ટ્રાફિકના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. જેના વિશે મોટાભાગના લોકો જાણતા જ હોય છે. આ નિયમોમાં ટ્રાફિક સિગ્નલ પણ આવે છે, આજકાલ માનવીની ગતિ ટ્રાફિક લાઇટ પર આધારીત છે, પરંતુ અમે તમને જણાવી દઈએ કે ટ્રાફિક સિગ્નલમાં ત્રણ રંગની લાઈટ લાગેલી હોય છે,
૧૦ ડિસેમ્બર, ૧૮૬૮ ના રોજ, ઇંગ્લેન્ડના લંડનમાં સંસદ ભવનની બહાર રહેલી શેરીમાં વિશ્વની પ્રથમ ટ્રાફિક લાઇટ લગાવવામાં આવી હતી. આ લાઈટ રેલ્વે એન્જિનિયર જે.કે. નાઈટ દ્વારા પહેલી ટ્રાફિક લાઇટ લગાવવામાં આવી હતી. રાત્રે તેને દેખાવા માટે ગેસનો ઉપયોગ કરવામાં આવતો હતો.
ત્યારે એવા સમયે, ટ્રાફિક લાઇટમાં ફક્ત બે રંગોનો ઉપયોગ કરવામાં આવતો હતો, એક લાલ અને બીજો લીલો હતો, ત્યાર પછી ટ્રાફિક લાઇટ પીળી લાઈટ લાવવામાં આવી હતી. જીવનમાં જ્યારે રસ્તો બદલાના વિકલ્પો ઊભા થાય છે; અથવા અથડામણ કે પછડાટ ખાવા પડે તેવી શક્યતાઓ ઊભી થાય છે.
ત્યારે આપણને કોઈ ચેતવણીની, દિશા સૂચનની જરૂર પડે છે. ત્યારે તો જીવનની ગાડી એક જ પાટા પર સડેડાટ ઝડપથી કે ધીમી ગતિએ પણ ચાલ્યા કરે છે. ત્યારે શું તમને ખબર છે કે કઈ લાઈટ જરૂરી છે. તો ચાલો જાણી લઈએ એ દરેક લાઈટ વિશે..
ટ્રાફિક લાઇટમાં લાલ રંગ લગાવવાનું કારણ લોકોને ચેતવણી આપવાની હોય છે. જેના વિશે તમે જાણતા જ હશો કે શરૂઆતથી જ લાલ રંગનો અર્થ ‘આગળ ભય છે’. એવું સૂચવવા માટે લાલ રંગ પસંદ કરવામાં આવ્યો હતો. છતાં પણ, એના વિશે કોઈ વિચારતું નથી.
આપણે એ પણ જાણીએ છીએ કે લાલ રંગ અન્ય રંગો કરતાં ઘાટો છે, આ ઉપરાંત તે દૂરથી પણ જોઇ શકાય છે. આ કારણોસર, આ રંગનો ઉપયોગ ટ્રાફિક લાઇટ્સ પર કાર કે પેસેન્જરને રોકવા માટે કરવામાં આવ્યો હતો.
પીળો રંગ શરૂઆત થી જ ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. આ રંગને ટ્રાફિક લાઇટમાં મૂકવાનું કારણ એ હતું કે જ્યારે પીળી લાઈટ પ્રકાશ આપે છે ત્યારે, તે એવું સૂચવે છે કે તમે ફૂટપાથ પાર કરવા અથવા વાહન ખસેડવા કે પછી તમારી ઉર્જા વાપરવા માટે તૈયાર થઇ ગયા છો.
ચાલો અમે તમને જણાવી દઈએ કે પ્રકૃતિ સાથે સંકળાયેલ લીલો રંગ વિશે. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવે છે કે આ લીલી લાઈટનો રંગ એવું સૂચવે છે કે બધું બરાબર છે. આ કારણો માટે, લીલી લાઈટ ને ટ્રાફિક લાઇટમાં લાવવામાં આવી હતી કે તે સૂચવવા માટે કે હવે તમારા વાહન ને આગળ વધારી શકો છો અથવા રાહદારીઓ રસ્તો ક્રોસ કરી શકે છે, એવું બતાવવા માટે લીલી લાઈટ ને ટ્રાફિક લાઈટ લાવવામાં આવી હતી.