ધાર્મિક

સૂર્યદેવના આ મંત્રનો જાપ કોઈ પણ પાપ માંથી અપાવે છે મુક્તિ… જાણો સૂર્ય મંત્ર વિશે..

Advertisement

શાસ્ત્રોમાં ઘણા મંત્રો વિશે જણાવવામાં આવ્યું છે. જેના ખુબ જ મહત્વ પણ હોય છે. એમાંથી એક મંત્ર છે સૂર્ય મંત્ર.. હિંદુ ધર્મમાં ભગવાન સૂર્યદેવને એક માત્ર દેવ માનવામાં આવે છે જે સાક્ષાત જોવા મળે છે.  સૂર્ય યશનો કારક હોય છે અને માન સમ્માનમાં વધારો કરે છે.

આ મંત્ર સૂર્ય દેવના કોઈ પણ મંત્રના જાપ વ્યક્તિએ પોતાની સુવિધા અનુસાર કરવા જોઈએ. જેનાથી માનસિક શાંતિ અને શક્તિનો સંચાર થાય છે. હિંદુ ધર્મમાં જાપની કોઈ ગણતરી હોતી નથી. તમારે પણ તમારા પાપ માથી મુક્તિ મેળવવા માટે આ ઉયાપ જરૂર કરવો જોઈએ. આને કરવાથી તમારા મનને શાંતિ મળશે. આને કરવાથી તમને તમારૂ મન હળવું થતું જણાશે.

Advertisement

સૂર્યથી થાય છે આ લાભ :- જો કુંડળીમાં સૂર્ય શુભ થઈને નબળો રહે છે તો તેનાથી કોઈ પણ એક મંત્રનો જાપ કરવો. મંત્ર જાપની સંખ્યા ૭૦૦૦ હોવી જોઈએ. શુક્લ પક્ષના રવિવારના રોજ મંત્ર જાપનો આરંભ કરવો. પોતાની સુવિધા અનુસાર વ્યક્તિએ આ જાપને નક્કી સમયમાં પૂરા કરવાનું પ્રણ લેવું.

આ મંત્રના જાપથી આખું જીવના સૂર્યની જેમ પ્રકાશિત થઈ શકે છે. તેમણે સવારે જળ ચડાવીને નમન પણ કરવું જોઈએ. સૂર્ય આપણને પ્રકાશ, ઉર્જા અને તેની સાથે તાજગી આપણને પ્રદાન કરે છે. સૂર્ય પૃથ્વી પર રહેલા નાના માં નાનાઓ જીવા અથવા કણને જીવન પ્રદાન કરે છે. એટલા માટે એવું કહેવામા આવે છે કે મનુષ્ય તેના જીવનમાં સૂર્યદેવનું ઋણ ક્યારેય પણ નહીં ચૂકવી શકે. જો સૂર્ય દેવ વગર આખી દુનિયાની કલ્પના પણ ન કરી શકાય.

Advertisement

આ મંત્ર જાપથી તમને માનસિક, વાચીક, શારીરીક અને કર્મજનિત દ્વારા કરવામાં આવેલા બધા પાપને નાશ કરે છે. એટલા માટે તમારે પૂરી શ્રધ્ધા સાથે અને શુદ્ધ ભાવનાથી આ મંત્ર જાપ કરવો જોઈએ.

વિકર્તનો વિવસ્વાંશ્ચા માર્તંડો ભાસ્કરો રવિ: | લોક પ્રકાશક: શ્રી માલ્લોક ચક્ષુર્મૂહેશ્વર: |||
લોકસાક્ષી ત્રિલોકેશ: કર્તા હર્તા તમિસ્ત્રહા | તપનસ્તાપનશ્ચવ શુચિ: સપ્તાશ્ચવાહન: ||
ગભસ્તિહસ્તો બ્રહ્મા ચ સર્વદેવમનસ્કૃત: | એકવીંશતિરિત્યેષ સ્તવ ઈષ્ટ સદા રવે: ||

આ મંત્રનો અર્થ એવો થાય છે કે આ મંત્ર જપ કરવાથી બધા પાપ માથી મુક્તિ મળી શકે છે. એટલે કે વિકર્તન, માર્તંડો, વિવાસ્વાન, રવિ, ભાસ્કર, લોક પ્રકાશક, લોકચક્ષુ, લોકસાક્ષી, મહેશ્વર, શ્રીમાન, ત્રિલોકેશ, કર્તા, હર્તા, તપન, તાપન, તમિસ્ત્રાહા, શુચિ, સપ્તશ્વવાહન, બ્રહ્મા, ગભસ્તિહસ્ત અને સર્વેદેવોને નમસ્કાર આવો પણ અર્થ થાય છે.

Advertisement

આ ૨૧ નામ સૂર્યદેવના છે. આ નામ ઘણા લોકો જાણતા જ નથી. એટલા માટે આ મંત્રનો જપ કરવાથી સૂર્યદેવ આનંદિત થઈ જાય છે. તેનાથી વ્યક્તિએ તેના જીવનમાં કરેલા દરેક પાપનો નાશ થઇ જાય છે. આ મંત્ર બોલવાથી ખૂબ જ સારો પ્રભાવ પડે છે. તેનાથી શરીરમાં રહેલી દરેક બીમારીઓ દૂર થાય છે. તેનાથી ધનલાભમાં પણ વધારાઓ થાય છે. એટલા માટે આ સ્ત્રોતનો જપ કરવો જોઈએ.

અમે તમને જણાવી દઈએ કે આ મંત્ર જાપ કરવાથી તમને કેટલા ફાયદાઓ થાય છે, અમે તમને જણાવી દઈએ કે આ મંત્ર ક્યાં સમયે કરવો જોઈએ. તેનાથી તમને તેનું યોગ્ય પરિણામ મળી શકે. જ્યારે સૂર્ય ઉદય થાય એટલે કે સવારે અને સૂર્ય અસ્ત થાય તે સમયે એટલે કે સંધ્યાના સમયે ભગવાન સૂર્યના આ મંત્ર દ્વારા તેની સ્તુતિ કરવામાં આવે, ત્યારે તે વ્યક્તિને તેના જીવનના તમામ પાપ માથી છુટકારો મળે છે.

Advertisement
Advertisement
Share
Admin

Leave a Comment

Recent Posts

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ના ચાલી રહેલા કોર્ટરૂમ ડ્રામા માં પાખી જીતશે, ભવાની કરશે દગો!

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમાને પામવાની ઈચ્છામાં વનરાજ અણસમજુતાની હદ વટાવી જશે! અનુજને તેની ભૂલનો અહેસાસ થશે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

વડોદરામાં આવેલા છે આ ખાસ સ્થળો જે છે અત્યંત સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર.. જુઓ ખાસ તસ્વીરો…

  ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…

6 months ago

અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, વાર્તામાં આવશે નવો વળાંક

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…

6 months ago

નવરાત્રિના 1 મહિના પછી બનશે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના જાતકોને પડી શકે છે સમસ્યાઓ, બગડી શકે છે બેંક બેલેન્સ

ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…

6 months ago