ચાણક્ય નીતિ મુજબ સ્ત્રીના જીવનમાં આવતી આ પરેશાનીનું કારણ પોતે સ્ત્રી જ હોય છે, જાણો…

જાણવા જેવું

હિંદૂ ધર્મમાં સ્ત્રીને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. કહેવાય છે કે એક સ્ત્રી કોઈપણ વ્યક્તિના જીવનને સ્વર્ગ બનાવી શકે છે. હિંદૂ ધર્મમાં શાસ્ત્ર, પુરાણ તેમજ ગ્રંથ વગેરેમાં પણ સ્ત્રીને પૂજનીય માનવામાં આવી છે. પરંતુ શું તમે જાણો છો કે સ્ત્રીઓની જ એવી કેટલીક આદતો હોય છે જે તેના જીવનને બરબાદ કરી દે છે?

ચાણક્ય નીતિ અનુસાર જે સ્ત્રીઓમાં આ 5 આદતો હોય છે તેના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે અને તે સમસ્યાનું કારણ પણ સ્ત્રી પોતે જ હોય છે. આચાર્ય ચાણક્ય અનુસાર મોટાભાગે સ્ત્રીઓના જીવનમાં સમસ્યાઓ તેના સ્વભાવ અને 5 આદતોના કારણે આવે છે.

કઈ કઈ છે આ આદતો ચાલો જાણી લો સૌથી પહેલા. ચાણક્ય કહે છે કે સ્ત્રીઓ વાત વાતમાં ખોટું બોલે છે. ખોટું બોલવાની આદતના કારણે જ તે સૌથી વધારે સમસ્યામાં ફસાય જાય છે. ખોટુ બોલવાની આદત તેને સમસ્યાઓમાં વારંવાર ફસાવે છે.

ખોટું બોલવાની આદત સિવાય મહિલાઓને તેના નખરાં પણ સમસ્યામાં મુકી દેય છે. અન્ય પર પોતાનો પ્રભાવ પડે તે માટે મહિલાઓ નખરાં કરે છે. અન્ય વ્યક્તિઓનું ધ્યાન પોતાની તરફ આકર્ષવા માટે તે નખરાં કરે છે અને પછી પોતે જ ફસાઈ જાય છે.

જે સ્ત્રી ધનની લોભી હોય છે તે પણ સુખી નથી રહી શકતી. ધન અને સોનું જેની નબળાઈ બની જાય તે સ્ત્રીના સ્વભાવમાં લાલચ વધી જાય છે અને તે સાચું અને ખરાબ શું તેનું અંતર પણ ભુલી જાય છે. આવામાં ઘણીવખત તે ખોટાં માર્ગે પણ ચાલી જાય છે.

કેટલીક સ્ત્રીઓની આદત હોય છે કે તે પોતાની જાત પર અભિમાન અને અતિઆત્મવિશ્વાસમાં આવી મૂર્ખામી ભરેલા કામ કરી બેસે છે. આવા કામના કારણે તેની છાપ પણ ખરાબ પડે છે અને જીવનમાં સમસ્યાઓ ઊભી થાય છે.