સ્વાસ્થ્ય માટે રામબાણ ઈલાજ છે ટામેટા, જેનું સેવન કરવાથી થાય છે ડાયાબિટીસ સહીત ઘણા સ્વાસ્થ્યને લગતા ફાયદા.

સ્વાસ્થ્ય

દરેક લોકોના રસોઈ ઘરમાં ટામેટા નો ઉપયોગ કરવામાં આવે છે, ટામેટા દરેક શાકમાં મિક્સ કરી શકાય છે. ટામેટા માં ઘણા વિટામીન અને પ્રોટીન પણ રહેલા હોય છે. ૧૦૦ ગ્રામ ટામેટા ની અંદર પ્રોટીન ૯૦૦ મિલીગ્રામ અને વિટામીન સી ૧૪ મિલીગ્રામ રહેલા હોય છે. ટામેટા નું સેવન કરવાથી ન ફક્ત ત્વચા પરતું ચહેરા ને પણ ઘણા પ્રકારના લાભ પહોચે છે.

ટામેટા ની અંદર ભરપુર પ્રમાણ માં કેલ્શિયમ, ફોસ્ફોરસ અને વિટામીન સી રહેલા હોય છે. આજે અમે તમને ટામેટા નું સેવન કરવાથી ક્યાં ક્યાં પ્રકારના લાભ થાય છે એના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણી લઈએ ટામેટા ની સાથે જોડાયેલા સ્વાસ્થ્ય ને લગતા ફાયદા.

ત્વચા ચમકદાર બનાવવા માટે

ટામેટા નું સેવન કરવાથી સ્વાસ્થ્ય ને તો લાભ મળે છે અને સાથે ટામેટા ના રસ ને ચહેરા પર લગાવવાથી ચહેરા પર ચમક પણ આવી જાય છે અને ચહેરો એકદમ ચમકતો રહે છે. આ ટામેટા ની પેસ્ટ તૈયાર કરવા માટે એક ટામેટા ને સરખી રીતે ખમણી લેવું, પછી એની અંદર કાચું દૂધ અને મધ મિક્સ કરવું. આ પેસ્ટ ને તમારા ચહેરા પર લગાવી દેવી. જેનાથી તમારા ચહેરા નો રંગ અને ચમક વધી જશે.

એસીડીટી માટે ફાયદાકારક

ટામેટા ની અંદર રહેલા તત્વ એસીડીટી ની સમસ્યા ને દુર કરવામાં રામબાણ ઈલાજ સાબિત થાય છે. એટલા માટે જે લોકો ને પણ ગેસ ની સમસ્યા રહે છે તે લોકોએ ટામેટા નું સેવન જરૂર કરવું જોઈએ. એને ખાવાથી એસીડીટી એકદમ દુર થઇ જશે.

પાચન શક્તિ

ટામેટા નું સેવન પેટ સાથે સબંધિત ઘણા રોગ દુર થઇ જાય છે. એટલા માટે જે લોકો નિયમિત રૂપથી ટામેટા નું સેવન કરે છે એનું પેટ એકદમ સ્વસ્થ બની રહે છે અને એને ખાવાથી પાચન શક્તિ પણ વધે છે.

આંખની રોશની માટે

ટામેટાનું સેવન કરવાથી આંખો ને ખુબ જ તાજગી મળે છે, જે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે અને એને ખાવાથી આંખો ને લાભ પહોચે છે. ટામેટા ની અંદર વિટામીન ‘એ’ હોય છે અને વિટામીન એ આંખો માટે ખુબ જ ફાયદાકારક હોય છે.

ડાયાબિટીસના દર્દી માટે

જે વ્યક્તિને ડાયાબિટીસ રહેતી હોય તેઓ માટે પણ ટામેટા નું સેવન કરવું ઉત્તમ માનવામાં આવે છે અને એને ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલ માં રહે છે. ડાયાબિટીસ ના દર્દીઓ સિવાય હદયની બીમારી ના દર્દીઓ માટે પણ ટામેટા ગુણકારી માનવામાં આવે છે.

ટામેટાનું સેવન કરવાની યોગ્ય રીત

ટામેટા નું સેવન તો આપણે બધા કરીએ જ છીએ. ટામેટા નું સૂપ બનાવી ને પણ પીઈ શકાય છે અથવા ટામેટા ને સલાડ ના રૂપ માં પણ ખાઈ શકાય છે. એ સિવાય એનું જ્યુસ પણ કાઢીને પીઈ શકો છો.