સુકામેવા ની ખેતી કરીને કરો બમણી કમાણી, જાણો ખેતી કરવાની રીત…

જાણવા જેવું

સૂકામેવામાં એક છે. અંજીર જે ખેડૂતો માટે કમાણીની નવી તક છે. ભારતમાં જેટલું પણ જેટલું વાવેતર થાય છે એનો મોટાભાગનો વિસ્તાર મહારાષ્ટ્રમાં આવેલો છે. ઉપરાંત પંજાબ, બિહાર, બેંગ્લોરના વિસ્તારોમાં પણ થાય છે. એ સિવાય ગુજરાતમાં વડોદરા, કચ્છ, જુનાગઢ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં થાય છે.

જમીન –  અંજીર નું વાવેતર નિતારવાળી જમીનમાં કરવામાં આવે તો સારો ફાલ મેળવી શકાય છે. અંજીરના પાક માટે કાળી અને ગોરાડુ જમીન માફક આવે છે. એને ક્ષારવાળી જમીનમાં પણ સરળતાથી ઉછેરી શકાય છે. ગુજરાતની જમીન અંજીરના પાક માટે અનુકૂળ છે.

આબોહવા- અંજીર ના વિકાસ માટે 15.5 સે.થી 21 સે. જેટલું ઉષ્ણતામાન વાળુ વાતાવરણ બરાબર રહે છે. અંજીર સમશીતોષ્ણ કટિબદ્ધ નું ફળ છે. માર્ચ – એપ્રિલમાં આવતા ફળ ને મીઠા બહાર કહેવામાં આવે છે. જ્યારે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં આવતા ફળ ને ખાટા બહાર કહેવામાં આવે છે. જેનો ઉપયોગ જેલી અને જામ બનાવવામાં કરવામાં આવે છે.

વાવણી – 4.5 મીટરના અંતરે 60 સેમી બાય 60 સેમી માપ ના ખાડા મે મહિનામાં પંદર દિવસ સુધી તપવા દેવા. ત્યાર પછી ખાડાની માટી સાથે છાણીયું ખાતર અને દિવેલ નો ખોળ મિક્સ કરીને ખાડાને પૂરવા. ખાડા ના તળિયા માં 10 ટકા B.H.C પાવડર નાખવો.

રોપણી – મોટાભાગે અંજીર ની જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં કરવામાં આવે છે. અંજીર નું વાવેતર કરવા માટે કટકા કલમ, ગુટી કલમ અને હવાની દાબ કલમ, કલિકા કલમ, ઉપરોપણથી કરવામાં આવે છે.

માવજત- રોપણી કર્યા બાદ પાકની માવજત કરવા માટે કોઠા મુજબ ખાતર આપવું. દર વર્ષે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં છાણીયું ખાતર આપવું.

પિયત- અંજીર ના પાકને પાણીની ઓછી જરૂર પડે છે. અંજુ નિયમિત પાણી આપવામાં આવે તો ફળ અને ઝાડની ગુણવત્તા ઘણી સારી થાય છે. સ્થળને હવામાન પ્રમાણે 14 થી 17 વાર  પિયત આપવું જરૂરી છે.

આંતરપાક- છોડ 2 થી 3 વર્ષના થાય ત્યાં સુધી રીંગણ,  મરચા, ટામેટા જેવા પાક લઇ શકાય છે.

નિંદામણ- નિંદામણ ભૌગોલિક સ્થાન પર આધારીત છે. કર્ણાટકમાં જાન્યુઆરી – ફેબ્રુઆરી મહિનામાં નિંદામણ થાય છે. ઉત્તર ભારતમાં ડિસેમ્બર મહિનામાં નિંદામણ થાય છે. ગુજરાતમાં ઓગસ્ટ – સપ્ટેમ્બર મહિનામાં નિંદામણ કરવામાં આવે છે . જ્યારે તમિલનાડુ માં નિંદામણ કરવામાં આવતું નથી. પરંતુ એની જગ્યાએ ડાળી ઉપર ખાંચા પાડવામાં આવે છે જેથી નવી ફૂટ આવે છે. જેથી ફળ પણ વધુ મળે છે.

ફાલની મોસમ – પ્રથમ વર્ષે થોડા પ્રમાણમાં જ ફળ અને ફૂલ આવે છે. પછી ધીરે ધીરે પાંચમી વર્ષે ભરચક ફળ અને ફૂલ આવે છે. અંજીરના ઝાડ ઉપર 30 થી 40 વર્ષોથી ફળ મળે છે.

ઉત્પાદન- અંજીર ની મોસમ માર્ચથી લઇને મે મહિના સુધી ચાલે છે. ફળોને પક્ષીઓથી બચાવવા માટે માર્ચ મહિનાથી ફળ ઉતારવાનું શરૂ થાય છે. હેકટરે અંદાજે 8000 થી 10,000 કિ. ગ્રા. પાક તૈયાર થાય છે.

સુકવણી – અંજીરની સુકવણી વ્યાપારિક ધોરણે કરવામાં આવતી નથી. સૂકા અંજીર એ વિદેશમાંથી આયાત કરવામાં આવે છે. અંજીર ની સુકવણી કરવી હોય તો ફળનો ટી.એસ.એસ. 20 કરતાં વધુ હોય એવા ફળ પસંદ કરીને મેટાબાયસ્લફાઈટ ના દ્રાવણ માં ડુબાડી ને સોલર ડ્રાયર માં સુકવી શકાય છે.