રસોઈની રાણી

જાણો રગડા પાણીપુરી બનાવવાની રીત વિષે, વિશેષ ટિપ્સ સાથે.

0
Please log in or register to do it.

આજના લેખમાં આપણે રગડા પાણીપુરી બનાવવાની રીત વિષે જાણીશું. ગરમ-ગરમ રગડો, પુરી અને પાણીપુરી નું ઠંડુ – ઠંડુ પાણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો આજે રગડા પાણીપુરી બનાવવાની સરળ રીત જાણીશું.

રગડા પાણીપુરી બનાવવા માટેની જરૂરી સામગ્રી –

સફેદ વટાણા 1 1/2 કપ
બટાકા 1-2
હળદળ 1/4
આદુ-લસણની પેસ્ટ 2 ચમચી
જીરું 1 ચમચી
ટામેટા 1 – 2 સમારેલા
ડુંગળી 1 ઝીણી સમારેલી
લાલ મરચું પાઉડર 1 ચમચી
લીલા મરચાં સમારેલા 1 – 2
ધાણા જીરું પાવડર 1/2 ચમચી
હળદર 1/2 ચમચી
ગરમ મસાલો 1/4 ચમચી
તેલ 1-2 ચમચી
લીંબુનો રસ 1 ચમચી
જરૂર મુજબ પાણી
મીઠું સ્વાદ પ્રમાણે
પાણીપુરીની પુરી
પાણીપુરી નું પાણી
લીલા ધાણા સમારેલા 3-4

રગડા પુરી બનાવવાની રીત –

રગડા પુરી બનાવવા માટે સૌપ્રથમ સફેદ વટાણા ને સાફ કરી 2 થી 3 વખત પાણીથી ધોઇ લેવા, અને છથી સાત કલાક માટે અથવા આખી રાત માટે પડવા દેવા.

સાત કલાક પછી વધારાનું પાણી નિતારીને વટાણાને કુકરમાં બાફવા માટે નાખવા, સાથે બટાકાને છોલીને કટકા કરી નાંખવા. ત્યાર પછી તેમાં ત્રણ કપ પાણી નાખો અને સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર નાખીને કુકર બંધ કરીને ધીમા તાપે ત્રણથી ચાર સીટી કરવી.

ચાર સીટી થયા પછી ગેસ બંધ કરીને કુકરમાંથી હવા નિકાળવા દેવી. કુકરમાંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલીને મેસર થી કે ચમચા વડે થોડું મેશ કરીને એ મિશ્રણ એક બાજુ પર રાખવું.

હવે ગેસ પર એક કઢાઈમાં તેલ ગરમ કરવું. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખીને તતડાવવું. પછી તેમાં હિંગ નાખીને મિક્સ કરવું.

ત્યારબાદ તેમાં લીલા મરચા સમારેલા અને સમારેલી ડુંગળી, આદુ લસણની પેસ્ટ નાખીને મિક્સ કરવું. બેથી ત્રણ મિનિટ સુધી શેકાવા દો. ડુંગળી શેકાય જાય એટલે તેમાં સમારેલા ટામેટા નાખવા. સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર નાખીને મિક્સ કરવું. ટામેટા ગરી જાય ત્યાં સુધી ચડવા દેવું.

પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી મિક્સ કરી લેવું. તેમાં લીંબુનો રસ નાંખીને મિક્સ કરવું. ધીમા તાપે પાંચ મિનિટ સુધી ચડવા દેવું. પાંચ મિનિટ પછી સમારેલા લીલા ધાણા નાંખવા અને મિક્સ કરીને ગેસ બંધ કરી દેવો. તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરવું. ઉપર લીલા ધાણા અને ચાટ મસાલો નાખવો.

ત્યારબાદ રગડા પુરી બનાવવા માટે પાણીપુરી ની પૂરી લેવી. એમા હોલ કરીને ગરમ ગરમ રગડા ને ચમચીની મદદથી ભરવો, ભરેલી રગડા પુરી ને પાણીપુરીના પાણીમાં બોળીને સ્વાદિષ્ટ રગડા પાણી પુરી ની મજા માણો.

રગડા પાણીપુરીની વિશેષ ટિપ્સ –

– સફેદ વટાણાને ઓછામાં ઓછા ચાર કલાક પલળવા દેવા.
– જો તમે ડુંગળી લસણ ના ખાતા હો તો નાખવા નહીં.
– રગડા પુરી ને આમલીની ચટણી અને લીલી ચટણી તથા સેવ સાથે સર્વ કરી શકો છો.

કરો આ ફ્રુટનું સેવન હાડકાનો દુખાવો થઈ જશે ગાયબ, જાણો એના વિશેષ ફાયદા.
જો તમે નિયમિતપણે સવારે 2 થી 3 મીઠા લીમડાના પાન ચાવો છો તો મળશે આ સ્વાસ્થ્ય લાભ

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.