સુગંધ કે સ્વાદ આવતો થઇ જાય બંધ, તો કરો આ આયુર્વેદિક ઉપાય, તરત મળશે એનું પરિણામ

સ્વાસ્થ્ય

હાલમાં દેશભરમાં કોરોના વાયરસની નવી લહેર ચાલી રહી છે. દરરોજ કોરોના દર્દીની સંખ્યા સતત વધી રહી છે. જેને પણ કોરોના થાય તેને સ્વાદ અને સુગંધ ન આવવી, જેવા મુખ્ય લક્ષણો માનવામાં આવતા હતા.

નિષ્ણાતોના મત મુજબ આ બંને લક્ષણો સીઝનલ ફ્લૂમાં પણ જોવા મળે છે. પરંતુ જો તમને આવી સમસ્યા હોય, તો તેને અવગણશો નહીં કે વધારે ગભરાવવું પણ નહીં. આજે, અમે તમને અમુક એવી બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારી આ સમસ્યા દૂર થઇ જશે.

ખરેખર, નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ખાવાની વસ્તુઓમાં આવી કેટલીક વસ્તુઓ છે, જેમાં સુગંધની સમસ્યા અને સ્વાદની સમસ્યા જલ્દીથી દૂર થઈ શકે છે. તો ચાલો જાણી લઇએ એના કારણો અને ઉપાય વિશે..

આ કારણોસર પણ આ સમસ્યા થઈ શકે છે :- શરદી અને ખાંસી, હોર્મોન્સમાં ફેરફાર થઇ જવો, દવાઓનું સેવન કરવું, દાંતની સમસ્યા થઇ જવી, ધૂમ્રપાન કરવાથી આવી સુગંધ કે સ્વાદની સમસ્યા થઇ શકે છે. હવે જાણી લઈએ એના ઉપાય વિશે..

અજમા :- અજમા એ એક એવો મસાલામાંથી એક છે જેના ઘણા ફાયદા છે. અજમાથી એલર્જી અને શરદીમાં તો રાહત મળે જ છે, પરંતુ સુગંધ આવવાની ક્ષમતામાં પણ વધારો કરે છે. સુંઘવાની ક્ષમતાને વધારવા માટે અજમા ખુબ જ મદદ કરે છે, તે માટેને રૂમાલમાં અજમાને લપેટીને પછી એક ઉંડો શ્વાસ લેતા તેને ઇનહેલ કરવાનો પ્રયત્ન કરવો.

લસણ :- લસણમાં એન્ટિ-વાયરલ અને રોગપ્રતિકારક શક્તિ વધારવાના ઘણા ગુણધર્મો હોય છે. આયુર્વેદ મુજબ લસણમાં રહેલા તત્વો નાકમાં સોજાની સમસ્યા માં ઘટાડો કરે છે. આ માટે પાણીમાં લસણ નાંખવું અને તેને ગરમ કરીને પછી તેને પીવું. જો તમે ઇચ્છતા હોય તો તમે તેમાં લીંબુનો રસ પણ મિક્સ કરી શકો છો. તેના વપરાશ દ્વારા, સ્વાદ અને સુંઘવાની ક્ષમતા ખુબ જ સારી સુધારી શકાય છે.

લાલ મરચું પાવડર :- જો સુંઘવાની શક્તિ ગાયબ થઈ જાય તો લાલ મરચાનો પાઉડર પણ ફાયદો અપાવી શકે છે. આમ તો લાલ મરચામાં કેપ્સાઇસીન હોય છે, જે નાક બંધ હોય તો તેને ખોલવાનું કામ કરે છે.

લાલ મરચાંનો સીધો ઉપયોગ કરવાથી નુકસાન પહોચે છે. એટલા માટે તમે તેનો ઉપયોગ મધ અને પાણી મિક્સ કરી શકો છો. એક કપ ગરમ પાણીમાં થોડું લાલ મરચું પાઉડર અને એક ચમચી મધ મિક્સ કરીને ધીમે ધીમે પીવું.

ફુદીનો :- ફુદીનામાં એન્ટિ-માઇક્રોબાયલ હોય છે. તેના ઉપયોગથી નાક, ગળા અને છાતીને લગતી સમસ્યાઓમાં રાહત મળે છે. આ ઉપરાંત તે મોંમાં સ્વાદ લાવવામાં ઘણી મદદ કરે છે.

આ માટે, તમારે એક કપ પાણીમાં ૧૦ થી ૧૫ ફુદીનાના પાન ઉકાળવા અને પછી તેમાં મધ પણ મિક્સ કરવું. દિવસમાં બે વખત આ મિશ્રણ પીવું. દરરોજ આ કરવાથી, તમે થોડા દિવસોમાં સમસ્યાથી છૂટકારો મેળવી શકશો.

એરંડાનું તેલ :- એરંડાનું તેલ સાઇનસાઇટિસની પીડા અને એલર્જીમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેમાં એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે.

જ્યારે શરદીમાં સુગંધ આવવાની શક્તિ ગાયબ થઈ જાય છે, ત્યારે તેનો ઉપયોગ અસરકારક સાબિત થઇ શકે છે. જેના માટે તમારે ગરમ દિવેલ અને એક ડ્રોપ તમારા નાકમાં નાખવું જોઇએ. આ ઉપાય સવારે અને રાત્રે સૂવાના સમયે કરવો. આ બંધ નાક ખોલી દેશે અને સુગંધ આવવાનું શરૂ થઇ જશે.