સ્વાસ્થ્ય

શરીરને હંમેશા માટે નીરોગી બનાવી રાખવા માટે આ ઔષધી છે અમૃત સમાન, જાણો કેવી રીતે કરવો ઉપયોગ..

Advertisement

આપણા પ્રાચીન ધર્મ ગ્રંથોમાં ઘણી એવી ઔષધી વિશે જણાવવામાં આવ્યું છે જેનાથી શરીરની ઘણી બીમારીઓ સામે રક્ષણ મેળવી શકાય છે. કોરોના કાળથી વિદેશના લોકો પણ ભારતીય આયુર્વેદિક ઔષધિઓનું મહત્વ વધારે માનવા લાગ્યા છે. આ ઔષધી સર્વ રોગોમાં ઉપયોગી થનાર વનસ્પતિ છે.

ભારતમાં જે વસ્તુઓ વર્ષૌથી ઉપયોગમાં લેવાય છે તેનો ઉપયોગ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે થાય છે જેનો ઉપયોગ વિદેશમાં પણ વધવા લાગ્યો છે. આજે અમે તમને એવી ઘણી ઔષધી વિશે જણાવીશું જેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થશે. તો ચાલો જાણી લઈએ એ કઈ કઈ છે આ વસ્તુઓ અને કઈ સમસ્યામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

Advertisement

અશ્વગંધા :- અશ્વગંધા એક પ્રકારની ઔષધી જ છે. જેને આયુર્વેદિક ઔષધિઓનો રાજા કહેવામાં આવે છે. શરીરમાં થતી બળતરા અને સોજા દુર કરવા માટે અશ્વગંધા ખૂબ ફાયદાકારક છે. આ ઔષધિને ​​એડેપોજેન માનવામાં આવે છે, જે શરીરના તમામ વિકારોને ઘટાડે છે.

હળદર :- હળદર એ દરેક ભારતીય ઘરમાં મળી આવે છે. ઔષધિય ગુણો ધરાવતી હળદરને સૌથી વધુ અસરકારક ઔષધી કહેવામાં આવે છે. કેન્સર, હ્રદયરોગનું જોખમ ઓછું કરવાની સાથે કફ અને શરદી માટે હળદર સૌથી અસરકારક ઇલાજ છે. હળદર આરોગ્યની અનેક સમસ્યાઓ દૂર કરીને રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે.

Advertisement

લીમડો :- લીમડામાં ઘણા એવા ગુણધર્મો રહેલા છે, તેના આ ગુણધર્મોને કારણે ઇમ્યુનોમોડ્યુલેટર પણ કહેવામાં આવે છે, જેનો અર્થ છે કે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા છે. લીમડામાં મજબૂત એન્ટીઓકિસડન્ટો હોવાનું જોવા મળે છે જે હ્રદયરોગ અને કેન્સર જેવા ક્રોનિક રોગોને મટાડવામાં અસરકારક માનવામાં આવે છે.

ગળો :- આયુર્વેદિય મુજબ ગળો સ્વાદમાં તુરુ, કડવું અને તીખું, ગરમ છતાં પિત્તશામક, રસાયન, બળકર, ભૂખવર્ધક, પાચનકર્તા, હૃદય માટે ફાયદાકારક, રક્તવર્ધક અને શોધક, પિત્તસારક, પીડાશામક, ત્રિદોષ નાશક અને આયુષ્યપ્રદ માનવામાં આવે છે. ગળો તાવ, તૃષા, દાહ-બળતરા, રક્તદોષ, પાંડુ રોગ, કમળો, લિવરના રોગો, હૃદય રોગ, ખાંસી, કૃમી, એસિડિટી, ઊલટી, મંદાગ્નિ, મરડો, સંગ્રહણી જેવાં ઘણા રોગો દુર કરે છે.

Advertisement

તુલસી :- ભારતમાં તુલસી લગભગ દરેક ઘરમાં મળી આવે છે. હિન્દુ ધર્મમાં તુલસીની પૂજા કરવામાં આવે છે. રો તુલસી ગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખુબ જ શ્રેષ્ઠ દવા માનવામાં આવે છે. તુલસી શરીર માટે ઘણી રીતે ફાયદાકારક છે. દમ, શ્વાસનળીનો સોજો જેવા શ્વસન ચેપની સારવાર માટે પણ તુલસી ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આ સિવાય તુલસી બ્લડ સુગરને પણ કંટ્રોલ કરે છે..

Advertisement
Advertisement
Share
Admin

Leave a Comment

Recent Posts

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

2 months ago

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ના ચાલી રહેલા કોર્ટરૂમ ડ્રામા માં પાખી જીતશે, ભવાની કરશે દગો!

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

2 months ago

અનુપમાને પામવાની ઈચ્છામાં વનરાજ અણસમજુતાની હદ વટાવી જશે! અનુજને તેની ભૂલનો અહેસાસ થશે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

2 months ago

વડોદરામાં આવેલા છે આ ખાસ સ્થળો જે છે અત્યંત સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર.. જુઓ ખાસ તસ્વીરો…

  ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…

2 months ago

અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, વાર્તામાં આવશે નવો વળાંક

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…

2 months ago

નવરાત્રિના 1 મહિના પછી બનશે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના જાતકોને પડી શકે છે સમસ્યાઓ, બગડી શકે છે બેંક બેલેન્સ

ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…

2 months ago