આ વસ્તુઓનું સેવન કરવાથી કડકડતી ઠંડીમાં મળશે ઘણી મદદ, અને સાથે રોગપ્રતિકારક શક્તિમાં પણ થશે વધારો.

સ્વાસ્થ્ય

શિયાળાની ઋતુ ચાલી રહી છે. ઠંડી પણ ખુબ જ વધતી જાય છે. આવી ઠંડીમાં લોકોને એમના સ્વાસ્થ્ય પર પુરતું ધ્યાન અપાતું નથી. જેના કારણે ઘણી સમસ્યા પણ થાય છે. શિયાળાની ઋતુમાં ઈમ્યૂનિટી સિસ્ટમને મજબૂત કરવી ખૂબ જ જરૂરી છે. શિયાળામાં ભૂખ વધવાની સાથે શારીરિક શ્રમ પણ ઓછો થાય છે. આવી સ્થિતિમાં, તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખવી મહત્વપૂર્ણ બની જાય છે.

ઠંડા વાતાવરણમાં બીમાર પડે છે અથવા ત્વચા, શરીર અને શરીરની હિલચાલ શરદીની શરૂઆત સાથે જ અસર થવા લાગે છે. ઠંડા વાતાવરણમાં બીમાર પડે છે અથવા ત્વચા, શરીર અને શરીરની હિલચાલ શરદીની શરૂઆત સાથે જ અસર થવા લાગે છે. એવામાં આપણે આ મોસમમાં પોતાની ખાણીપીણીમાં કેટલીક ખાસ વસ્તુઓની મદદથી બીમારીઓને દૂર રાખી શકીએ છીએ અને આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. તો ચાલો જાણી લઈએ એ વસ્તુ વિશે..

હળદર :- શિયાળાની ઋતુમાં ભોજનમાં તો લગભગ તમામ લોકો હળદરનો ઉપયોગ કરે છે. હળદર સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. જેને આપણા ભોજનમાં જરૂર સામેલ કરવું જોઇએ. હળદરનો ઉપયોગ દૂધમાં નાંખીને અથવા હળદરવાળા દૂધનું સેવન કરવામાં આવે તો શિયાળામાં તમારા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં ઘણી મદદ મળી શકે છે. હળદર વાળી ચાનું પણ સેવન કરવાથી આપણા શરીરને ઘણા ફાયદા મળે છે.

ફળ અને શાકભાજી :- ફળ તો આપણા શરીર માટે હંમેશા જ લાભદાયી હોય છે અને સાથે અમુક શાકભાજી પણ રોગ પ્રતિકારક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે, એટલા માટે એન્ટી ઑક્સીડેન્ટ યુક્ત શાકભાજીઓ અને ફળોનું સેવન કરવું જોઇએ. તેના માટે તમારે ચેરી, લીચી, સંતરા, કિવી અને લીંબૂ જેવા ફળનું સેવન કરવું જોઈએ.

આદુવાળી ચા અને તજ :- શિયાળામાં આદુવાળી ચા ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેનું સેવન ગરમ-ગરમ કરવાથી શરીરનો થાક દૂર થાય છે અને સાથે સાથે ઘણી બીમારીઓથી છૂટકારો અપાવવામાં પણ મદદ મળે છે. તજનું સેવન કરવું પણ ફાયદાકારક છે. શિયાળાની ઠંડીથી બચવા માટે તજનું સેવન જરૂર કરવું જોઈએ. તજવાળી ચા અથવા તો પોતાના કોઈ પણ રસોઈમાં તજ નાંખવાથી શરીરને રોગ સામે લડવાની શક્તિ મળે છે.