અત્યાર સુધી આપણે આપણા વડીલો પાસેથી એ જ સાંભળતા આવ્યા છીએ કે આપણે હંમેશા ફીકું ભોજન જ કરવું જોઈએ. વધારે પડતું તીખું તળેલું ન ખાવું જોઈએ. મસાલેદાર ખોરાક અથવા તીખો ખોરાક નુકસાનકારક હોય છે. આપણે ટીવી સમાચાર માં પણ આ જ વાંચ્યું છે કે મસાલાવાળો ખોરાક ન ખાઈને જ આપણે બીમારીઓથી દૂર રહી શકીએ છીએ.
આપણે લોકો આ વાત પર અમલ પણ કરી લઈએ છીએ. પરંતુ જ્યારે પણ ઘરની બહાર જઈએ છીએ ત્યારે સામેથી મનગમતી ચટપટી, પાણી પૂરી, સમોસા, કચોરી કે મસાલેદાર કોઈપણ વસ્તુ આવે છે તો આપણે કંટ્રોલ નથી કરી શકતા. અને જલ્દીથી તે વસ્તુને ખાઈ લઈએ છીએ.
આ બધી વસ્તુઓ ને ખાઈ લીધા પછી અથવા ખાધા પહેલા આપણા મનમાં એ જ વિચાર આવે છે કે માત્ર આ વખતે જ થોડું ખાઈ લઈએ પછી નહીં ખાઈએ. પરંતુ અમે તમારા માટે એક ખુશખબરી લઈને આવ્યા છીએ. તમે સાંભળ્યું જ હશે કે દરેક કામ એક હદમાં કરવામાં આવે તો સારું. હકીકતમાં સીમિત માત્રામાં જો તમે સ્પાઈસી ફૂડ ખાઓ છો તો તમારા શરીરને નુકસાન નહીં પરંતુ ફાયદો આપે છે.
વિજ્ઞાન અને આપણું આયુર્વેદ પણ આ વાતને માને છે. જો તમારા ભોજનમાં સાચી માત્રામાં એલચી, તજ, હળદર, લસણ, આદુ અને મરચી વગેરે મસાલો નાખેલો છે, તો તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. અમે તમને જણાવી દઈએ કે સ્પાઈસી ફૂડ ખાવાથી કયા કયા ફાયદા થાય છે.
તજ, જીરું, હળદર જેવા મસાલામાં એન્ટી માઈક્રો બિયલ, એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ રહેલી હોય છે. આ મસાલા શરીરમાં રહેલા ખરાબ બેક્ટેરિયા સાથે લડીને તેમને શરીરમાંથી બહાર કાઢવામાં ખૂબ મદદ કરે છે. તેમના નિયમિત સેવનથી શરીરમાં કોઈ પ્રકારનું ઇન્ફેક્શન નથી થતું. અને બીમારીઓથી તમે બચી શકો છો.
આપણા ઘરમાં ઉપયોગમાં આવતા લાલ મરચામાં કેપ્સેસિન નામનો એક એક્ટિવ કમ્પોનન્ટ રહેલું હોય છે. જે કેન્સર ને રિમુવ કરવામાં અને તેમને સમાપ્ત કરવામાં મદદગાર સાબિત થાય છે. તેનાથી કેન્સર ને વધવાથી અને ફેલાવાથી સરળતાથી રોકી શકાય છે.
એક શોધ અનુસાર ઉંદરડા પર એક સ્ટડી ના સમય દરમિયાન મેળવવામાં આવ્યું કે કેપ્સેસિન એ પ્રોસ્ટેટ કેન્સર કોશિકાઓને ફેલાવાથી રોકી દીધું. સાથે જ તેનાથી હેલ્ધી કોશિકાઓ ને કોઈ પ્રકાર નું નુકશાન પણ ન થયું. તમને જણાવી દઈએ કે લસણ, આદુ, હળદર જેવા મસાલામાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી રહેલી હોય છે.
આ મસાલાનો ઉપયોગ આયુર્વેદમાં આર્થરાઇટિસ(Arthritis), માથું દુખવું, જીવ ગભરાવો અને ઓટો ઇમ્યુન બીમારીઓ ના ઈલાજ માં પણ ઘણા સમયથી કરવામાં આવી રહ્યો છે. આ ભારતીય મસાલા ઇન્ફ્લેર્મેશન સાથે લડે છે અને માનવ શરીરની ઇમ્યુનિટી વધારે છે.
તીખું અને મસાલા વાળા શાક અને ખોરાક ખાવાથી શરીરમાં સેરોટોનિન અથવા ફિલગૂડ હોર્મોન બહાર નીકળે છે. તેનાથી તમારો સ્ટ્રેસ અને ડિપ્રેશન પણ કંટ્રોલમાં રહે છે. આપણા શુગર લેવલને પણ સામાન્ય જાળવી રાખવામાં મદદ કરે છે. લીલી, લાલ અને કાળી મરચી, હળદર, તજ વગેરે મસાલાઓને ખાવાથી શરીરના મેટાબોલિક રેટ માં વધારો થાય છે. તેનાથી ભૂખ ઓછી લાગે છે, જેના કારણે તે વજન ઓછું કરવામાં પણ ખૂબ મદદરૂપ હોય છે.