દરેક વ્યક્તિ ધનવાન બનવા માંગે છે. સમાજમાં નામના અને પ્રતિષ્ઠ મેળવવા માંગતા હોય છે.. પરંતુ દરેકને સફળતા મહેનત પ્રમાણે નથી મળતી. ઘણીવાર ખૂબ મહેનત કરવા છતા પણ તમને મહેનત મુજબનુ ફળ મળતુ નથી. જેના કારણે નિરાશ થઈ જાવ છો. પણ કેટલાક એવા ટોટકા જેને કરવાથી તમે તમારા સપના પુરૂ કરી શકશો. આ ટોટકા રવિવારે કરવા જોઈએ. તો ચાલો જાણી લઈએ ધન પ્રાપ્તિ અને પદ પ્રતિષ્ઠા મેળવવાના કેટલાક શાસ્ત્રીય ઉપાય..
ઘણી વાર વ્યક્તિ ખુબજ મહેનત અને પરિશ્રમ કરે છે, છતા પણ તેને સફળતા મળતી નથી. સતત આવક ઘટવાથી અથવા તો આર્થિક નુકશાન થવાથી માનસિક તકલીફ વધે છે અને આ ઉદ્વેગના કારણે પૈસાની સમસ્યા થવા લાગે છે. એક સાંધે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ સામે આવી જાય છે. તો આજે રવિવારના દિવસે આ ચમત્કારી ઉપાયો કરવાથી તમારી ગમે તેવી આર્થિક સમસ્યા હશે તે દૂર થશે.
રવિવારના રોજ આ ખાસ ટોટકા કરવાથી તમને પૈસાની ક્યારેય કમી નહી આવે. ધનનો ભંડાર ખુબ જ ઝડપથી વધશે. સુખ અને સંપત્તિમાં પણ વધારો થશે. જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન પ્રાપ્તિ કરવા માટે રવિવારે એક મોટા પાનમાં તમારી દરેક મનોકામના લખી વહેતા પાણીમાં વહાવી દેવી જેનાથી તમારી એ ઇચ્છા જરૂરથી પુરી થશે, જો તમારે ધન, વૈભવ યશ મેળવવું હોય તો રવિવારના દિવસે પ્રત્યક્ષ સૂર્યની સાધના કરવાનું ન ભૂલો.
રવિવારનો દિવસ સૂર્ય દેવતાનો દિવસ ગણાય છે. આ દિવસે સૂર્ય પૂજન, જળથી અર્ધ્ય અને સૂર્ય મંત્રનો જાપ કરવાનું ખાસ મહત્વ હોય છે. રવિવારના દિવસે સૂર્ય મંત્રનો ૧૦૮ વાર જપ કરવાથી જીવનમાં ઘણા લાભ મળે છે અને અદ્રેક મનોકામના પૂર્ણ થાયછે. તો ચાલો જાણીએ આ દિવસે કયાં કયાં ઉપાય કરવું.
દરેક દિવસનુ પોતાનુ અલગ મહત્વ છે. દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે. આ જ રીતે રવિવારનો દિવસ સૂર્ય દેવતાની પૂજાનો દિવસ માનવામાં આવે છે. જીવનમાં સુખ-સમૃદ્ધિ, ધન સંપત્તિ અને દુશ્મનોથી સુરક્ષા માટે રવિવારનુ વ્રત ઉત્તમ માનવામાં આવે છે. રવિવારના રોજ કેટલાક નિયમોનુ પાલન કરીને સૂર્ય દેવને અર્ધ્ય જરૂર ચડાવવું.
આ રીતે સૂર્યને ચડાવવું અર્ધ્ય :- પૌરાણિક ધાર્મિક ગ્રંથોમાં સૂર્યદેવને અર્ધ્ય આપવાનુ ખૂબ જ મહત્વ છે. દરરોજ જલ્દી ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને સાફ કપડા પહેરો. ત્યારબાદ તાંબાના લોટામાં જળ લઈને તેમા લાલ ફૂલ, ચોખા નાખીને સૂર્ય દેવને અર્ધ્ય આપો સાથે સૂર્ય મંત્રનો જાપ કરો. આવુ કરવાથી આયુ, આરોગ્ય, ધન, ધાન્ય, પુત્ર, મિત્ર, તેજ, યશ, વિદ્યા, વૈભવ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
આજના રવિવારના દિવસે સૂર્ય દેવતાને જળ ચડાવીને લાલ કે ગુલાબી ફૂળ સૂર્યદેવને અર્પિત કરવા. (ૐ હ્રાં હ્રાં હ્રૌ સ: સૂર્યાય નમ: મંત્રનો જાપ કરવો), ગોળનું સેવન કરવું. લાલ રંગના કપડા પહેરવા કે લાલ રૂમાલ રાખવો. સૂર્યદેવનો સરળ મંત્ર ૐ ઘૃણિં સૂર્ય્ય: આદિત્ય: ની એક માળા ૧૦૮ વાર મંત્ર જાપ ફેરવવી. શુદ્ધ ઉચ્ચારણ કરતા આધિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવો.
પૂજા કરતી વખતે આ નિયમોનુ કરવું પાલન :- રોજ સૂર્યોદય પહેલા ઉઠીને દરરોજના કાર્યો કરીને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ, સ્નાન કર્યા પછી સૂર્યદેવને ત્રણ વાર અર્ધ્ય આપીને પ્રણામ કરવું. સાંજના સમયે પણ સૂર્યદેવને અર્ધ્ય આપીને નમસ્કાર કરવું જોઈએ. નિયમ મુજબ આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ કરવો, નેત્ર રોગ, આંધળાપણું અને સ્વાસ્થ્ય લાભ માટે નેત્રોપનિષદ નો રોજ પાઠ કરવો. રવિવારના દિવસે તેલ, મીઠાનું સેવન ન કરવું અને એક સમય જ ભોજન કરવું જોઈએ.