંકજ ભાટિયા પણ સગા ભાઈ બહેન નથી પરંતુ તો પણ તે સગા ભાઈ બહેન ની જેમ પ્રેમ કરે છે. શ્રેનૂ પારિખ તેનાં પહેલાં શો ‘હવન’ નાં સેટ પર પંકજ ભાટિયાને મળી હતી ત્યારે તેને રાખડી બાંધી હતી. ત્યારથી તેમનાં વચ્ચે ભાઇ બહેન નો સંબંધ છે. તે સેટ પર સૌથી વધારે પંકજનાં ક્લોઝ હતી. શ્રેનૂ ત્યારથી દર રક્ષાબંધને પંકજને રાખડી બાંધે છે.