સૂર્યદેવતાની પૂજાની સાથે આ ૪ દેવતાને પણ કરવા નમસ્કાર, બદલી જશે કિસ્મત…

ધાર્મિક

પોતાને સ્વસ્થ રાખવા માટે માણસ દરેક વસ્તું કરે છે, એક્સરસાઈઝ થી લઈને બજારો માં મળવા વાળી દવાઓ નો પણ સહારો લે છે જેનાથી તે સ્વસ્થ અને સુંદર બની રહે. એવું કહેવામાં આવે છે કે જો વ્યક્તિને ભાગ્યનો સાથ મળે તો હંમેશા વ્યક્તિને ઓછી મહેનતમાં પણ વધુ સફળતા મળે છે, જ્યારે ભાગ્યનો સાથ નથી મળતો ત્યારે વ્યક્તિ હંમેશા ઘણો અસ્વસ્થ રહે છે અને તેને મહેનતનું ફળ ઓછું મળે છે.

સૂર્ય નમસ્કાર કરવાનાં અગણિત ફાયદાઓ છે. સૂર્ય નમસ્કાર ને લઈને એવું માનવામાં આવે છે કે દરરોજ સવારે તેને કરવાથી શરીર ને બ્રહ્માંડ થી ઉર્જા મળે છે, જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે. એવી જ રીતે આજે અમે તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમને ઘણા લાભ મળશે.

તમને તમારી મહેનતનો સાથ મળશે, જો તમે દરરોજ સવારે આ સૂર્ય નમસ્કાર સહીત આ ૫ ને નમસ્કાર કરશો તો તેનાથી નસીબ હંમેશા તમારી ઉપર પ્રભાવિત રહેશે, પરંતુ માતા લક્ષ્મી દેવીના આશીર્વાદથી સંપત્તિ સાથે જોડાયેલી મુશ્કેલીઓ માંથી છૂટકારો મળશે.

સૂર્યને નમસ્કાર :- સૂર્યથી જ આખું બ્રહ્માંડ પ્રકાશિત છે, સૂર્ય જ સમગ્ર બ્રહ્માંડને ઉર્જા પૂરી પાડે છે, જો તમે સવારના સમયે ઉગતા સૂર્યને નમસ્કાર કરો છો, તો તેનાથી તમારા જીવનનો અંધકાર દૂર થઇ જશે અને તમારા જીવનની સમસ્યાઓ ટૂંક સમયમાં દૂર થઈ શકે છે, આ સાથે જ તમે તમારા શત્રુઓ ઉપર જીત મેળવશો. જો તમે સવારના સમયે સૂર્ય દેવતાને જળ ચડાવો છો, તો તેનાથી તમારા બધા બગડેલા કાર્યો પણ સુધરવા માંડે છે, એટલું જ નહીં પરંતુ તમને સ્વાસ્થ્ય લાભ પણ મળે છે.

સવારે ઉઠતાંની સાથે જ કરો નમસ્કાર: શાસ્ત્રો અનુસાર, જોવામાં આવે તો જ્યારે વ્યક્તિ સવારના સમયે ઉઠે છે, ત્યારે ઉઠતાની સાથે જ જમીન ઉપર પગ મૂકતા પહેલા પૃથ્વીને નમસ્કાર કરવો જોઈએ, પૃથ્વી આપણી પાલનહાર છે, જો તમે સવારે ઉઠતાની સાથે જ નમસ્કાર કરો છો, તો તેનાથી તમને તમારા જીવનમાં પ્રગતીના ધ્યેય મળી આવે છે. અને કુટુંબમાં સુખ-શાંતિનું આગમન થાય છે.

જળ દેવતાને કરો નમસ્કાર:- જેમ કે આપણે બધા લોકો જાણીએ છીએ કે આ પૃથ્વી ઉપર સૌથી કિંમતી પદાર્થો માંથી એક જળ માનવામાં આવે છે, પાણી વિના ધરતી ઉપર જીવન શક્ય નથી, તેથી જો તમે સવારના સમયે સ્નાન કરવા જઇ રહ્યા છો, તો સૌ પ્રથમ તમે જળ દેવતાને નમસ્કાર કરો. તેનાથી તમારા જીવનના તમામ દુ:ખ દૂર થશે.

અન્ન દેવતાને કરો નમસ્કાર: જો તમે જમવા બેસો છો, તો તમારે સૌ પહેલા દેવી અન્નપૂર્ણા અને અન્ન દેવતાને નમસ્કાર કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે અન્નપૂર્ણાની કૃપાથી જ આપણેને આપણા જીવનમાં અન્નની પ્રાપ્તિ થાય છે, જો તેની ઉપર આપણે ગુસ્સે થઇ જઈએ તો આપણે મુશ્કેલીઓ માંથી પસાર થવું પડશે.

જો કુટુંબના તમામ સભ્યો રોજ ભોજન કરતા પહેલા અન્નપૂર્ણા અને અન્ન દેવતાને નમસ્કાર કરે છે, તો તેનાથી કુટુંબમાં પૈસા અને અન્નનો અભાવ નથી રહેતો અને માતા લક્ષ્મીજીના આશિર્વાદથી સંપત્તિ સાથે જોડાયેલી સમસ્યાઓ પણ દુર થાય છે.

સૂતા પહેલા પૂર્વજો અને દેવતાઓને નમસ્કાર :– જો તમે રાત્રે સુતા પહેલા તમારા પૂર્વજો અને દેવતાઓને નમસ્કાર કરો છો, તો તેનાથી પિતૃદોષ દુર થઇ જાય છે અને તમને તમારા જીવનમાં પ્રગતિની સાથે સાથે ખુશી મળે છે, પારિવારિક જીવનમાં પ્રેમ જળવાઈ રહે છે.