તુલસીની પૂજા કરતી વખતે કરો આ બે શબ્દના મંત્રનો જાપ, ચમકી જશે તમારી કિસ્મત..

સ્વાસ્થ્ય

શાસ્ત્રોમાં પણ તુલસીને લક્ષ્મી દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. તુલસીનો વાસ હોય ત્યાં માતા લક્ષ્મીનો પણ વાસ હોય છે. હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. રોજ તુલસીની પૂજા કરવાથી અનેક લાભ પ્રાપ્ત થાય છે. તુલસીની પૂજા કરવાથી માનવ જીવનમાં કોઈ આર્થિક મુશ્કેલીઓ થતી નથી.

એવું માનવામાં આવે છે કે આ છોડની પૂજા કરવાથી વ્યક્તિ પુણ્ય પ્રાપ્ત કરે છે. આયુર્વેદ મુજબ જોવામાં આવે તો દુનિયામાં તુલસી એક સૌથી પવિત્ર અને સ્વાસ્થ્ય પ્રદાન કરવાવાળો છોડ માનવામાં આવે છે. એટલા માટે હિન્દુ શાસ્ત્રોમાં માતા તુલસીનું એક અલગ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ઘરના આંગણામાં તુલસી નો છોડ અનેક દેવીય ગુણો થી ભરપૂર હોય છે.

તુલસીના છોડ અંગે ગ્રંથો માં પણ અનેક વાતો લખવામાં આવી છે અને તેને ઔષધની ખાણ પણ ગણવામાં આવે છે. અમે તમને જણાવી દઈએ કે સંસ્કૃત ભાષામાં તુલસી માતાને હરિપ્રિયા નામથી ઓળખાવામાં આવે છે. પૌરાણિક કથા મુજબ આ ઔષધીના મૂળ થી વિષ્ણુ ભગવાનનું મનસંતાપ દુર થઇ ગયુ હોવાથી તેને હરિપ્રિયા નામ મળ્યું હતું.

શાસ્ત્રો મુજબ તુલસીના છોડમાં ચારેય તીર્થધામ હોય છે તથા તેના મધ્ય ભાગમાં દેવી દેવતાનો વાસ રહેલો છે. એટલા માટે આપણે દરરોજ ઘરમાં રોપાયેલા તુલસીના છોડની પૂજા કરવી જોઈએ તેમજ દિવસમાં બે વાર તુલસીની સામે દીવો પ્રગટાવવો જોઈએ. આ ઉપરાંત સવારે તુલસી માતા ને પાણી ચઢાવવું જોઈએ.

તુલસીના ઉપરના ભાગમાં વેદો વસે છે જેથી દરરોજ તુલસી ના દર્શન કરવા જોઈએ. આમ કરવાથી તમારી તમામ મુશ્કેલીઓ અને બધા પાપ દૂર થઇ જાય છે. આ ઉપરાંત તુલસી ની પૂજા કરાવાથી મોક્ષ પ્રાપ્ત પણ થાય છે. ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસી પાન ચડાવવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઇ જાય છે. તુલસી પાન થી વ્રત, યજ્ઞ, જપ, હોમ, હવન કરવાથી પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે.

આજે અમે તમને તુલસી સાથે જોડાયેલી એક એવી બાબત જણાવીશું કે જેના દ્વારા તમારા જીવનના તમામ કષ્ટો અને પાપો માંથી મુક્તિ મળી જશે. સવારે સ્નાન કરીને ને તુલસીની પૂજા અર્ચના કરીએ છીએ તથા તેને જળ ચડાવીએ છીએ. જો પૂજાની સાથે-સાથે આ બે અક્ષરના મંત્રનું જાપ કરવામાં આવે તો તમને ખૂબ મોટો ફાયદો જોવા મળે છે.

જ્યારે તમે કોઈ કાર્ય માટે તુલસી નું પાન તોડો છો ત્યારે આ મંત્ર જરૂર બોલવો જોઈએ. આ મંત્ર નીચે પ્રમાણે છે. જેનો પૂરી શ્રધ્ધાથી જાપ કરવો “ૐ सुभद्राय नमः, ૐ सुप्रभाय नमः” તે પછી તમારે તુલસી માતા માટેનો બીજો મંત્ર બોલવાનો રહેશે.

બીજો મંત્ર  ” मातास्तुलसी गोविन्द हृदयानन्द कारिणी नारायणस्य पूजार्थे चिनोमि त्वा नमो स्तुते ”  જો તમે આ મંત્રનો જાપ તમારી ભાષામાં ન કરી શકતા હોવ તો તમારે આ રીતે બોલવાનું રહેશે. “તુલસી માતા ચાલો તમને ગોવિંદ બોલાવે છે તમે અમારી સાથે ચાલો અને તેમના પ્રસાદ માં તમારે બિરાજવાનું છે.”

આ રીતે તમારે મંત્ર બોલીને જ તુલસીના પાનને તોડવા જોઈએ. આ ઉપરાંત જ્યારે તમે તુલસી માતા ને જળ ચડાવતા હોય ત્યારે તમારે આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ “महाप्रसाद जननी, सर्व सौभाग्यवर्धिनी आधी व्याधि हरा नित्य, तुलसी तंव नमोस्तुते”. આ રીતે મંત્ર જાપ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે અને તમારી કિસ્મત બદલાઈ જશે.