તારક મહેતા ઉલટા ચશ્માંના એક્ટર “બાઘા” પહેલા કરતા હતા બેંકમાં નોકરી, અત્યારે એક એપિસોડની લે છે આટલી રકમ, જરૂર જાણો..

મનોરંજન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની લોકપ્રિય સીરીયલ છેલ્લા ૧૨ વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. જે હાલમાં ટીવી પરનો સૌથી ખ્યાતનામ શો છે. આ કોમેડી શો છે, જે દર્શકોને ખુબ જ હસાવે છે. એમાંથી એક પાત્ર છે બાઘાનું. જેનું પાત્ર ખુબ જ રમુજી અને કોમેડી છે.

આ શો એ ઘણી સફળતા પ્રાપ્ત કરી ચૂકેલ છે. આ શોમાં પાત્ર ભજવનાર બાઘા એ પણ લોકોને પોતાના મજાકિયા અંદાજથી ખૂબ જ મનોરંજન કરેલું છે. આ શો સુધી પહોંચવાની બાઘાની સફર પણ જાણવા જેવી છે. આજે અમે તમને બાઘાની અત્યાર સુધીની સફર વિશે જણાવીશું, ચાલો આપણે જાણીએ, બાઘાની વાસ્તવિક જીવન કેવું છે…

હકીકત માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના શોમાં બાઘાનું પાત્ર ભજવનાર તન્મય વેકરીયા, આ શોમાં પહેલા બીજી ભૂમિકા ભજવતો હતો, પરંતુ તેના સારા અભિનયને કારણે, શો મેકર્સે તેમને ખૂબ જ મહત્વની ભૂમિકા આપી ત્યારે આ તક તન્મયે તરત જ ઝડપી લીધી હતી. આજે તેની આવા શાનદાર અભિનયને કારણે દરેક ઘરમાં માન્યતા મળી રહી છે.

શો માં આવતાં પહેલાં આવી હતી તન્મયની જીંદગી :- અમે તમને જણાવી દઈએ કે તન્મય વેકરીયાને બાઘાની ભૂમિકામાં ખુબ જ સારી નામના મળી અને હવે તેનું નામ ઘણા  વ્યક્તિના મોં પર સંભળાય છે. અમે તમને જણાવી દઈએ કે આ શો દ્વારા તેણે લાખો રૂપિયાની કમાણી પણ કરી ચુકી છે. તન્મય વેકરીયા અત્યારે કરોડપતિ બની ગયા છે, પરંતુ શોમાં પ્રવેશતા પહેલા તેમનું જીવન એકદમ સરળ હતું.

આ શોમાં આવતા પહેલા તન્મય વેકરીયા બેંકમાં કામ કરતા હતા. જો કે તમને આ વિશે ભાગ્યે જ જાણકારી હશે, તન્મય વેકરીયા બેંકમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા હતા અને એ માટે તેને દર મહિને ફક્ત 4000 રૂપિયા સેલરી મળતા હતા. પરંતુ તન્મય વેકરીયાને હંમેશાં અભિનય કરવામાં રસ હતો, કારણ કે તેના પિતા અરવિંદ વેકરીયા જાણીતા ગુજરાતી અભિનેતા હતા.

અભિનય પ્રત્યે એના રસને કારણે, તે આ ક્ષેત્ર સાથે હંમેશા સંકળાયેલા રહ્યા અને પછી તે છેવટે અસિત મોદીની નજરમાં આવી ગયા અને તેમને ટૂંક સમયમાં તારક મહેતાના ઉલ્ટા ચશ્મા શોમાં સ્થાન મળી ગયું અને પછી ત્યારથી તેનું નસીબ ચમકવા લાગ્યું. શરૂઆતમાં તો તન્મય વેકરીયાને એક બાજુનું પાત્રઆપવામાં આવ્યું હતું, જેના પછી શો નિર્માતાઓ તેની મહેનત અને કુશળતાથી પ્રભાવિત થયા હતા અને તેમને મહત્વપૂર્ણ ભૂમિકાઓ આપવાનું  વિચાર્યું.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેઠાલાલના ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં કામ કરતા શોમાં તન્મય વેકરીયા વાળાની ભૂમિકામાં છે. આ સમય દરમિયાન, તે ખૂબ જ કોમેડી પાત્રમાં તેના બોસ જેઠાલાલ સાથે રહે છે અને આ બંનેની કોમેડી પણ દર્શકોને ખૂબ જ પસંદ આવે છે.

બાઘા એક એપિસોડ માટે લે છે આટલી રકમ :- બાઘા એટલે કે તન્મય વેકરીયા તેના શેઠ જેઠાલાલના ગોકુલધામના દરેક કાર્યમાં પણ હાજર છે. બાઘાને શોમાં બાવરી નામની યુવતી સાથે પ્રેમ હોય છે અને બાઘા એ પણ આ યુવતી સાથે સગાઇ કરી છે.

તન્મય વેકરીયાને 1 એપિસોડમાં બાઘાનું પાત્ર ભજવવા માટે 22000 રૂપિયા ફી મળે છે. એટલે કે, તન્મય (બાઘા) હવે મહિનામાં કરોડો રૂપિયાની કમાણી કરે છે અને તે આ શોના સૌથી મહત્વપૂર્ણ પાત્રો માંના એક કોમેડી એક્ટર છે.