જો બહાર જાવ ત્યારે ૩-૪ દિવસ સુધી એક સિક્કાને રાખો ફ્રીઝરમાં અને ઘરે આવીને જોશો તો તમે પણ ચોકી જશો

સ્વાસ્થ્ય

આપણે બધા થોડા દિવસ રજા હોય એટલે ફરવા જઈએ છીએ, ઘણી વાર આપણે કોઈના લગ્ન પ્રસંગ હોય કે કોઈ સબંધીના ઘરે રોકવા જવાનું થાય ત્યારે પણ ઘર બંધ કરીને જ જતા હોઈએ છીએ. ઘર બંધ કરીને ફરવા જઈએ ત્યારે આપણે ફ્રીજ પણ બંધ કરીને જઈએ છીએ. પરંતુ અમુક વસ્તુ જો ફ્રીજમાં રાખેલી હોય તો તે બગડી શકે છે. પરંતુ આજે અમે તેના વિશે આ લેખમાં જણાવવા જઈ રહયા છીએ. જ્યારે લોકો ઘરની બહાર જાય છે ત્યારે ખાવાની અમુક વસ્તુઓ ફ્રિજમાં મૂકીને જતા હોય છે.

અમુક વસ્તુઓ એવી હોય છે કે જેને આપણે સાથે લઇ જઈ નથી શકતા. જેથી આપણે ઘરે આવીએ ત્યારે એ ખરાબ પણ થઇ શકે છે. ઘણી વાર ઘરે પાછા આવવાથી તાત્કાલિક તેની જરૂર પડતી હોય છે. તેથી તેને ફ્રિજમાં જ રાખવી પડે છે. લોકો એવું વિચારતા હોય છે કે ખાવાની આ વસ્તુઓ ને ફ્રીજના નીચે ના ભાગ માં રાખવા કરતા ફ્રિજ ના ઉપર ના ભાગ માં એટલે કે ફ્રિઝરમાં રાખી દઈએ તો ત્યાં વધારે ઠંડી હોવાથી વસ્તુ ખરાબ થવાની શક્યતા ઓછી રહે છે.

દરેક ના ઘરમાં લાઈટ જવાની સમસ્યા તો રહેતી જ હોય છે. તો ઘણી વાર એવું બને કે ઘરની બહાર ગયા બાદ લાઈટ જતી રહેવાના કારણે કલાકો સુધી ફ્રીજ બંધ રહે છે. અને તેના કારણે ફ્રિજમાં રહેલી વસ્તુઓ ખરાબ થઈ જતી હોય છે. બની શકે છે કે લાઈટ આવ્યા પછી તે ખાવાનું ફરી ઠંડુ થઈને ફ્રેશ જેવું પણ લાગે પરંતુ તે ખાવું કોઈ ખતરાથી ઓછું નહિ રહે. આ પ્રકારનો ફ્રિજમાં બગડી ગયેલો ખોરાક ખાવાથી કેવી રીતે બચી શકાય તેના વિશે આપણે જાણીશું.

લાઈટ ગયા બાદ ફ્રીજ કેટલા ટાઈમ સુધી બંધ થઈ ગયેલું છે અને તેમાં રહેલો ખોરાક ખાવા લાયક છે કે નહીં તે જાણવા માટે એક ટેકનિકનો ઉપયોગ કરીશું. આ ટેકનિકમાં તમારે બહાર જવાના એક દિવસ પહેલા ફ્રીઝરમાં એક કપ પાણી ભરીને રાખી દો. સવાર સુધીમાં લગભગ આ પાણી માંથી બરફ થઈ જશે. આ જામી ગયેલા પાણીની ઉપર તમારે એક સિક્કો મુકવાનો રહેશે.

આપણે ૩-૪ દિવસ બહાર જઈને ઘરે પાછા આવીએ ત્યારે જો કપ માં મુકેલા આ બરફ ઉપર નો સિક્કો કફની બરાબર નીચે જોવા મળે તો તેનો અર્થ એ છે કે બહાર ગયા બાદ કલાકો સુધી લાઇટ ચાલી ગઈ હોઈ શકે. લાઈટ જતી રહેવાના કારણે બરફ માંથી પાણી થઇ ગયું હતું જેના કારણે સામાન્ય રીતે બરફ પર રહેલો સિક્કો કપના તળીયે બેસી જ જાય. પરંતુ લાઇટ પાછી આવી જવાના કારણે એ પાણી ફરીથી બરફ બની ગયેલું.

આ સિક્કો પાણીમાં નીચે બેસી ગયો હોય તો એનો અર્થ એ થાય કે ફ્રિઝરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુ ખાવા લાયક નથી. કારણકે કલાકો સુધી લાઇટ ન હોવાના કારણે ફ્રીજ બંધ પડેલું હતું. પરંતુ જો સિક્કો પહેલાની જેમ જ બરફની ઉપર તરફ હોય તો એનો અર્થ એ છે કે લાઈટ ગઈ નથી અને ખાવાનું પણ ફ્રેશ છે. જો આજ સિક્કો કપની વચ્ચે કે પછી થોડો નીચે તરફ હોય તો એનો અર્થ એવો છે કે લાઈટ થોડાસમય માટે ગઈ હતી અને તુરંત પાછી આવી ગયેલી. તેથી ખાવાનું હજુ પણ સારું હોઈ શકે. એટલા માટે એવું માનવામાં આવે છે કે ફ્રીઝમાં રહેલો ખોરાક ખાવા લાયક રહ્યો હશે.