મિત્રો, જો કોમેડીની વાત કરવામા આવે તો પહેલી સિરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ આપણા મનમા આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી આ સિરિયલ નિરંતર દર્શકોનુ મનોરંજન કરી રહી છે. કોમેડી ક્ષેત્રે આ સિરિયલે એક વિશેષ ઓળખ બનાવી છે. આ સિરિયલનુ દરેક પાત્ર તમારામા અનોખુ છે.
તેના દરેક પાત્રો તેની વિચિત્રતાને કારણે ખુબ જ પ્રખ્યાત છે. આ સિરિયલનુ દરેક પાત્ર તમને હસવાની ફરજ પાડે છે. આ સિરિયલમાં જેઠાલાલ, દયા, ડોક્ટર હાથી, ભીડે, બબીતા, તારક મહેતા જેવા જાણીતા પાત્રો છે પરંતુ, એક પાત્ર એવું છે કે, જેનાથી આખુ ગોકુલધામ ડરી જાય છે અને તે સૌ કોઈ માટે આદરણીય છે. આ પાત્ર બીજુ કોઈ નહીં પણ દરેકના પ્રિય બાપુજી છે.
ચંપકલાલ જયંતીલાલ ગડા ઉર્ફે ચંપક ચાચાનુ પાત્ર ભજવનાર અભિનેતાનુ નામ અમિત ભટ્ટ છે. ટીવી પર તે વૃદ્ધ દેખાય છે પરંતુ, વાસ્તવિક જીવનમા તેમની વય ખૂબ જ નાની છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ સિરિયલમા વૃદ્ધ વ્યક્તિની ભૂમિકા ભજવનાર અમિત ભટ્ટ વાસ્તવિક જીવનમા ખૂબ જ યુવાન અને ખુશ છે. આ સિરિયલમા ચંપકની પત્ની આ દુનિયામાં નથી કે ક્યારેય દેખાઈ નથી પરંતુ, જ્યારે તમે અમિત ભટ્ટની રિયલ લાઇફ પત્નીને જોશો ત્યારે તમે ચોક્કસ આશ્ચર્યચકિત થઈ જશો.
નાના પડદા પર ચાલતા “તારક મહેતા કા ઉલટા ચશ્મા” એ સૌથી લાંબા સમય સુધી ચાલતા ફેમિલી ડ્રામા શો તરીકે “ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ”મા પોતાનુ નામ નોંધાવ્યુ છે. આ શો ૨૮ જુલાઈ, ૨૦૦૮થી શરૂ થયો હતો. આ શો હજુ પણ બાળકો, યુવાનો અને વૃદ્ધોમા ખૂબ જ લોકપ્રિય છે.
હાલ, અત્યાર સુધીમા આ ટીવી સિરિયલના ૨૩૭૪ એપિસોડ પૂર્ણ થઇ ચુક્યા છે તેમ છતા આ શો ટોપ ટી.આર.પી. રેટિંગમાં પોતાનું સ્થાન જાળવી રહ્યો છે. આ શોના તમામ પાત્રો પણ ખૂબ જ લોકપ્રિય છે. દયાબેનના સસરા ચંપકલાલ જેઠલાલ ગડાના પોશાક પણ ખૂબ જ લોકપ્રિય છે.
તારક મહેતામા જેઠલાલના બાપુજી તરીકે ભૂમિકા ભજવતા ચંપકલાલનુ સાચુ નામ અમિત ભટ્ટ છે. હાલ, તેમની ફેન ફોલોઈંગમા દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે પરંતુ, શું તમે આ અભિનેતાની પત્ની વિશે જાણો છો? અમિતની પત્ની નિઃશંકપણે કોઈ અભિનેત્રીથી ઓછી સુંદર નથી પરંતુ, તેમછતા તે ગ્લેમર વર્લ્ડથી દૂર રહેવાનુ જ પસંદ કરે છે. અમિત મુંબઈમા તેના પરિવાર સાથે જ રહે છે.
ટીવી કલાકાર અમિત ભટ્ટની પત્ની ખૂબ જ સુંદર છે, તે સુંદરતામા કોઈ ટીવી અભિનેત્રીથી કમ નથી. અમિતને બે જોડિયા પુત્રો પણ છે. અમિત એ તારક મહેતાના ઉલટા ચશ્મા ઉપરાંત ટીવી શો ખીચડી, યસ બોસ, ચુપકે ચુપકે, ગપશપ કોફી શોપ જેવા અનેકવિધ ટીવી શોમા જોવા મળ્યા છે. તેમણે ઘણા લાંબા સમય સુધી ગુજરાતી થિયેટરમા પણ કામ કર્યુ છે અને છેલ્લા ઘણા વર્ષોથી તે થિયેટર સાથે પણ જોડાયેલા છે.