તુલસીના પાનના ફાયદાની સાથે સાથે થાય છે નુકસાન પણ, સેવન કરતા પહેલાં જાણી લો આ જરૂરી વાતો

સ્વાસ્થ્ય

તુલસીના છોડને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. હિંદુ ધર્મ ને માનનારા લોકો તુલસીના છોડ ની પૂજા કરે છે. આધ્યાત્મિક કારણોથી જ નહીં પરંતુ આયુર્વેદની દ્રષ્ટિમાં પણ તુલસીનો છોડ ખૂબ લાભકારી માનવામાં આવે છે. તમે એવું સમજી શકો છો કે તુલસીનો છોડ ઔષધિ ના રૂપ માં અમૃત છે.

પ્રાચીન કાળથી લઈને આધુનિક કાલ સુધી દવાઓમાં તુલસી નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો તુલસીના પત્તાનું સેવન કરવામાં આવે તો તેનાથી શરદી, ઉધરસ, ત્વચા સંબંધિત બીમારીઓ અને માથાના દુખાવાની સમસ્યા પણ દૂર થઈ જાય છે. બાળકોની ઉધરસ, શરદી થવા પર મા તુલસી ના છોડ ના પાંદડાનો ઉકાળો પીવડાવવામાં આવે છે.

આયુર્વેદમાં તુલસી ના છોડ ને ગુણોનો ખજાનો બતાવવામાં આવ્યો છે. તુલસીના પાન કેટલાક તત્વોની માત્રા એટલી વધારે હોય છે કે જો તમે તેનું વધારે સેવન કરવામાં આવે તો તેનાથી તમારા શરીર ને ફાયદા થવાની બદલે નુકસાન પણ થવા લાગે છે.

આયુર્વેદમાં કોઈપણ વસ્તુ ના સાઇડ ઇફેક્ટ નથી હોતા. પરંતુ જો તમે જડીબુટ્ટીનું સેવન નિશ્ચિત માત્રામાં કરો છો તો તેનાથી લાભ થાય છે, પરંતુ જરૂરથી વધારે સેવન કરવાથી શરીરને નુકસાન પણ પહોંચી શકે છે. આજે અમે તમને કયા લોકોને તુલસીના પાનનું સેવન ન કરવું જોઈએ અને તેના નુકશાન કયા છે. તેના વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

ડાયાબિટીસના દર્દીને તુલસીના પાન ન ખાવા જોઈએ :-  તુલસીના પાન ડાયાબિટીસના દર્દી માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. જો તમે ડાયાબિટીસના દર્દી તો અને દવાઓ નું સેવન કરો છો, તો તમારે તુલસીનું સેવન ન કરવું જોઈએ. કેમ કે તેના કારણે બ્લડ શુગર માં વધારે ઉણપ આવવાની સંભાવના રહે છે.

ગર્ભવતી મહિલા ઓએ તુલસીના પાનનું સેવન ન કરવું જોઈએ :- જો કોઇ મહિલા ગર્ભવતી છે તો તેને આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમારે તુલસીના પાનનું સેવન બિલકુલ પણ ન કરવું. કેમકે તુલસીના પાનમાં યુજેનોલ તત્વ નો સમાવેશ થાય છે. જેના કારણે ગર્ભાવસ્થા દરમિયાન જો તુલસીનું સેવન કરવામાં આવે તો તેનાથી ગર્ભાશય માં સંકોચન અને માસિક ધર્મ શરૂ થવાના કારણ પણ બની શકે છે. આટલું જ નહીં પરંતુ તેનાથી મિસકેરેજ નો ખતરો થવાની પણ સંભાવના વધારે રહેતી હોય છે.

તુલસીના પાન લોહીને કરી શકે છે પતલુ :- જે લોકો લોહીને પતલા કરવાની દવાઓનું સેવન કરે છે તેમને તુલસીનું સેવન કરવાથી બચવું જોઈએ. કેમ કે દવાઓની સાથે તુલસીના પાનનું સેવન કરવાથી લોહી પતલુ કરવાની ક્ષમતા વધી જાય છે.

સર્જરી કરાવનાર વ્યક્તિ ને તુલસીનું સેવન ન કરવું જોઈએ :- સર્જરી કરાવનાર વ્યક્તિ ને તુલસીના પાનનું સેવન બિલકુલ પણ ન કરવું જોઈએ. કેમ કે તુલસીના પાનનું સેવન કરવાથી બ્લડ ક્લોટ એટલે કે લોહી ની ગાંઠ જામવાની પ્રક્રિયા ઓછી થઈ જાય છે. જેના કારણે સર્જરી દરમિયાન અથવા સર્જરીના પછી લોહી વધારે નીકળવાની સંભાવના રહે છે.