જાણો અહી સુહાગરાત પર નિભાવવામાં આવે છે વિચિત્ર પરંપરા, બીજાની પત્ની સાથે કરવું પડે છે હનીમુન..

સહિયર

આપણા દેશ ભારતમાં લગ્ન વિવાહ એક પવિત્ર બંધન માનવામાં આવે છે.  લગ્ન ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક પ્રસંગ છે જે ઘણી પરંપરાઓ સાથે પૂર્ણ થાય છે.  લગ્ન સાથે સંબંધિત મોટાભાગની પરંપરાઓ પ્રચલિત છે. કેટલાક દેશોમાં, ઘણી પરંપરાઓ છે, જે ખૂબ જ વિચિત્ર અને રસપ્રદ છે.

લગ્ન સાથે નિભાવવામાં આવતા રિવાજોમાં લગ્નની પહેલી રાતનું પણ પોતાનું મહત્વ હોય છે. બધા દેશોમાં જુદા જુદા રિવાજો અને પરંપરાઓ છે, વૈવાહિક જીવનમાં સૌથી મહત્વપૂર્ણ હોય છે લગ્નની પહેલી રાત. સુહાગરાત માટે ઘણા લોકોનું ખુબસુરત સપનું હોય છે, જેને દરેક લોકો પૂરું કરવા માંગે છે અને ઘણા લોકો તો એના માટે ઘણા સપના પણ સજાવે છે.

દુનિયાના લગ્નમાં અલગ અલગ પ્રકારની પરંપરા રહેલી જોવા મળે છે અને લોકો આ પરંપરા નિભાવે છે, પણ આ પરંપરા એકદમ વિચિત્ર લાગે છે, પણ તે સાચું છે. આ દુનિયા ઘણી મોટી છે અને આ દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે, જેના વિશે આજ પહેલાં સાંભળી અને વાંચેલી પણ નહિ હોય.

લગ્નની પહેલી રાતે ઘણા જ રોચક રીવાજ નિભાવવામાં આવે છે. આજે અમે તમને એક એવી જ પરંપરા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે દરેક સાંભળશો તો પછી તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આ વિચિત્ર પરંપરા પશ્ચિમ આફ્રિકામાં રહેતા સમુદાયના લોકો નિભાવે છે.

ભારતમાં સુહાગરાતે સુકા દૂધ અને ક્યાંક ક્યાંક સોપારી પાન ખાવાની પરંપરા છે.પરંતુ આ પરંપરા કંઇક વિચિત્ર છે. આ સમુદાયનું નામ વોડાબે છે, જ્યાં લોકો કોઈ અન્યની પત્નીની ચોરી કરે છે અને તેની સાથે સાત વખત હનીમૂનની ઉજવણી કરે છે અને પછી સમાજની સામે આવે છે.

અમે તમને જણાવી દઈએ કે એવું કરવા પર સમાજને કોઈ સમસ્યા કે પ્રશ્ન નથી. આ સમુદાયના લોકોનું એવું માનવું છે કે તે લવ મેરેજ છે. પરંતુ પરંપરા મુજબ સૌથી પહેલા છોકરીના લગ્ન તેના પરિવારમાં સભ્યોએ પસંદ કરેલા છોકરા સાથે કરવામાં આવે છે.

જો કોઈ વ્યક્તિએ બીજા લગ્ન કરવા હોય, તો તેણે કોઈ બીજાની પત્નીની ચોરી કરવી પડે છે અને તેની સાથે હનીમૂન કરવું પડે. જો કે, આમાં કોઈ પણ પ્રકારની જબરદસ્તી કરવાની મંજૂરી આપવામાં આવતી નથી.

આ પરંપરા ને અનુસરવા માટે આ સમુદાય દ્વારા દર વર્ષે એક મોટા ઉત્સવ ઉજવવા માટેનું આયોજન પણ કરવામાં આવે છે, જેમાં છોકરાઓ ચહેરા પર રંગ લગાવે છે, તે પછી બીજાની પત્નીને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરે છે. જો કોઈ સ્ત્રી એ પુરુષને પસંદ કરવા લાગે છે, તો તે તેના પતિથી છુપાય જાય છે અને તેની સાથે ભાગી જાય છે.

અને તેની સાથે હનીમૂન કરીને પછી જ તે સમાજની સામે આવે છે. એ પછી, સમુદાય પંચાયત તે બંનેના લગ્ન કરાવે છે. આ પરંપરામાં દરેક ની કોઈ એક શરતો રહેલી હોય છે. જેની બધી પરિપૂર્ણતા કરવી ખુબ જ જરૂરી છે.

આવી સ્થિતિમાં જ્યારે પણ કોઈ છોકરો કોઈ છોકરીને એમની તરફ આકર્ષિત કરી લે છે. તો તે પહેલા સ્ત્રીના પતિને ખબર ન પડવી જોઈએ. જો તેના પતિને જાણ થઇ જાય તો તેને લગ્ન કરવાની કે કોઈ બીજા સાથે હનીમુન મનાવવાની માન્યતા આપવામાં આવતી નથી