તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ લોકો વચ્ચે ખુબ જ લોકપ્રિય છે. આ શૉના પાત્રો લોકો વચ્ચે ખુબ જ લોકપ્રિય છે અને તે ખુબ ફેમસ પણ થઇ ગયા છે. એમાં પણ દર્શકોને જેઠાલાલનું અલગ જ રૂપ જોવા મળે છે. જેઠાલાલના પાત્રના દરેક રંગને બખૂબીથી નિભાવતા એક્ટર દિલીપ જોષી ના કારણે દર્શકોને આ શો પસંદ આવી રહ્યો છે.
ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ એટલે મસ્તમોજી વ્યક્તિ, બાપુજીનો ભારોભાર આદર રાખનાર, દયા સાથે મીઠી તકરાર, ટપ્પુના પ્રેમાળ અને ખોટી વાતે ખખડાવી નાખતા પિતા, જલેબી-ફાફડાના આશિક, બબીતાજીને જોઈને પાણી-પાણી થઈ જવું, મુસીબત આવ્યે મહેતા સાહેબ પાસે દોડી જવું, ગોકુલધામના દરેક વ્યક્તિની મદદ માટે હંમેશા તૈયાર રહેવું અને પોતના કોમિક ટાઈમિંગથી લોકોને પેટ પકડીને હસાવવા.
શૉના મુખ્ય પાત્ર જેઠાલાલ એટલે કે દિલીપ જોશી એક એપિસોડના 1.5 લાખ રૂપિયા લે છે. મિડીયા રિપોર્ટ પ્રમાણે તેમની ટોટલ સંપત્તિ 37 કરોડ રૂપિયા છે. લોકપ્રિયતાની દ્રષ્ટિએ જેઠાલાલ અને દયાબેન ટોચ પર છે, પણ ચંપક ચાચા (બાપુજી) પણ પ્રશંસક પ્રિય છે. આ સિરિયલમાં ચંપકલાલ ઉર્ફે અમિત ભટ્ટ જેઠાલાલના પિતાની ભૂમિકા ભજવે છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે તે ઉંમરની દ્રષ્ટિએ જેઠાલાલથી નાના છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં ચંપક ચાચાની ભૂમિકા ભજવનાર અમિત ભટ્ટ 48 વર્ષના છે, જ્યારે દિલીપ જોશી, જે તેમના પુત્ર જેઠાલાલનો રોલ કરે છે, 52 વર્ષના છે. આ રીતે, ચંપક ચાચા વાસ્તવિક જીવનમાં જેઠાલાલ કરતા 4 વર્ષ નાના છે. બાપુજી આ સિરિયલમાં નીચે ચાલતા જોવા મળે છે અને હંમેશા ચીડિયા રહે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તે ખૂબ જ હેન્ડસમ લાગે છે. અમિત ભટ્ટ રીઅલ લાઇફમાં ખૂબ સ્ટાઇલિશ છે અને તમે તેને જીન્સ-ટી-શર્ટમાં જોઈને ઓળખી શકશો નહીં.
અમિત ભટ્ટની પત્નીનું નામ ક્રિતી ભટ્ટ છે અને તેમને બે પુત્રો છે. અમિત ભટ્ટ સોશિયલ મીડિયા પર સક્રિય છે અને સમય સમય પર તેના ફોટા અને વીડિયો શેર કરે છે. કોરોના લોકડાઉન દરમિયાન તે સોશિયલ મીડિયા પર વધુ જોવા મળ્યો હતો.
ઓડીશન વગર શો માં રોલ મળી ગયો : આ શોના નિર્માતા અસિત મોદીએ અમિત ભટ્ટને એક હોટલમાં મળવા આમંત્રણ આપ્યું હતું અને તે તેમને જોવા જતા રહ્યા હતા. આ પછી અમિત ભટ્ટને ઓડિશન વિના ચંપકલાલની ભૂમિકા મળી. અમિત ભટ્ટને મુસાફરી કરવાનો શોખ છે અને તેને ખબર પડી કે બે-ત્રણ દિવસથી શૂટિંગ નથી થતું, તે મુંબઈની બહાર નીકળી જાય છે. તેમને કોલેજના સમયથી જ ગાવાનો શોખ છે અને આ શોખ હજી બાકી છે.