મોરબી માળિયા હાઇવે પર પાર્ક કરેલ ટ્રેલરમાં ઘુસી ગઈ કાર, કારમાં બેઠેલા પાંચેય વ્યક્તિ બન્યા કાળનો કોળીયો, ૐ શાંતિ..

News & Updates

ગઈ રાત્રે ગ્રામીણ વિસ્તારની સડક પર પાર્ક કરેલા ટ્રેલરમાં ફૂલ સ્પીડ માં જઈ રહેલી કાર ઘૂસી જતા આ અકસ્માત સર્જાયો છે. ઘટનાની વિગત પ્રમાણે, મોરબી-માળીયા હાઈ-વે પર ટીબડી ગામ નજીક એક ટ્રેલર પાર્ક કરેલું હતું.

એટલા માં જ ફૂલ સ્પીડ માં પસાર થઇ રહેલી કારને આ ટ્રેલર હોવાના કોઈ અણસાર નહોતા.પરિણામે,કાર સીધી ટ્રેલરમાં ઘુસી ગઈ હતી. ધડાકાભેર અવાજ થતા આસપાસના પસાર થઇ રહેલા નાના વાહન ચાલકો ઉભી ગયા હતા.

અને ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. આ અક્સમાતમાં કારમાં બેઠલા પાંચેય વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. પલકવારમાં શું થયું તેનો અણસાર સુદ્ધા કોઈને આવ્યો નહતો.

ગમખ્વાર અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી ગયો હતો અને ગાડીના વાહન નંબરથી માંડીને મૃતક પાંચ વ્યક્તિ ક્યાંના હતા, કઈ તરફ જઈ રહ્યા હતા તે અંગેની વિગતો એકઠી કરાઈ રહી છે.

મોરબી નજીક આવેલા લક્ષ્‍નીનગર ગામ કે જ્યાં ટ્રાન્સપોર્ટ વ્યવસાયનું હબ છે.ત્યાંથી એક કારમાં બેસી પાંચ ટ્રાન્સપોર્ટર્સ મોરબી માં આવી રહ્યા હતા. દરમિયાન આ ગમખ્વાર અક્સમાતની ઘટના બની હતી. આ પાંચ યુવકો રાજસ્થાનના હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

પાંચેય પોતાના પરિવાર સાથે મોરબીમાં જ રહે છે. પાંચ -પાંચ કંધોતર યુવાનોમાં એક અકસ્માતમાં મોત થતા ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા મોરબી આસપાસ અને કચ્છ સુધીના ટ્રાન્સપોર્ટર્સમાં દુખ ની લાગણી છે.