આ શેરમાં જેણે રોક્યા હતા માત્ર એક લાખ રૂપિયા, તેના આટલા જ સમયમાં થઇ ગયા ૧.૬૧ કરોડ રૂપિયા, જાણો કેવી રીતે…

જાણવા જેવું

શેર બજારની ચાલી રહેલી ઐતિહાસિક તેજીમાં અનેક શેર ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. આજે અમે તમને એક એવા શેર વિશે જણાવવા ના છે જેમાં પૈસા રોકીને રોકાણકારોના લાખના કરોડ થયા છે. આ શેર છે અવંતિ ફૂડના.

આ સ્ટોકમાં પૈસા રોકીને રોકાણકારો માલામાલ થયા છે. આ મલ્ટીબેગર સ્ટોક એનએસઈ પર 26 ઑગસ્ટ 2011ના રોજ 3.40 રૂપિયાના ભાવે હતો આજે 10 વર્ષ પછી આ શેરનો ભાવ 161 ગણો વધીને 550 સુધી પહોંચી ગયો છે.

તાજેતરમાં Avanti Foodsના શેરના ભાવમાં 3.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે કે પાછલા 5 દિવસો માં આ શેર 7 ટકા તૂટ્યો છે. ગત એક મહિનાથી આ શેરમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યુ છે. ગત એક મહિનામાં આ શેરમાં 11.61 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

31 માર્ચ 2021ના રોજ આ શેરની કિંમત 414.45 રૂપિયા જોવા મળી હતી. અત્યારે આ આ શેર 32 ટકા વઘીને 548 રૂપિયાના ભાવે બજારમાં જોવા મળી રહ્યો છે. પાછલા 5 વર્ષમાં આ શેરે 206 ટકાથી પણ વધુ મલ્ટીબેગર રિટર્ન આપ્યુ છે.

જોકે, પાછલા 10 વર્ષના પ્રદર્શન પર નજર કરીએ તો આ સમયમાં 16000 ટકા રિટર્ન 3.40 રૂપિયાના 548 રૂપિયા થયા છે. તાજેતરમાં જ એક ગુજરાતની એક કેમિકલ કંપનીના શેરના ભાવનું અંદાજ કરવામાં આવ્યો છે.

આ કંપનીના શેરધારકો છેલ્લા એક દાયકામાં ખૂબ પૈસા કમાયા છે. કંપનીનું નામ છે દિપક નાઇટ્રાઇટ જેના પ્લાન્ટ ગુજરાતના દહેજ સહિતના વિસ્તારમાં છે. કંપનીની મેન ઓફિસ વડોદરામાં પણ છે.

લાઇવ મિંટના અહેવાલ મુજબ આ કેમિકલ સ્ટૉકે પાછલા 10 વર્ષમાં 18.50 રૂપિયા પ્રતિ શેર થી વધીને રૂપિયા 2,141.90 પ્રતિ શેર ગણો વધારો થયો છે. આ અઠવાડિયે દિપક નાઇટ્રાઇટ અન્ય સ્મૉલ અને મિડ કેપ સ્ટૉકની જેમ સેલિંક પ્રેશરમાં હતો. આ સમયમાં શેર એક ટકો જે ઉપર વધવામાં સફળ પણ રહ્યો હતો.