જાણીતા ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના લેખકો પૈકીના એક અભિષેક મકવાણાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.
તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના લેખકે કર્યો આપઘાત સુસાઇડ નોટમાં લખ્યું આર્થિક તંગી કારણભૂત.
ટેલિવિઝન ઉપર પ્રસારીત થતી હાસ્ય ધારાવાહિક તારક મહેતા કા ઉલટા ચશ્માના લેખક પૈકીના એક અભિષેક મકવાણાએ આત્મહત્યા કરી લીધી છે. મુંબઈના કાદિવલી સ્થિત તેમના નિવાસસ્થાને અભિષેકે આત્મહત્યા કરી છે. પોલીસને મળેલી સ્યુસાઈડ નોટમાં આર્થિક તંગીનું કારણ દર્શાવ્યું છે.
જ્યારે અભિષેકના પરિવારજનો, તેને નાણાકીય ગેરરિતીનો ભોગ બન્યા હોવાનું અને કોઈ તેને બ્લેકમેઈલ કરતા હોવાનું જણાવ્યું છે. પોલીસને અભિષેકના ઈમેલની કરેલી તપાસમાં નાણાકીય ગેરરીતિ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયુ છે. અને પોલીસ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી રહી છે.
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, મૃતકની એક સુસાઇડ નોટ મળી આવી છે. ઉલ્લેખનીય છે કે, અભિષેક છેલ્લા કેટલાક સમયગાળાથી આ સિરિયલ લખી રહ્યા હતા. પોલીસ દ્વારા મળેલી જાણકારી પ્રમાણે અભિષેક આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા.
સાયબર ફ્રોડનો શિકાર બન્યા હોવાનો થયો ખુલાસો
ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે અભિષેકે આત્મહત્યા. કરી હતી અને તેના પરિવારે આરોપ લગાવ્યો હતો કે તે સાયબર ફ્રોડનો શિકાર હતો અને તેને બ્લેકમેલ કરવામાં આવી રહ્યો હતો.
મુંબઈ મિરરના સમાચારો અનુસાર અભિષેકનો પરિવાર અને મિત્રો આરોપ લગાવી રહ્યા છે કે તેની મૃત્યુ બાદથી દગો કરનારાઓ તરફથી વારંવાર પૈસા માટે ફોન આવી રહ્યા હતા. કારણ કે અભિષેકે તેને લોનમાં ગેરન્ટર બનાવ્યા હતા.
27 નવેમ્બરના રોજ કર્યો આપઘાત
આપને જણાવી દઇએ કે, અભિષેક મકવાણા 27 નવેમ્બરના રોજ તેમના કાંદિવલી સ્થિત મકાનમાં મૃતા હાલતમાં મળી આવ્યો હતો, ત્યારબાદ ચારકોપ પોલીસે આ કેસમાં એક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધ્યો હતો. આ મામલે પરિવારનું નિવેદન પણ નોંધવામાં આવ્યુ.
અભિષેક મકવાણા (Abhishek Makwana)ના પરિવારજનોનું કહેવું છે કે અભિષેકના નિધન બાદ તેમને ફ્રોડ લોકો કોલ કરી રહ્યા છે. પરિવારે કહ્યું કે તે લોકો કોલ કરીને પૈસા માંગી રહ્યા છે. તેમનું કહેવું છે કે અભિષેકે લોન લેતી વખતે પોતાના પરિવારના ગેરન્ટી કર્તા બનાવ્યા હતા.
અભિષેકના ભાઇ જેનિસનું કહેવું છે કે તેમણે કેટલાક એવા મેલ વાંચ્યા ત્યારબાદ તેમને એહસાસ થયો કે અભિષેકને કોઇ નાણાકીય જાળમાં ફસાવ્યો હતો. જેનિસે કહ્યું કે ‘ઇ-મેલ રેક્રોડ જોયા બાદ મને સમજાયું કે પહેલા મારા ભાઇને એક એપ દ્વારા નાની લોન આપવામાં આવે છે જે વધુ વ્યાજ લે છે. પછી મેં તેના અને ભાઇના ટ્રાંજેક્શન જોઇ. મેં જોયું કે તે મારા ભાઇને નાની નાની એમાઉન્ટ આપતા રહે છે જ્યારે ભાઇએ બીજી કોઇ લોન લીધી નથી. લોનનો વ્યાજ દર 30 ટકા હતો.
છેતરપિંડી અને બ્લેકમેલનો શિકાર બન્યા અભિષેક
જેનિસે આગળ પણ એ પણ કહ્યું કે જ્યારે તેઅમ્ને અભિષેક મકવાણા (Abhishek Makwana)ના નિધનની વાત ખબર પડી છે ત્યારથી તે લોકો તેમને વારંવાર કોલ રહ્યા છે અને ખોટી વાતો કહી રહ્યા છે. એક નંબર બાંગ્લાદેશનો છે, એક મ્યાનમાર અને બાકીના ભારતના અલગ-અલગ રાજ્યોના છે.
જેનિસે કહ્યું કેમ અને અલગ-અલગ નંબરો પરથી ઘણા ફોન કોલ આવ્યા. જેમાં તેમણે કોઇએ લોન ચૂકવવાની માંગ કરી. એક કોલ બાંગ્લાદેશથી એક કોલ મ્યાનમાર અને અન્ય લોક ભારતના અલગ અલગ રાજ્યોમાંથી આવે છે.