તુલસી અને કેસરનો ઉપયોગ કરી મેળવો ગોરી ત્વચા, જાણો તેનાથી ત્વચાને થતાં લાભ

સ્વાસ્થ્ય

કેસર અને તુલસી સ્વાસ્થ્ય અને ત્વચા માટે ઘણા ફાયદાકારક હોય છે. અને આ બન્ને વસ્તુ ની મદદથી ત્વચાને સુંદર બનાવી શકાય છે. મહિલાઓ કેસર અને તુલસીનો ઉપયોગ કરી પોતાના ચહેરા પર નિખાર લાવી શકે છે. અને સુંદર ત્વચા મેળવી શકે છે. તો ચાલો જોઈએ કે આ બંને વસ્તુને ચહેરા પર લગાવવાથી અને ખાવાથી ચહેરાને કયા લાભ મળે છે.

કેસર અને તુલસીથી ત્વચાને થતા લાભ :-
ચહેરા પર આવશે ગ્લો  :- ચહેરા પર ગ્લો લાવવા માટે કેસર અને તુલસી લાભદાયી સાબિત થાય છે. કેસર અને તુલસીને લગાવવાથી ચહેરાનો ખોવાયેલો નિખાર પાછો આવી જાય છે. એટલા માટે જે મહિલાઓ ની ત્વચા બેજાન હોય તે મહિલાઓએ આ બંને વસ્તુને ચહેરા પર જરૂરથી લગાવવું જોઈએ.

આવી રીતે બનાવો ફેસપેક :- ફેસપેક બનાવવા માટે તમારે કેસર તુલસી અને દુધની જરુર પડશે. સૌથી પહેલાં તુલસીના પાન ને સારી રીતે પીસી લો. પછી એક કટોરી માં દૂધ નાખો અને તેની અંદર કેસર નાખો. આ બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી દો. મિક્સ કર્યા પછી તેમાં પીસેલા તુલસીના પાન નાખો. ફેસપેક બનીને તૈયાર છે. તેને ચહેરા પર લગાવી લો. અને 15 મિનિટ પછી તેને સાફ કરી દો. નિયમિત રૂપથી આ પેક લગાવવાથી ચહેરા પર નિખાર આવી જાય છે. તમે ઇચ્છો તો આ પેક ની અંદર બેસન પણ નાખી શકો છો.

લોહી સાફ થાય છે :- તુલસી અને કેસર ની અંદર રહેલા ગુણો લોહીને સાફ કરી દે છે લોહી સાફ થવા પર ખીલની ફરિયાદ નથી આવતી. એટલા માટે જે લોકોને ખીલની સમસ્યા રહેતી હોય તે લોકો ને તુલસી અને કેસરનું સેવન કરવું જોઈએ. તુલસી અને કેસર ને ખાવાથી ખીલ નહીં થાય. આ બન્ને વસ્તુઓ બ્લડ પ્યોરીફાયર માનવામાં આવે છે. એટલા માટે તેનું સેવન કરવાથી ત્વચાને ઘણા લાભ મળે છે.

આવી રીતે કરો સેવન :- તુલસીનું સેવન  :- તમે રોજ ઓછામાં ઓછા ૪ થી ૮ તુલસીના પાન ખાવો. તુલસીના પાન ખાવાથી લોહીમાં રહેલ અશુદ્ધિઓ દૂર થઈ જશે અને ચહેરા પર ખીલ નહીં થાય. તેની સાથે જ દાગ-ધબ્બા ની તકલીફમાંથી પણ રાહત મળશે.

કેસરનું સેવન :- કેસર નું દૂધ પીવાથી લોહી સાફ રહે છે. અને ખીલની સમસ્યા પણ નથી થતી. રોજ રાત્રે સૂતી વખતે એક ગ્લાસ કેસરવાળું દૂધ જરૂરથી પીવું જોઈએ. કેસરવાળું દૂધ તૈયાર કરવા માટે તમારે એક ગ્લાસ દૂધને ગરમ કરવા માટે રાખી દો. પછી આ દૂધની અંદર થોડું કેસર અને સાકર નાખો અને આ દૂધનું સેવન કરો.

ગોરી ત્વચા માટે :- ગોરી ત્વચા મેળવવા માટે કેસરનું દૂધ સૌથી ઉત્તમ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે કેસરવાળું દૂધ પીવાથી ત્વચા ગોરી થઈ જાય છે. આ જ કારણે ગર્ભવતી મહિલાઓ કેસરવાળું દૂધ પીવે છે. જેનાથી તેમનું બાળક ગોરું થાય. એટલા માટે તમે પણ ગોરી ત્વચા મેળવવા માટે કેસરવાળું દૂધ પીવો.

આ વાતનું ધ્યાન જરૂરથી રાખો :- કેસર ની તાસીર ખૂબ ગરમ હોય છે. એટલા માટે કેસર નું વધારે સેવન ન કરવું જોઇએ અને થોડુંક જ કેસર ખાવું જોઈએ.