સાઉથની ફિલ્મોના સુપર સ્ટાર અને એક્શન હિરો તરીકે જાણીતા છે આ અભિનેતા રજનીકાંત. સુપર સ્ટાર રજનીકાંત હંમેશા લોકોના ચાહિતા રહ્યા છે. સુપરસ્ટાર રજનીકાંતના ભારતમાં જ નહી પણ દુનિયાભરમાં ઘણા ફેન ફોલોવિંગ છે. રજનીકાંતના કોઇ પણ મુવી કે પોસ્ટર આવે છે તે વાયરલ થઇ જાય છે તેનાથી અંદાજ મારી શકાય કે, કે તે કેટલા ફેમસ છે.
આજકાલ સુપરસ્ટાર રજનીકાંત દક્ષિણ ભારતમાં ભગવાનની જેમ પૂજાઈ રહ્યા છે. પોતાની ફિલ્મ ૨.૦ દ્વારા બોક્સ ઓફિસ પર ધમાલ મચાવ્યો.. ૧૯૭૫ માં આવેલી તમિલ ફિલ્મ અપૂર્વા રાગંગલમાં એક નાની ભૂમિકા સાથે પડદા પર પગ મૂકનારા રજનીકાંતે અત્યાર સુધીમાં ૧૫૦ થી વધુ ફિલ્મો કરી છે. ફિલ્મ્સમાં જોરદાર એક્ટિંગ, એક્શન અને ડાયલોગ ડિલીવરીથી તેણે ફેન્સના દિલમાં એક અલગ જ સ્થાન બનાવ્યું છે.
૫ વાગ્યે ઊઠીને એક કલાક કરે છે જોગિંગ :- રજનીકાન્ત દરરોજ સવારે ૫ વાગ્યે ઉઠે છે અને એક કલાક માટે જોગિંગ કરે છે. સાંજે પણ ચાલવા જાય છે. તેમણે પોતાના રૂટીનમાં યોગને પણ સમાવી લીધો છે. રજનીકાંત માને છે કે યોગ તનાવને દૂર કરી શકે છે. ખાવા પીવા સિવાય તેમને સારી ઊંઘ પણ આવે છે.
રજનીકાંત ખોરાકની સાથે સાથે ફિટ દેખાવા માટે કરે છે મેડિટેશન :- રજનીકાન્ત ખોરાકની સાથે સાથે ફિટ દેખાવા માટે મેડિટેશન પણ કરે છે. રજનીએ પોતાને સ્વસ્થ અને સક્રિય રહેવાનું રહસ્ય કહ્યું છે. તેમના કહેવા મુજબ 40 વર્ષની વયે તેમણે ખાંડ, ચોખા, દૂધ, દહીં અને ઘી ખાવાનું છોડી દીધું હતું. જ્યારે એક સમયમાં જ્યુસ અને દહીં તેમની પ્રિય વસ્તુ હતી. મટન અને ચિકનથી બનેલી બધી વસ્તુઓ તેમની પ્રિય હતી..
૭૦ વર્ષની ઉંમરમાં પણ હીરો બનનારા રજનીકાંત એકમાત્ર સ્ટાર :- સુપરસ્ટાર રજનીકાંતનો હમણાં જ ૭૦ મો જન્મદિવસ ગયો છે. તેમણે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિન્દીમાં ફિલ્મો કરેલી છે. આ તમામ ભાષાની ફિલ્મોમાં તેઓ સફળ રહ્યા છે. ૭૦ વર્ષની ઉંમરમાં પણ હીરો બનનારા રજનીકાંત એકમાત્ર સ્ટાર છે. રજનીકાંત ૪૦ વર્ષની વય સુધી કંઈ પણ ખાઈ લેતા હતા, પરંતુ પછીથી તેમણે ખાવા પીવામાં ખૂબ કાળજી લેવાનું શરૂ કર્યું અને તેના પરિણામે તે આજે પણ સ્ક્રીન પર ફિટ લાગે છે.