તાવ ઓછો કરવા માટે અજમાવો આ ઘરેલુ ઉપાય.. જલ્દી જ ઉતરી જશે તાવ.

સ્વાસ્થ્ય

બદલાતા મોસમમાં જલ્દીથી તબિયત ખરાબ થઈ જતી હોય છે. અને ઘણીવાર તો તાવ પણ આવી જતો હોય છે. તાવ આવવાથી શરીર ગરમ થઈ જાય છે. અને કમજોર પડી જાય છે. આવા મા જો તમે દવા લેવાની જગ્યાએ સરળ અને સસ્તા ઘરેલુ ઉપચાર કરો. આ ઉપચાર કરવાથી તાવ ઉતરી જશે અને આરામ પણ મળશે. કરો આ ઘરેલુ ઉપચાર જલદી ઊતરી જશે તાવ.

વિનેગાર :- તાવ આવવા પર વિનેગારના ઘોળ ની પટ્ટીઓ માથા પર મૂકો. એક વાસણમાં થોડોક વિનેગાર અને પાણી લો. પછી એક  રૂમાલ તેમાં નાખો. અને સારી રીતે મિક્સ કરો. હવે આ રૂમાલને માથા પર રાખો.  આ રૂમાલ માથા પર રાખવાથી શરીરનું તાપમાન ધીમે ધીમે ઓછુ થવા લાગશે. અને તાવ ઊતરી જશે. આ ઉપાય તમે દર એક કલાક સુધી કરી શકો છો.

કાચો કાંદો :- કાચો કાંદો શરીરનું તાપમાન ઓછું કરવામાં મદદ કરે છે. તાવ આવે ત્યારે એક નાના ટુકડાને પગની નીચે રાખી લેવો અને પગને ઢાંકી લો. આ ઉપાય કરવાની સાથે જ તાવ ઓછો થવા લાગશે.

સરસવ ના બીજ :- સરસવ ના બીજ થી તાવ સાવ એકદમ સારો થઈ જાય છે. એક કપ પાણી ગરમ કરો. અને આ પાણી ગરમ થઈ જાય ત્યારે તેમાં સરસવ ના બિજ નાખો. આ પાણીને પાંચ મિનિટ માટે એમ જ રહેવા દો. પાંચ મિનિટ પછી આ પાણીને ગાળી લો. અને સરસવ ના બીજ નુ પાણી પીવાથી તાવ એકદમ ગાયબ થઈ જશે. અને તમને આરામ મળે છે.

કિશમિશ :- કિસમિશ ના પાણી પીવાથી પણ તાવ જતો રહે છે. એક પહોળા વાસણમાં પાણી લઈને તેમાં ૨૦ કિશમિશ પલાળી દો.  કિશમિશ  પૂરી રીતે પૂરી પલળી જાય તો તેને અંદર મિક્સ કરી લો. અને પાણીને ગાળી લો. આ પાણીને ગાળી લીધા પછી તેમાં લીંબુનો રસ નાખો. પાણી દર અડધા કલાકે પીઓ.  જે લોકોને શુગર છે. તે લોકો આ પાણી પીવાથી બચો. કારણ કે કિશમિશ માં પાણી ગળયુ હોય છે. અને આ પાણી પીવાથી સુગર વધે છે.

તુલસી :- તુલસીના અંદર મોજુદ ગુણ તાવને દૂર કરવા માટે સહાય કરે છે. તાવ આવવા પર તુલસીના પતા ચાવી લો. અથવા તો તુલસીની ચા પીઓ. તુલસીની ચા બનાવવા માટે  તુલસીના પાન લો. અને તેને પીસી લો. અને પાણીની અંદર મિક્સ કરી દો. હવે આ પાણીને ગેસ પર રાખી સારી રીતે ઉકાળો.

જ્યારે પાણી લીલા કલર નુ થઈ જાય. ત્યારે ગેસ બંધ કરી દો. અને તેને ગાળી લો. તુલસીની ચા બનીને તૈયાર છે. હવે તમે ચાહો તો આ પાણીની અંદર ખાંડ પણ નાખી શકો છો. આ ચાનું સેવન દિવસમાં ત્રણ વાર કરો. જેનાથી શરીરનું તાપમાન ઓછું જાય છે. તાવ આવવા સમયે ઉપર બતાવેલા ઉપાયો કરો. અને આ ઉપાયો કરવાથી તાવ સારો થઈ જાય છે.