ઠંડીની ઋતુમાં આ વસ્તુનું સેવન કરવાથી શરીરમાં બની રહે છે શક્તિ, હદયને લગતી ઘણી ગંભીર બીમારીઓ પણ રહે છે દુર

સ્વાસ્થ્ય

શિયાળામાં જો ખાવા પીવા ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે તો શરીર સંતુલિત રહે છે અને ઠંડી ઓછી લાગે છે. શિયાળાની ઋતુમાં ફલૂ, ઇન્ફેક્શન,શરદી અને ખાંસી થવાની સંભાવના વધી જતી હોય છે. એવામાં પોતાની બોડીને ગરમ રાખવા માટે પડકારથી ઓછું કામ નથી. આ ઋતુમાં તળેલી-શેકેલી વસ્તુઓનું સેવન વધી જાય છે જેના કારણે પેટમાં કેટલાય પ્રકારની મુશ્કેલીઓ થવા લાગ છે.

શિયાળામાં કેટલીક વસ્તુઓ નું સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે. આ વસ્તુઓ દિવસભર એનર્જી આપે છે, શરીરને ગરમ અને સ્વસ્થ રાખે છે આ સાથે જ વજનને પણ કંટ્રોલ કરે છે. શિયાળામાં શરીરમાં સ્ફૂર્તિ અને શક્તિ પ્રદાન કરતા વિવિધ પ્રકારનાં વસાણામાં જે ખાદ્ય પદાર્થો અને સૂકા મેવા ઉપયોગમાં લેવાય છે તેનાથી શરીરને અઢળક ફાયદા થાય છે. જેના માટે તમે આ 5 વસ્તુઓ ખાઈ શકો છો. ચાલો જાણીએ.

આદુ :- આદું પચવામાં મદદરૂપ છે. આદું ખાવાથી શરીરમાં ગરમાવો આવે છે. પાચન માટે જરૂરી પાચકરસોને આદું પ્રજવલિત કરે છે એન તેનાથી પાચન સારું થાય છે. શરદીમાં આદું અકસીર ઇલાજ છે. એ ઉપરાંત સૂંઠને મલાઇ વગરના દૂધમાં મેળવીને દરરોજ શિયાળા દરમિયાન લઇ શકાય. ઉપરાંત, ગોળમાં ભેળવીને લાડુ બનાવી બાળકોને આપવાથી શરદી થતી અટકે છે.

પપૈયા :- આંતરડાને સ્વસ્થ રાખવાની સાથે જ પપૈયા પેટની કેટલીય પરેશાનીઓને દૂર કરે છે. ખાલી પેટ ખાવા માટે પપૈયાને સુપરફૂડ માનવામાં આવે છે. પપૈયાને દરેક ઋતુમાં અને દરેક જગ્યાએ મળી આવે છે. તેને તમે સરળતાથી પોતાના બ્રેકફાસ્ટમાં ખાઇ શકો છો. આ કોલેસ્ટ્રોલને ઘટાડે છે, હૃદયની બીમારીઓને દૂર કરે છે અને વજન પણ ઘટાડે છે.

બદામ :- બદામ ઘણા ગુણોથી ભરપુર હોય છે. તેનું નિયમિત સેવન અનેક બીમારીઓ થી બચવામાં મદદ કરે છે. હમેશા માનવામાં આવે છે કે બદામ ખાવાથી યાદશક્તિ વધે છે, પણ દરેક ડ્રાયફ્રુટ બીજા ઘણા રોગો થી આપણું રક્ષણ પણ કરે છે. તેના સેવન થી કબજીયાતની તકલીફ દુર થઇ જાય છે, જે શિયાળામાં સૌથી મોટી તકલીફ હોય છે. બદામમાં ડાયાબીટીસ ને નિયંત્રિત કરવાના ગુણ હોય છે. તેમાં વિટામીન ‘ઈ’ ભરપુર પ્રમાણમાં હોય છે.