ફક્ત કરો તુલસીનો આ એક ઉપાય, ઘરમાં થશે પૈસાનો વરસાદ..

આધ્યાત્મિક

આજકાલ આખું વિશ્વ પૈસા પાછળ ભાગી રહી છે. ઓછા પૈસામાં ઘર પૂર્ણ કરવું ખૂબ મુશ્કેલ છે, એવું કહેવામાં આવે છે કે ઘરના આંગણા અથવા છત પર તુલસીનો છોડ લગાવવાથી આખું વાતાવરણ સકારાત્મક બને છે. આ તુલસી ઘરની નકારાત્મક ઉર્જાને બહાર કાઢે છે.

સાથે જ તુલસી લગાવવાથી ઘરમાં આનંદ આવે છે.જે લોકો ઘરે તુલસીનો છોડ રોપતા હોય છે તેને સમયે સમયે પાણી આપવા ઉપરાંત તેની પૂજા પણ કરવી જોઈએ. તુલસીની સામે સવારે અને સાંજે દરરોજ બે અગરબતી લગાવવી જોઇએ. તેમજ સાંજે તુલસી પાસે સળગતા દીવો પણ રાખવો જોઈએ. આમ કરવાથી તુસલી માતા ખુશ થાય છે અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવતા અટકાવે છે.

જોવામાં આવે તો આ બધી વાતો તમે લોકોએ સાંભળી જ હશે, પરંતુ આજે અમે તમને તુલસી સાથે જોડાયેલી એક આવી વાત જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે બહુ ઓછા લોકો ને ખબર હોય છે. ખરેખર તુલસી ઘરનું વાતાવરણ સકારાત્મક બનાવવાની સાથે તમને પૈસા સંબંધિત લાભ પણ આપી શકે છે. જો તમે તુલસીનો વિશેષ ઉપાય કરો છો તો તમારા ઘરમાં પૈસાની આવક દસ ગણી વધી શકે છે. એવામાં તમે પૈસાના પ્રવાહને વધારવા માટે આ ઉપાય અજમાવી શકો છો.

આવકમાં વધારો કરવા તુલસીના છોડમાં મુકો  વસ્તુ

તુલસી માં ને પ્રસન્ન કરવા માટે તુલસીની માટીમાં ચાંદીનો સિક્કો મુકવો પડશે.  જો કે તેને મુકવાના પણ એક સાચી રીત છે જે તમારે અનુસરવી પડે છે. સૌ પ્રથમ બજારમાંથી ચાંદીનો નવો સિક્કો ખરીદો. હવે શુક્રવારે લક્ષ્મી માતા ના ચરણોમાં આ સિક્કો મૂકો. આ પછી માતા રાણીની સામે બે ઘીના દીવા પ્રગટાવો અને સાથે ચાર અગરબત્તી પણ મૂકી દેવી. હવે એક દીવો કરીને લક્ષ્મીની આરતી કરો.

આ પછી તેમની આગળ મૂકેલી સિક્કાની હળદર, કુમકુમ અને ચોખા વડે પૂજા કરો. હવે બીજો દીવો અને લક્ષ્મીજીની સામે બે અગરબત્તી લઈને અને તેને તુલસી માતાના છોડની સામે મૂકો. આ પછી ચાંદીનો સિક્કો લો અને તેને તુલસીની માટીમાં દફનાવો. તેની ઉપર બે અગરબત્તી મૂકઈ દયો. ધ્યાન રાખો આ કરતી વખતે તમને કોઈએ જોવું જોઈએ નહીં. ખાસ કરીને ઘરની બહારની વ્યક્તિને આ વાતની ખબર ન હોવી જોઇએ કે તમે તુલસીની માટીમાં ચાંદીનો સિક્કો મૂક્યો છે.