ચા પીતા પહેલા ખાસ ધ્યાનમાં રાખવી આ બાબતો, નહિ તો થઇ શકે છે કેન્સર જેવી ગંભીર બીમારી, જરૂર જાણો

સ્વાસ્થ્ય

મોટાભાગના લોકોની સવાર ચા ની સાથે જ થાય છે. ઘણા લોકો શિયાળાની ઋતુમાં જ ગરમ-ગરમ ચા પીતા હોય છે. ચા પીવાના શોખીન લોકો તો ચા પીવા માટે ક્યારેય સમય જોતા નથી, તેઓ તો જમતા પહેલા અને જમ્યા બાદ પણ ચા પીતા હોય છે. ઘણા લોકો તો ચાના એટલા બંધાણી હોય છે કે દિવસમાં ત્રણ વાર તો તેમને ચા પીવી જ પડતી હોય છે.

ઘણા લોકોને ગરમ-ગરમ ચા, કોફી અથવા સૂપ પીવાની મજા આવતી હોય છે. ગરમ-ગરમ ચા પીવી ભલે મજા આવતી હોય, પરંતુ શું તમને ખબર છે કે આ ગરમ ચા તમને કેન્સરની બીમારી સામે લઇ રહી છે. હા સામાન્ય રીતે ચા, કોફી કે સૂપ તે ઠંડી પીવાની વસ્તુ થોડી છે. પરંતુ ઓછામાં ઓછી ચા કે કોફી કપમાં નાખીએ પછી 4 કે 5 મિનિટ પછી જ પીવું સ્વાસ્થય માટે સારું છે.

એક સંશોધન દરમિયાન ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે, જેના કારણે જો તમને પણ ગરમ ચા પીવાની આદત હોય તો નુકશાન થઇ શકે છે એટલા માટે આ વ્યાસન છોડી સ્વસ્થ રહેવું જોઈએ. બ્રિટિશ મેડિકલ જર્નલ મુજબ જાણવા મળ્યું છે કે, ખુબ જ વધારે ગરમ ચા કે કોફી પીવાથી અન્નનળીમાં અથવા ગળામાં કેન્સર થવાનું જોખમ વધી જાય છે.

કેન્સરની પાછળનું કારણ બતાવવામાં આવી રહ્યું છે કે, વધુ ગરમ ચા કે કોફી ગળાના ટિશૂઝને નુકસાન પહોંચાડે છે. ચા કે કોફીને ગેસ પરથી નીચે લીધા પછી 2 મિનિટમાં જ ચા પીનારા લોકોમાં કેન્સરનો ખતરો 5 ગણો વધી જાય છે. આ વાતને સાબિત કરવા માટે 50 હજાર લોકોમાં રિસર્ચ કર્યું. જે લોકો ખુબ જ વધારે ગરમ ચા કે કોફી પીતા હોય તેના ગળાને વધુ નુકસાન પહોંચે છે. જાણકારોઅનુસાર, ચા પીવાના અને કપમાં નાખવામાં 5 મિનિટનો સમયગાળો હોવો જોઈએ.

ગરમ ચા પીવાથી ફક્ત કેન્સર જ નહીં પરંતુ એસીડીટી, અલ્સર, પેટથી જોડાયેલી તમામ બીમારી થઇ શકે છે. ફક્ત ચા જ નહીં પરંતુ કોઈ પણ ગરમ વસ્તુ ખાવી કે પીવી ના જોઈએ. જે પેટને પ્રભાવિત કરે છે. આપણે જમતા સમયે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, આપણે જે ખાઈ રહ્યા છે તે તેટલું જ ગરમ હોવી જોઈએ જેનથી ગળું કે મોઢું જ નહીં પરંતુ પેટ પણ ના બળે.

દિવસ દરમિયાન ત્રણ કપથી વધારે વાર ચા ન પીવી જોઈએ, ઘણા લોકોની ટેવ હોય છે સવારે ઉઠીને ખાલી પેટે ચા પીવી, પરંતુ ખાલી પેટે ચા પીવાથી નુકશાન થઇ શકે છે જેમકે, કેન્સર અને એસિડિટીનું પ્રમાણ વધી જાય છે. સાથે જ માણસની ઉંમરમાં પણ ઘટાડો થાય છે. ઘણા લોકોને જમીને તરત જ ચા પીવાની ટેવ હોય છે. આ ટેવના કારણે સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે.

ઘણા લોકોને આદત હોય છે કે રાતે સુતા પહેલા ચાનું સેવન કરવું. ચા અને કોફીમાં ટેનિન નામનો પદાર્થ રહેલો છે. જે ખનીજ તત્ત્વોમાં ખાસ કરીને આયર્નને શરીર પર ગણ કરવાથી રોકે છે. રાતે ચાના સેવન કરતા પહેલા એ વાત ખાસ ધ્યાન રાખવી જોઈએ કે, ચામાં કૈફીન નામનું તત્વ હોય છે જે શરીરને હાનિકારક કરે છે, તેના કારણે રાતનું જમવાનું નથી પચતું. જેના કારણે કબજિયાતની સમસ્યા થઇ જાય છે.

રાખવું આ બાબતોનું ખાસ ધ્યાન :- ચા બનાવતી વખતે પહેલા પાણી ઉકાળીને તેમાં ચાની ભૂકી નાખવી, એ પછી છેલ્લે દૂધ નાખવું. ચાના પાણીને ત્રીસ મિનિટથી વધારે ન ઉકાળવું, જો વધારે ચા ઉકાળશો તો પાણીમાં ઓક્સિજનની કમી થશે અને ચાનો ટેસ્ટ પણ ખરાબ થશે. ચાની ભૂક્કી હંમેશા ઉકળતા પાણીમાં જ નાખવી. આનાથી ચાનો કલર અને ફ્લેવર બન્ને સારા લાગશે. અડધો કલાકથી વધુ રાખેલી ચા ક્યારે પણ ના પીવી જોઈએ. તેનાથી કબજિયાત જેવી ઘણી તકલીફ થઇ શકે છે.