આપણે દરરોજ બ્રશ કરવા છતાં પણ હમેશા દાંતોમાં જગ્યા થઇ જવી, કે દાંતોનું સડી જવું, પાયરીયા અને પેઢા માં દુઃખાવો , લોહી અને સોજો ખુબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. આપણા દાંતનું બંધારણ માં મિનરલ,વિટામીન એ અને ડી અને કેલ્શિયમ ની ખાસ ભૂમિકા રહે છે, એટલા માટે તેને બચાવવા માટે તેની આપૂર્તિ કરવી જરૂરી છે. મોટાભાગના લોકો દાંત સાફ કરતા પહેલા ટૂથબ્રશને પાણીમાં પલાળી દે છે.આજે અમે તમને એના વિશે જણાવીશું.
આપણે જ્યારે બ્રશ કરતા પહેલા ટૂથબ્રશને પાણીમાં પલાળીએ છીએ, તો ટૂથબ્રશના તાર પાતળા થઈ જાય છે. તેનાથી દાંતને બ્રશ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. દાંતને સ્વસ્થ રાખવા ખુબ જ જરૂરી છે. દાંતને હંમેશાં ચમકદાર રાખવા જોઈએ, પણ આપણે ઘણીવખત દાંતની કાળજી રાખતા નથી એટલે દાંત પીળા થઈ જાય છે. આજે અમે તમને જણાવી દઈએ બ્રશ કરતી વખતે શું શું બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો ચાલો જાણી લઈએ..
ડોક્ટરોનું કહેવું છે કે, આવું ન કરવું જોઈએ. કેમકે, તેનાથી ટૂથબ્રશ પણ ખરાબ થઈ શકે છે, અને દાંત પણ સારી રીતે સાફ થતા નથી. ગંદા ટૂથબ્રશથી ડાયેરિયા કે સ્કીન ઈન્ફેક્શન પણ થઈ શકે છે. આવામાં દાંતો ને હેલ્ધી રાખવામાં કામ આવતા ટૂથબ્રશને પણ ચોખ્ખા રાખવા જરૂરી છે.
ભીના ટૂથબ્રશ પર ટૂથપેસ્ટ લગાવવા થી પેસ્ટ ડાયલ્યુટ થઈ જાય છે, જેનાથી તેનો પ્રભાવ ઓછો થઈ જાય છે. તેથી જો તમને આ આદત હોય તો બદલી નાંખજો. ટૂથબ્રશને જો ભીનો કરોતો 1 સેકન્ડથી વધુ બ્રશને પાણીની નીચે ન રાખો. નહિ તો પછી ખુબ જ પસ્તાવો થશે.
એ ઉપરાંત આ ઉપાય છે. સૌથી પહેલા તમારે દાંતોને નાયલોન ના બ્રશથી ઘસવાનું બંધ કરવું પડશે, તેની જગ્યાએ મંજન નો ઉપયોગ કરો. મંજન નો સાચો ઉપયોગ કરવાની રીત છે કે મંજન ને વચ્ચે વળી મોટી આંગળી થી પેઢા અને દાંતો ઉપર સારી રીતે ૧૦ મિનીટ સુધી લગાવીને રાખો, અને પછી મોઢામાંથી ખરાબ પાણી નીકળશે, ૧૦ મિનીટ પછી દાંતો ને ચોખ્ખાપાણી થી ધોઈ લો.