સ્ત્રીઓના હોઠની લિપ્સ્ટિક પુરુષોને એક ક્ષણ માટે કરી દે છે વધારે આકર્ષક, જાણો..

સહિયર

ઘણી વખત એવું બને છે કે જ્યારે કોઈ છોકરો કોઈ છોકરીને જુએ છે, ત્યારે તે તેના ચહેરા પર ખોવાઈ જાય છે. છોકરીઓ ઇચ્છે તો પણ તેમની નજર હટાવી શકતી નથી. આવું ઘણાં કારણોને લીધે થાય છે, કેટલાક ચહેરાઓ કુદરતી રીતે સુંદર હોય છે અને કેટલાક છોકરાઓ લાલ લિપસ્ટિકના કારણે તેમને જોતા રહે છે.

જો તમે ઇચ્છતા હોવ કે તમારા ક્રશની નજર એક ક્ષણ માટે પણ તમારી પાસેથી દૂર ન થાય, જ્યારે તેઓ તમને જોતા હોય કે તમારી પાસે ઉભા હોય ત્યારે તેઓ તમને એકધારા જોયાં જ કરે તમને. તો આજ થી જ તમારા હોઠ પર લાલ લિપસ્ટિક લગાવવા લાગો.

તાજેતરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે મહિલાઓના હોઠ વધારે લાલ હોય છે, તે સ્ત્રીઓ પુરુષો માટે વધારે આકર્ષક હોય છે. આ વાત એકદમ સાચી છે. કોઈ પણ પુરુષને લિપસ્ટિક વાળી સ્ત્રી ખુબ જ ગમે છે.

પુરુષ તેના હોઠ ના કારણે સ્ત્રીઓ સામે એકધાર્યું જોયા કરે છે, તેના પરથી નજર ઉઠાવવા માંગતા હોય પરંતુ ઉઠાવી શકતા નથી, તેનું મુખ્ય કારણ મહિલાઓએ લગાવેલી લિપસ્ટિક છે. સ્ત્રીઓના લાલ હોઠ પુરુષોને એટલી અસર કરે છે કે તેઓ મહિલાઓ સાથે વધારે સમય પસાર કરવા માટે ઉત્સુક બની જાય છે.

જો સ્ત્રીઓ તેમના હોઠ પર પિંક કલરની લિપસ્ટિક લગાવે છે, તો પુરુષો ૬ સેકંડ સુધી  મહિલાના ચહેરા પરથી તેમની આંખોને હટાવી શકતા નથી, જ્યારે મહિલાઓ તેમના હોઠને લાલ લિપસ્ટિકથી વધારે વિષયાસક્ત બનાવે છે, ત્યારે તે મહિલાઓ પરથી ૭ સેકંડ માટે પુરુષો આંખ હટાવી શકતા નથી.

આ અભ્યાસ માન્ચેસ્ટર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં તેણે ૫૦ માણસોનો સમાવેશ કર્યો હતો. આ સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે જ્યારે કોઈ પણ સ્ત્રી તેના હોઠને લાલ લિપસ્ટિકથી સુંદરતા આપે છે, ત્યારે તે પુરુષો માટે વધારે આકર્ષણનું કારક બની જાય છે.

ત્યારે પુરુષો ઓછામાં ઓછી ૭ સેકંડ સુધી આ ભરાવદાર અને આકર્ષક હોઠોથી તેમની આંખોને દૂર કરી શકતા નથી, જેમાં પુરુષો ૦.૯૫ સેકંડ મહિલાને જોતા હોય છે અને ૦.૮૫ સેકંડ તેમના સુંદર કોમળ હોઠને નીખરતાં રહેએ છે. આ સંપુર્ણ વાત સાબિત પણ થઈ ચૂકી છે.

જ્યારે પણ કોઈ મહિલા મેકઅપ વગર પુરૂષ સામે આવે છે, ત્યારે પુરૂષ ફક્ત ૨.૨ સેકંડ માટે મહિલાના હોઠ તરફ જુએ છે, ત્યારે તે મહિલાઓની આંખો પર ૨.૯૪ સેકન્ડ તેમજ તેના નાક પર ૨.૭૭ સેકન્ડ સુધી નજર રાખે છે.

એટલા માટે જો તમે પુરુષોને તમારી તરફ આકર્ષિત કરવા માંગતા હોય, તો પછી તમારા રસાળ અને સુંદર હોઠ પર લાલ લિપસ્ટિક લગાવીને તૈયાર થવું. થોડાં જ દિવસો માં તમને તેની અસર દેખાશે, જે એકદમ તમારે માટે ઉપયોગી સાબિત થશે..